________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
અનુભવ પ્રકાશ તે દરિદ્ર થઈ ફરે છે. તે તેના-પોતાના ચક્રવર્તી પદના અવલોકનમાત્રથી ચક્રવર્તી પોતે થાય, તેમ સ્વપદને પરમેશ્વરરૂપ અવલોકે તો ત્યારે (તે ક્ષણે) પરમેશ્વર છે. જુઓ! જુઓ! (કેવી મોટી) ભૂલ! અવલોકનમાત્રથી પરમેશ્વર થાય; એવું અવલોકન કરતો નથી, ઇન્દ્રિયચોરોને વશ બની પોતાના નિધાનને લુટાવી દરિદ્રી થઈ ભવવિપત્તિને ભરે છે (વહોરે છે ). ભૂલ મટાડતો નથી. એમ ચિત્વિકારરૂપ જીવ થાય ત્યારે પરને પોતારૂપ માને છે. એ ભાવ જીવનો નિજજાતિસ્વભાવ નથી. એ ભાવોમાં જે ચેતના વ્યાપી રહી છે તે જ ચેતનાનેએક તું જીવ, નિજજાતિસ્વભાવ જાણ. આ ચેતના છે તે કેવલ જીવ છે, તે અનાદિ અનંત એક રસ છે. તેથી આ ચેતના સાક્ષાત્ પોતે જીવ જાણવો, તેથી શુદ્ધચેતનારૂપ જીવ થયો. આ રાગાદિ ભાવો વિશે પોતે જ રત (લીન) થયો થકો જીવ કર્મ-ચેતનારૂપ થઈ પ્રવર્તે છે; ચેતનાજીવચેતના, ચેતનારૂપ પોતે રહે છે, (ટકે છે). કર્મચેતના, કર્મફલચેતના જીવચેતનાનો વિકાર છે. પણ વ્યાપક ચેતના છે. ચેતના, જીવ વિના હોય નહીં. ચેતના, શુદ્ધ જીવનું સ્વરૂપ છે. તેને જાણે જ્ઞાતા જીવનો આવો ભાવ થાય છે
હવે મેં શુદ્ધ ચેતનારૂપ સ્વરૂપ જાણું; જ્ઞાનદર્શનચારિત્રરૂપ હું છું, વિકારરૂપ હું નથી, સિદ્ધ સમાન છું, બંધ, મોક્ષ, આશ્રવ, સંવરરૂપ હું નથી, હું હવે જાગ્યો; મારી નિંદ્રા ગઈ, હું મારા સ્વરૂપને એક (અભેદ) અનુભવું છું, હવે હું સંસારથી ભિન્ન (જુદો ) થયો, હું સ્વરૂપગજ ઉપર આરુઢ થયો. (મું) સ્વરૂપગૃહમાં પ્રવેશ કર્યો, આ સંસારપરિણામનો હું તમાસગીર થયો. હવે હું પોતે પોતાના સ્વરૂપને દેખું-જાણું છું. આટલો વિચાર તો વિકલ્પ છે. જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે. પ્રતીતિરૂપ વિચાર તે સાધક છે, અનુભવનો ભાવ સાધ્ય છે. સાધકસાધ્યભેદ જાણે તો વસ્તુની સિદ્ધિ થાય તે કહેવામાં આવે છે.
સાધ્ય-સાધકના ઉદાહરણ કહેવામાં આવે છે એક ક્ષેત્રાવગાહી પુદ્ગલકર્મનો જ સહજ ઉદય, સ્થિતિ સુધી રહે છે તે સાધક અવસ્થા જાણવી. ત્યાં, ત્યાં સુધી–તેના રહેવાની સ્થિતિ સુધી-ચિત્વિકાર થવાનું પ્રવર્તન થાય તેને સાધ્યભેદ જાણવો. મિથ્યાત્વ સાધક,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com