________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
અનુભવ પ્રકાશ તેવી જ રીતે આચરણ થયું. નિશ્ચયનય પરમાત્મા છે. પરિણતિ તેવી જ નિશ્ચયરૂપ પરિણમી છે. એ નિશ્ચયરત્નત્રય, પ્રથમ વ્યવહારરત્નત્રય થતાં, થાય છે. માટે વ્યવહારરત્નત્રય સાધક છે, નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. સમ્યગ્દષ્ટિને વિરતિવ્યવહારપરિણતિ સાધક છે, ત્યાં ચારિત્રશક્તિ મુખ્ય સાધ્ય છે. તે કહેવામાં આવે છે. વિરતિપરિણતિ એટલે રતિ ન હોવી તે. તેનો ભેદ વિષયોમાં રતિ નહિ, કષાયોમાં રતિ નહીં. અશુભાચરણનો ત્યાગ, શુભાચરણમાં પણ રતિ નહીં, કર્મકરસૂતિમાં પણ રતિ નહીં. જેમ જેમ પરરતિભાવ તજે તેમ તેમ સ્વરૂપમાં સ્થિરતા, વિશ્રામ અને આચરણ થાય, ત્યાં ચારિત્ર કહીએ. પરિણતિશુધ્ધતા પ્રગટતાં ચારિત્રશક્તિ મુખ્ય સાધ્ય છે.
દેવગુરુશાસ્ત્રની ભક્તિ-વિનયનમસ્કારાદિ ભાવ સાધક છે, ત્યાં વિષયાદિથી ઉદાસીનતામાં પરિણતિની સ્થિરતા (થવી તે) સાધ્ય છે. દેવભક્તિ, વ્યક્ત શુદ્ધ ચેતનારૂપ, પ્રગટ અનંતગુણરૂપ એવા વ્યક્તિ પરમાત્મા તેમની પૂજા, સેવા, (તેના પ્રત્યે) મનથી પરિપૂર્ણ પ્રીતિ, બાહ્ય પ્રભાવના, અંતરંગ ધ્યાન, ગુણવર્ણન, અવજ્ઞાઅભાવ પરમ ઉત્સાહ, મન-વચન કાર્ય-ધન સર્વ ભક્તિના નિમિત્તે લગાવે, અને પોતાના પ્રાણથી પણ (વધારે) વલ્લભ જાણે, પ્રાણને દુઃખ-મૂલ જાણે. તેને અનંતસુખનું કારણ જાણે, શુદ્ધસ્વરૂપ જાણી ભક્તિ કરે, પોતે શુદ્ધસ્વરૂપનો અભિલાષી તેથી તેમની ભક્તિ રુચિ-શ્રદ્ધા-પ્રતીતિથી કરે, શાસ્ત્રની ભક્તિ કરે. શાથી? કે પોતાનું સ્વરૂપ શાસ્ત્રથી પામે છે. સંસારદુઃખની હાનિ સ્વરૂપભાવનાથી થાય છે, તે પામે. સ્વપરવિવેક ગ્રંથોથી પ્રગટે. મોક્ષમાર્ગ મોક્ષસ્વરૂપ-વાણીથી સમજાય છે માટે શાસ્ત્રભક્તિ કહી છે. ગુરુ મોક્ષમાર્ગને ઉપદેશ છે, શાંતમુદ્રાધારી ગુરુમુદ્રા વચન બોલ્યા વિના જ મોક્ષમાર્ગ દર્શાવે છે. એવા શ્રી ગુરુ સર્વદોષ રહિત, તેની ભક્તિ રહી છે. તેમની ભક્તિ મુક્તિનું કારણ જાણી કરે. ત્યારે ભવભોગથી ઉદાસ થઈ મનસ્વરૂપની જ સ્થિરતા ચાહે. ક્યિા સાધે તેથી તેમની ભક્તિ સાધક છે, મનની સ્થિરતા સાધ્ય છે.
શુભોપયોગના ત્રણ ભેદ છે, ક્રિયારૂપ, ભક્તિરૂપ, અને ગુણગુણીના ભેદવિચારરૂપ, એ ત્રણેના સાતિય સહિત અને નિરતિશય સહિત છ ભેદ થયા. સમ્યકત્વ સહિત તો ત્રણેય સાતિશય, સમ્યકત્વ વિના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com