________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૨૧ સમાધાન- જેમ કનકખાણમાં કનક ચિરકાળથી જ ગુપ્ત છે તેવી રીતે આત્મા કર્મમાં ગુપ્ત અનાદિકાળથી જ છે. પરજોગે અનાદિકાળથી અશુદ્ધ ઉપયોગરૂપ અશુદ્ધતા લાગી છે, તે દેખો ! કેવી રીતે લાગી છે તે કહેવામાં આવે છે:
ક્રોધ, માન, માયા, લોભ, ઇન્દ્રિય, મન, વચન, દેહ, ગતિ, કર્મ, નોકર્મ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ, અન્ય જીવ એ આદિ જેટલી પરવસ્તુ છે તે બધાને પોતાની કરી (પોતારૂપ કરી ) જાણે છે. તે હું જ છું, હું એમનો કર્તા છું, એ મારાં કામ છે. “હું છું તો એ છે, એ છે તો હું છું,’ એ પ્રમાણે પરવસ્તુને પોતારૂપ જાણે છે. (અને) પોતાને પર જાણે છે. તેથી લોકાલોકને જાણવાની સર્વ શક્તિ અજ્ઞાન ભાવરૂપ પરિણમી છે. એ રીતે જીવનો જ્ઞાનગુણ અજ્ઞાનવિકારરૂપે થયો. એ જ પ્રમાણે જીવન દર્શનગુણ હતો, (તે) જેટલા પર વસ્તુના ભેદ છે તે સર્વને પોતારૂપ કરી દેખે છે, એ (સર્વ) હું છું, પોતાને પરમાં દેખે છે તથા પરને પોતામાં દેખે છે. (એ પ્રમાણે) લોકાલોક દેખવાની જેટલી શક્તિ હતી તેટલી બધી શક્તિ અદર્શનરૂપ થઈ. એ રીતે જીવન દર્શનગુણ વિકારરૂપ પરિણમ્યો.
તથા જીવનો સમ્યકત્વગુણ હતો તે જીવના ભેદમાં અજીવનું આસ્તિક્ય કરે છે. ચેતનને અચેતન, અચેતનને ચેતન, વિભાવને સ્વભાવ, સ્વભાવને વિભાવ, દ્રવ્ય ને અદ્રવ્ય, ગુણને અવગુણ, જ્ઞાનને જ્ઞય, જ્ઞયને જ્ઞાન, સ્વને પર, પરને સ્વ (પોતારૂપ) એ રીતે જ અન્ય સર્વ વિપરીતતાની બરાબર હોવાની પ્રતીતિ આસ્તિક્ય ભાવને કરે છે. એ પ્રમાણે જીવનો સમ્યકત્વગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો તથા જીવનો સ્વઆચરણગુણ હતો, તે જેટલી કાંઈ પરવસ્તુ છે તેટલી તે પરને સ્વઆચરણરૂપે કર્યા કરે છે, પરમાં રહ્યા કરે છે, પરને જ ગ્રહ્યા કરે છે, (એ પ્રમાણે) પોતાની ચારિત્રગુણની સર્વશક્તિ પરમાં લાગી રહી છે. એ પ્રમાણે જીવનો ચારિત્રગુણ પણ વિકારરૂપ પરિણમે છે.
બીજાં આ જીવનો સર્વસ્વરૂપ પરિણમવાના બળરૂપ સર્વવીર્યગુણ હતો, તે નિર્બળરૂપ થઈ પરિણમ્યો, સ્વરૂપ પરિણમનનું બળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com