Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ ૧૫ મોહરાજાએ બનાવી છે. જગતના જીવોને ભાવી (ગમી) છે, દુઃખ-દાયક છતાં સુહાઈ છે (ગોઠી છે ) અથવા જેમાં અજ્ઞાનની અધિકારૂપ બહુ કાટ (મેલ) લાગ્યો છે. (પણ) જ્ઞાનરીતિને અંતરમાં લાવીને વિપરીત કરણીને ભેદીને સાધકતા સાધી મહાન થાય છે, નિજ ધ્યાનરૂપ આનંદ સુધાનું પાન થાય. મોક્ષપદનો નિદાની (થઈ ) એ જ સમયમાં સ્વરસવશી થાય છે. ઇન્દ્રિય ચોરને દબાવી, કાયાની માયા ત્યજીને પરમેશ્વર સ્વરૂપ પદને (પોતાના) અઘટ ઘટમાં વ્યાપક નિહાળ્યું. અનુપમ ચિદ્રુપને ઓળખું; ભ્રમભાવને મટાડયો, નિજ આત્મતત્ત્વ પામ્યો. અચલ, અભેદ ટેવવાળો (સ્વભાવવાળો) દેવ દીઠો. ભવથી ઉદાસી થઈ શાશ્વત પદના નિવાસી (થઈ ) સુખરાશી લીધી. બહાર ન વહે, (ન રાચે, ન ગોતે) નિજ ભાવને જ ચાહે. સ્વપદનો નિવાસ સ્વપદમાં છે. બહિરંગ સંગમાં ટુંઢી ઢંઢી વ્યાકુલ થયો. જેમ કસ્તુરી મૃગ સુગંધને ઢંઢે, (પણ) કાંઈ (તે સુગંધ) પર જગ્યામાં ન પામે; તેવી રીતે પોતાનું પદ પરમાં ન પામે, મોહના વિકારથી પોતાનું પદ સૂઝતું નથી. સંતપુરુષના પ્રતાપથી અનંતગુણમય ચિદાનંદ (નિજ) પરમાત્મા તુરત પામે. જ્યાં સુધી પરપદમાં પોતાપણું છે ત્યાં સુધી સરાગી થઈ વ્યાકુલ રહે. જ્ઞાન દષ્ટિથી દર્શનશાનચારિત્રને એક પદસ્વરૂપ અવલોકન કરતાં જ પર માન્યતાનો તુરત નાશ થાય. રાગ વિકાર મટતાં જ વીતરાગપદ પામે, ત્યારે અનાકુલ થયો થકો, અનંત સુખનો રસાસ્વાદી બની પોતાને અમર કરે (છે). જેવી રીતે કોઈ રાજા દારૂ પીને નિંધ સ્થાનમાં રતિ માને તેવી રીતે ચિદાનંદ દેહમાં રતિ માની રહ્યો છે. મદ ઉતર્ય રાજપદનું જ્ઞાન થઈ રાજનિધાન વિલસે (તમ ) સ્વપદનું જ્ઞાન થતાં સચ્ચિદાનંદસંપદા વિલસે. કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન તો જાણપણારૂપ છે (છતાં) પોતાને કેમ નથી જાણતું? તેનું સમાધાન : જાણપણું અનાદિથી પરમાં વ્યાપી પરનું જ થઈ રહ્યું છે. હવે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય. જ્ઞાન આત્મા વિના ન હોય, તેથી પરપદને જાણનારું મારું પદ છે. મારું જ્ઞાન (એ જ) હું છું, પરવિકાર પર છે. જ્યાંજ્યાં જાણપણું ત્યાં ત્યાં “હું” એવો દઢભાવ સમ્યકત્વ છે! તુ સુગમ છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96