Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 47
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ અનુભવ પ્રકાશ આનંદધનને પામી સદા શાશ્વત સુખનો ભોકતા થાય તે કહેવામાં આવે છે: આ પરમાત્મપુરુષ તેની નિજપરિણતિ અનંત મહિમારૂપ પરમેશ્વરપદમાં રમણ કરનારી છે. તે જ મૂલપ્રકૃતિ, પુરુષપ્રકૃતિના વિવેકરૂપ વૃક્ષ, તેનું નિજાનંદ ફળ તેનો તું રસાસ્વાદ લઈ સુખી થા. જેમ કોઈ રાજાને પારકો ગઢ લેવો મુશ્કેલ તેમ આ આત્માને પરપદ લેવું મુશ્કેલ છે. શાથી? કે અનાદિકાલથી પરપદ લેતો ફરે છે. તો પણ તે પરરૂપ ન થયો, ચેતન જ રહ્યો. અને ચેતનાપદ આત્માનું છે, તેને જાણતો પણ નથી, ભૂલ્યો જ ફરે છે, તો પણ તેની રહેણી (તેનું રહેવું ) નિશ્ચયથી તેનામાંજ છે, માટે (તે ) મુશ્કેલ નથી, પોતાનું સ્વરૂપ જ છે. ભ્રમનો પડદો પોતે જ અનાદિનો કર્યો છે, તેથી પોતે પોતાને ભાસતો નથી, પણ પોતે પોતાને છોડી બહાર ગયો નથી. જેમ નટે પશુનો વેશ ધર્યો તેથી તે મનુષ્ય મનુષ્યપણાને છોડી બહાર ગયો નથી. પશુનો વેષ ન ધરે તો મનુષ્ય જ છે; (તેવી રીતે) ભ્રમથી પરનું મમત્વ ન કરે તો, દેહનો સ્વાંગ ન ધરે તો, ચિદાનંદ જેવો ને તેવો રહે. જેમ એક ડાબલીમાં રત્ન રાખ્યું છે (તેથી) તેનું કાંઈ બગડયું નથી (તે) ગુપ્ત (છે), ઢાંકણું દૂર કરી કાઢે તો વ્યક્ત છે; તેમ શરીરમાં છુપાયેલો આત્મા છે, તેનું કાંઈ બગડયું નથી, (તે) ગુપ્ત છે, કર્મરહિત થતાં પ્રગટ થાય છે. ગુપ્ત અને પ્રગટ એ અવસ્થાભેદ છે. બન્ને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું જ છે. એવો શ્રદ્ધાભાવ સુખનું મૂળ છે. જેની દષ્ટિ પદાર્થશુદ્ધિ ઉપર નથી (અને) કર્મદષ્ટિથી અશુદ્ધ અવલોકે તો તે શુદ્ધતાને ન પામે. જેવી દષ્ટિથી દેખે તેવું ફલ થાય. મયુરકુકરંદ પાષાણ છે. તેમાં બધા મોર જ ભાસે છે. પાષાણ તરફ દેખતા મોર ભાસે, પદાર્થ તરફ દેખતા પદાર્થ જ છે, મોર નથી; તેમ પરમાં પર ભાસે, નિજ તરફ જુએ તો પર ન ભાસે, નિજ જ છે. (તેથી) સુખકારી નિજદષ્ટિ ત્યજી દુઃખરૂપ પરમાં દષ્ટિ ન દો. હે ચિદાનંદરામ! પોતાને અમર તરીકે અવલોકો. મરણ તારામાં નથી. જેમ કોઈના ઘરમાં કોઈ ચક્રરત્ન, ચૌદ રત્ન, નવનિધિ છે છતાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96