________________
૧૨
ભગવઈ-૧-૧/૨૧ છે તે પ્રમાણે કહેવો. આ સૂત્રથી શરૂ કરીને હે ભગવન્! અસુરકુમારોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે. હે ગૌતમ! તેઓની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સાગરોપમ કરતાં વધારે કાળની કહી છે. હે ભગવન્! અસુરકુમારો કેટલે કાળે શ્વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે? હે ગૌતમ ! તેઓ જઘન્ય સાત સ્તોકરૂપ કાળવડે ને ઉત્કૃષ્ટ એક પક્ષ કરતાં વધારે કાળ પછી શ્વાસ લે અને વિશ્વાસ મૂકે. હે ભગવન્! અસુરકુમારો આહારના અભિલાષી છે ? હા, તેઓ આહારના ઈચ્છુક છે. હે ભગવન્! અસુરકુમારોને કેટલે કાળે આહારનો અભિલાષ ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! અસુરકુમારનો આહાર બે પ્રકારનો છે, આભોગનિવર્તિત અને અનાભોગનિવર્તિત. તેમાં જે અનાભોગનિર્વતિત આહાર છે તેનો અભિલાષ તો તેઓને અવિરહિતપણે નિરંતર થયા કરે છે. અને તે ગૌતમ ! તેમાં જે આભોગનિવિર્તિત-જ્ઞાનપૂર્વક આહાર છે તેનો અભિલાષ તેઓને ઓછામાં ઓછો એક દિવસ પછી અને વધારેમાં વધારે હજાર વર્ષ કરતાં વધારે કાળ પછી થાય છે. હે ભગવન્! અસુરકુમારો કયા પદાર્થનો આહાર કરે? હે ગૌતમ ! તેઓ દ્રવ્યથી અનંત પ્રદેશવાળાં દ્રવ્યોનો આહાર કરે, ઇત્યાદિ બધું ક્ષેત્ર, કાળ અને ભાવસંબંધે પ્રજ્ઞાપનાના ગમવડે પૂર્વવતુ જાણી લેવું. બાકી બધું નૈરયિકોની પેઠે જાણવું. યાવતું - હે ભગવન્! તે અસુરકુમારોએ ખાધેલા પુદ્ગલો કેવે રૂપે વારંવાર પરિણામ પામે ? હે ગૌતમ! શ્રોત્રંદ્રિયપણે, સુરુપપણે, સુવર્ણપણે, ઈષ્ટપણે, ઈચ્છિતપણે, મનોહરપણે, ઊધવપણે, અધઃપણે નહીં, સુખપણે પણ દુઃખપણે નહીં, એવા રૂપે તે પુદ્ગલો વારંવાર પરિણામ પામે. હે ભગવન્! અસુરકુમારોએ પૂર્વે આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં ? હે ગૌતમ ! અસુરકુમારના અભિલાષ પૂર્વક એ બધું નૈરયિકોની પેઠે કહેવું યાવતુ-ચાલેલા કર્મને નિર્ભર છે. ભગવનું ! નાગકુમારોની સ્થિતિ કેટલા કાળસુધી કહી છે? હે ગૌતમ ! તેઓની સ્થિતિ ઓછામાં ઓછી દશહજાર વર્ષની અને વધારેમાં વધારે કાંઈક ઊણા બે પલ્યોપમની કહી છે. - હે ભગવન્! નાગકુમારો કેટલે કાળે શ્વાસ લે અને નિઃશ્વાસ મૂકે? હે ગૌતમ ! તેઓ જઘન્ય સાત સ્તોકે અને ઉત્કૃષ્ટ મુહૂર્તપૃથકત્વે બે મુહુર્તથી નવ મુહૂર્તની અંદરના કોઇ પણ કાળે શ્વાસ લે અને નિઃશ્વાસ મૂકે. હે ભગવન્! નાગકુમારો આહારના અર્થી છે? હે ગૌતમ ! હા, તેઓ આહારના અર્થી છે. હે ભગવન્! નાગકુમારોને કેટલો કાળ ગયા પછી આહારનો અભિલાષ ઉત્પન્ન થાય છે ? તેઓને બે પ્રકારનો આહાર કહ્યો છે. આભોગનિવિર્તિત અને અનાભોગનિવિતિત. તેમાં જે અનાભોગનવિર્તિત આહાર છે તેનો અભિલાષ નિરંતર થાય છે. તથા જે આભોગનિવર્તિત આહાર છે. તેનો અભિલાષ જઘન્ય એક દિવસ પછી અને ઉત્કૃષ્ટ દિવસપૃથકત્વ પછી થાય છે. બાકી બધું અસુરકુમારોની પેઠે જાણવું, વાવ-અચલિત કર્મને નિર્જરતા નથી, એ પ્રમાણે સુવર્ણકુમારોને પણ કહેવું તથા યાવતુ-ઑનિત કુમારોને માટે પણ જાણવું, હે ભગવનું ! પૃથિવીકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળ સુધી કહીછે ? હે ગૌતમ ! તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીસહજાર વર્ષની કહી છે. હે ભગવન્! પૃથિવીકાયિકો કેટલા કાળે શ્વાસ લે છે ? હે ગૌતમ! તેઓ વિમાત્રાએ - વિવિધકાળે શ્વાસ લે છે. હે ભગવનું ! પૃથિવીકાયિકો આહારાર્થી છે ? હા, તેઓ આહારાર્થી છે. હે ભગવન્ પૃથિવીકાયિકોને કેટલે કાળે આહારનો અભિલાષ થાય છે? હે ગૌતમ ! તેઓને નિરંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org