________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૨૯ અનાદિની (ચાલી આવતી) આત્માની આકુળતા તે એક વિશુદ્ધ બોધ કલા વડે મટે છે. માટે સહજ બોધકલાનો નિરંતર અભ્યાસ કરો. સ્વરૂપ-આનંદી થઈ જવોદધિને તરો.
નરભવ કાંઈ સદા તો રહે નહિ. સાક્ષાત્ મોક્ષ સાધનરૂપ જ્ઞાનકલા આ ભવ વિના અન્ય જગ્યાએ ઉપજતી નથી. તેથી વારંવાર કહેવામાં આવે છે કે-નિજ બોધ કલાના બળ વડે નિજ સ્વરૂપમાં રહો, નિરંતર આ જ યત્ન કરો. આવું વારંવાર કહેવડાવવું તો બાલક પણ ન કરાવે, તમે (તો) અનંતજ્ઞાનના ધણી બની, એવી ભૂલ ધારો છો, તેથી ઘણું અચરજ આવે છે. તે અચરજની વાત ન કરવી. ચામડાં અને હાડકાંનાં જડ શરીરમાં સ્વપણું માન્ય મોટી હાનિ છે. પોતાના જ્ઞાનમાં સુખ સમુદ્રને પામી અવિનાશી પુરીનો રાજા થાય છે. અનંત ચૈતન્યશક્તિરૂપ રાજધાનીનો વિલાસી થાય છે. પરમાં પોતાને માનીને તું એવી રીતે દુ:ખ પામી રહ્યો છે કે જેમ મડદાને વસ્ત્ર-આભુષણાદિ ચડાવી માને કે “મેં પહેર્યા છે.” તું જીવતાં, તેને જૂઠ જ પોતાના માને છે. એ પ્રમાણે દેહ જડ છે. એના ભોગને તું પોતારૂપ માની જૂઠ જ જડની ક્રિયાને શા માટે પોતાની માને છે? જેમ સર્પ કોઈને કરડે, (અને) કોઈ બીજાને ઝેર ચઢે તો અચરજ માનીએ છીએ (તેમ) જડ ખાય, પહેરે, સ્નાન, તેલમર્થન આદિ ક્રિયા કરે ( ત્યાં) તું કહે છે કે, મેં ખાધું, મેં ભોવ્યું,” (એમ) પરનો સ્વામી થયો, પરનો સ્વામી પણ એવું તો માનતો નથી. જેમ કે - રાજાનોકરનો સ્વામી છે. (છતાં) તેના ધરાયાથી (પાઠાન્તર:- નોકર ભોજનથી તૃપ્ત થવાથી) રાજા એમ કહેતો નથી કે “હું ધરાયો છું” વળી તું દેખ, તારી આવી ચાલ તને જ દુઃખદાયક છે.
જે સુંદર વસ્તુ હોય તેને ઉપરથી (ઉપરથી જોઈને, ઉપરના દેખાવથી) અંગીકાર ન કરીએ. દેહુ અશુચિ નવદ્યારે સ્ત્રવે છે.
-
-
-
-
-
-
-
-
-
-
—
—
—
—
–
૧. પલ રુધિર, રાધ, મલ શૈલી. કીક્સ વસાદિતે મૈલી; નવદ્ધાર વહેં ધિનકારી, અસ દેહ કરૈ કિમ યારી.
-પં દૌલતરામ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com