Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 34
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ અનુભવ પ્રકાશ (માનવા લાગ્યો કે) ‘હું ચાંપો નહિ.' ચાંપાના ઘર પાછળ ઊભો રહી તેણે સાદ પાડયો કે ‘ચાંપો ઘરે છે?' ત્યારે તેની સ્ત્રીએ કહ્યું, ‘તું કોણ છે.' ત્યારે ચેત થઈ (તેને ભાન થયું) કે ‘હું ચાંપો છું.’ તેમ શ્રી ગુરુએ આત્મા (નિજસ્વરૂપ ) બતાવ્યો છે. પામે તે સુખી થાય. ક્યાં સુધી કહીએ ? આ મહિમાનિધાન-અમ્લાન અનુપમ પદ પોતે (જ) બન્યો છે, સહજ સુખકંદ છે, અલખ અખંડિત છે, અમિત તેજધારી છે, અનાદિથી દુઃખદંઢમાં પોતાપણું માની અતિ આનંદ માની રહ્યો છે. તે આ દુઃખની મૂળ ભૂલ ત્યારે જ મટે કે જ્યારે શ્રી ગુરુવચન સુધારસ પીએ. ચેત (જાગૃત સ્વરૂપનું ભાન ) થઈ ૫૨ તરફનું અવલોકન મટે. સ્વરૂપસ્વપદને દેખતાં જ ત્રણલોકના નાથ (એવા ) નિજપદને જાણે. ૧ (એમ ) વિખ્યાત વેદ (શાસ્ત્ર) બતાવે છે. ( નટ સ્વાંગ ધરી નાચે છે. સ્વાંગ ન ધરે તો પરરૂપ નાચવું મટે. મમત્વથી પરરૂપ થઈ થઈ (આ જીવ ) ચોરાશીના સ્વાંગ ધરી નાચે છે. મમત્વને મટાડી સહજ પદને ભેટી સ્થિર રહે તો નાચવું ન થાય. ચંચલતા મટયે ચિદાનંદ ઉદ્ધરે છે (મુક્ત થાય છે). જ્ઞાનર્દિષ્ટ ખૂલે છે. સ્વરૂપમાં બરાબર (યથાર્થ રીતે, સમ્યક્ીતે ) સુસ્થિર થતાં ગતિભ્રમણ મટે છે. માટે જે સ્વરૂપમાં સદા સ્થિર રહે તેને ધન્ય છે. પોતાના અવલોકનમાં અખંડ રસધારા વરસે છે, એવું જાણી, નિજને જાણી, ૫૨માન્યતાને મટાડે, આ હું સુખનિધાન જ્યોતિસ્વરૂપ, પરમપ્રકાશરૂપ, અનુપમપદરૂપ સ્વરૂપ છું. આ આકાશવત અવિકા૨પદમાં ૫૨સંયોગથી ચિદ્વિકાર થયો છે. પ્રશ્ન- અહીં તો પરના નિવાસનો અવકાશ ન હતો. (તો તે) અનાદિથી કેવી રીતે કર્યો? ત્યાં કહીએ છીએ : ૧. મેરો સરૂપ અનુપ બિરાજત, મોહિ મૈં ઔર ન ભાસત આના; જ્ઞાનકલા નિધિ ચેતનમૂર્તિ એક અખંડ મહાસુખ થાના. પૂરન આપ પ્રતાપ લિયે જહાં યોગ નહીં ૫૨ કે સબ નાના; આપ લખૈ અનુભાવ ભયૌ અતિ દેવ નિરંજનકો ઉર આના. ૪૩ Please inform us of any errors on rajesh@Atma Dharma.com -જ્ઞાન દર્પણ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96