________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ બીજી ( જ્ઞાનાવરણાદિ) દ્રવ્યકર્મગુફા, ત્રીજી (રાગદ્વેષાદિ) ભાવકર્મગુફા. પ્રથમ, નોકર્મગુફામાં પરિણતિ પેસી કે અમારો રાજા જેઉં. ત્યાં તેને કાંઈ ન દેખાયું, ચકરાવો થઈ રહ્યો ત્યારે (તે પરિણતિ) ફરવા લાગી. “ત્યારે શ્રીગુરુએ કહ્યું કે “તું. શું શોધે છે?” ત્યારે તે (પરિણતિ) કહેવા લાગી કે મારા રાજાને શોધું છું પણ તે ન જડયા.” ત્યારે શ્રીગુરુએ કહ્યું કે “તારો રાજા અહીં જ છે, (હવે અહીંથી) પાછો ફરતો નહિ. અહીંથી ત્રીજી ગુફા છે ત્યાં ( તારો રાજા) વસે છે. તેના (રાજાના) હાથની દોરી આ ગુફા સુધી આવી છે. તે આ દોરી તેના હાથની હલાવી હાલે છે. જો તે ન હોય તો દોરી પોતાની મેળે ન હાલે. માટે વિચારીને આ શક્તિ અથવા દોરીને અનુસરીને ચાલ્યો જા. કર્મમાં તેની ક્રિયા દેખ કે દોરીને કોણ હલાવે છે? દ્રવ્યકર્મગુફાની અંદર પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ એવા નામો તેના (રાજાના) નિમિત્તથી પડ્યાં છે તેની (રાજાની) પરિણતિ જેવી જેવી થઈ તેવી તેવી વર્ગણા બંધાણી, ત્યાં પણ તેની (રાજાની) બનેલી સત્તાથી દ્રવ્યકર્મનું નામ પડ્યું તથા તેના ભાવોના નિમિત્તથી પુદ્ગલ અનેકવિધ કર્મનાં નામ પામ્યાં. ભાવકર્મગુફામાં રાગદ્વેષ મોહના પ્રકાશમાં છુપાયેલું સ્વરૂપ રહે છે. તે પ્રકાશ તારા નાથનો, અશુદ્ધ સ્વાંગ છે. તેમાં તું ખોજ, ભય ન પામ, નિઃશંક જા, આ રાગદ્વેષમોહની દોરી સાથે જઈ ખોજ. (આ રાગદ્વેષમોહની દોરી) જે પ્રદેશથી ઊઠી તે જ તારો નાથ છે. દોરીને ન દેખ. જેના હાથમાં દોરી છે તેને વળગે તુરત મળશે. (તારો નાથ) નિજ જ્ઞાન મહિમાને છુપાવી બેઠો છે. (તેને) તું પિછાણ. આ ગુતજ્ઞાન થયું એટલે (તારા) નાથ છુપાયેલો રહેશે નહિ. (ત્યાં તું) ચેતનાપ્રકાશરૂપ ચિદાનંદ રાજાને પામી સુખ પામીશ. (આ તને મેં) નિજસુખનો ઉપાય કહ્યો. આ નિજ સુખ તો નિજ ઉપયોગમાં કહ્યું. (છતાં આ સુખ) દુર્લભ કેમ થઈ પડયું છે? તે કહેવામાં આવે છે.
આ પરિણામ ભૂમિકામાં મોહમદિરાને પીને અવિવેકમલ્લ ઉન્મત્ત થઈ વિવેકમલને જીતી જયથંભ રોપી જોરાવર બનીને ઊભો છે. તેથી પોતાની સુખનિધિનો વિકાસ કરવા દેતો નથી. વિવેકમલ્લનું જોર થતાં અવિવેક હણ્યો જાય. ત્યારે નિજનિધિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com