________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
અનુભવ પ્રકાશ દેખતાં જ-ચોરાશીનું બંદીખાનું છે–તેને બહુ રચિપૂર્વક સેવે છે. એવી વિપરીતરૂપ હઠરીતિને અનુપમ માનીમાની હર્ષ પામે છે. જેમ સર્પને હાર જાણી હાથ નાખો તો દુઃખ થાય ને થાય જ. તેમ રુચિપૂર્વક પરને સેવવાથી સંસારદુ:ખ થાય ને થાય જ.
જેમકે-એક નજરબંધીવાળો પુરુષ એક નગરમાં એક રાજાની પાસે આવીને રહ્યો. કેટલાક દિવસ પછી રાજા મરણ પામ્યો. ત્યારે તે પુરુષે રાજાને મર્યો ન જણાવ્યો. તેણે રાજાને તો ઘણો ઊંડો દાટી ઉપર માટી દાબી (બીજાને) ખબર ન પડે એવી જગ્યા કરી, નજરબંધી વડે કાણના રાજાને દરબારમાં બેસાડયો. નજરબંધીથી સર્વને તે સાચો ભાસે. જ્યારે કોઈ રાજાને પૂછે ત્યારે તે (નજર બાંધનાર) પુરુષ જવાબ આપે, ત્યારે લોકો જાણે કે રાજા બોલે છે. આવું ચરિત્ર (તેણે) દષ્ટિગંધથી કર્યું. ત્યાં એક પુરુષ જંગલની બુટ્ટી માથા પર નાખી આવ્યો, તે બુટ્ટીના બળથી તેની દષ્ટિ બંધાણી નહિ. ત્યારે તે પુરુષ લોકોને કહેવા લાગ્યો કે અરે! કુબુદ્ધિ જનો! કાષ્ટને પ્રત્યક્ષ દેખીએ છીએ. (કાષ્ટનો રાજા પ્રત્યક્ષ દેખવામાં આવે છે.) તમે તેને સાચો રાજા જાણી લેવો છો, ધિક્કાર છે તમારી એ સમજણને ! તેવી રીતે જે આ સર્વ સંસારીઓ છે તેમની દષ્ટિ મોહથી બંધાણી છે. પરને પોતારૂપ માની સેવે છે. પરમાં ચેતનાનો અંશ પણ નથી. જેને જ્ઞાન થયું છે તે એમ જાણે છે કે- આ કુબુદ્ધિ સંસારીજનો જડમાં પોતારૂપ કરીને માને છે, દુઃખ સહે છે. ધિક્કાર છે એમની સમજણને ! દુ:ખદાયક જૂઠી હુઠને સુખદાયક જાણી સેવે છે.
જેમકે-કોઈનો જન્મ થયો, જન્મથી જ આંખ ઉપર ચામડીનો લપેટો ચાલ્યો આવ્યો. અંદરમાં આંખનો પ્રકાશ જેવો ને તેવો છે. બાહ્ય ચર્મના આવરણથી પોતાનું શરીર પોતાને દેખાતું નથી. જ્યારે કોઈ તબીબ મળ્યો, તેણે કહ્યું કે- આની અંદર જ્યોતિરૂપ પ્રકાશ છે-આંખ સારી છે, તેણે જતન કરીને ચામડીનો લપેટો દૂર કર્યો ત્યારે પોતાનું શરીર પોતે જ દીઠું, તથા બીજાં પણ તે દેખવા લાગ્યો. એ પ્રમાણે જ્ઞાનદર્શનનાં નયનો અનાદિ કાલથી અવરાયેલા
૧. પાઠાન્તર:- બાપૌં શરીર માપૌં' તેને બદલે “બાપાઁ' એવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com