________________
૧૦
ભગવઇ - ૧/૫/૧/૮
વર્ણવાળા, ઉગ્રતપસ્વી, દીપ્તતપસ્વી, તપ્તતપસ્વી, મહાતપસ્વી, ઉદાર,ઘોર, ઘોરગુણવાળા, ઘોરતપવાળા. ઘોરબ્રહ્મચર્યમાં રહેવાના સ્વભાવવાળા, શરીરના સંસ્કારોને ત્યજના૨ શરીરમાં રહેતી હોવાથી સંક્ષિપ્ત અને દૂરગામી હોવાથી વિપુલ એવી તેજોલેશ્યાવાળા, ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનને પ્રાપ્ત અને સર્વક્ષિ૨સંનિપાતી છે.
[૯]ત્યારપછી જાતશ્રદ્ધ, જાતસંશય, જાતકુતૂહલ, ઉત્પન્ન- શ્રદ્ધ, ઉત્પન્નસંશય, ઉત્પન્નકુતૂહલ, સંજાતશ્રદ્ધ, સંજાતસંશય, સંજાતકુતૂહલ, સમુત્પન્નશ્રદ્ધ સમુત્પન્નર્સશય અને સમુત્પન્નકુતૂહલ તે ભગવાન ગૌતમ ઉત્થાનવડે ઉભા થાય છે; ઉભા થઇને જે તરફ શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવે છે; શ્રમણ ભગવંત મહાવી૨ને ત્રણવાર પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરી વાંદે છે, નમે છે, બહુ નિકટ નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે ભગવંતની સામે વિનયવડે લલાટે હાથ જોડી ભગવંતના વચનને શ્રવણ કરવાની ઇચ્છાવાળા ભગવંતને નમતા અને પર્યાપાસતા આ પ્રમાણે બોલ્યા ઃ- હે ભગવન ! જે ચાલતું હોય તે ‘ચાલ્યું’ ? તેમજ જે ઉદીરાતું હોય તે ‘ઉદીરાયું’ વેદાતું હોય તે ‘વેદાયું’ પડતું હોય તે “પડ્યું” છેદાતું હોય તે ‘છેદાયું’ ભેદાતું હોય તે ‘ભેદાયું’ બળતું હોય તે ‘બળ્યું મરતું હોય તે “મર્યું” અને નિર્જરાતું હોય તે ‘નિર્જરાયું' (એ પ્રમાણે કહેવાય ?) હા ગૌતમ ! ચાલતું હોય તે ‘ચાલ્યું’ યાવત્ નિર્જરાતું ‘નિર્જરાયું”, એ પ્રમાણે કહેવાય.
[૧૦] હે ભગવન ! આ નવ પદો શું એક અર્થવાળાં, નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળાં છે ! કે નાના અર્થવાળા, નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળા છે ? હે ગૌતમ ! ચાલતું ચાલ્યું, ઉદીરાતું ઉદીરાયું, વેદાતું વેદાયું, પ્રક્ષીણ થતું પ્રક્ષીણ થયું, આ ચાર પદો ઉત્પન્ન પક્ષની અપેક્ષાએ એક અર્થવાળાં નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળાં છે. તથા છેદાતું છેદાયું-ભેદાતું, ભેદાયું-દહાતું દહાયું, મરતું-મર્યું, નિર્જરાતુંનિર્જરાયું, આ પાંચ પદો વિગતપક્ષની અપેક્ષાએ નાના અર્થવાળાં, નાના ઘોષવાળાં અને નાના વ્યંજનવાળાં છે.
[૧૧] હે ભગવન્ ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી દશ હજાર વર્ષની સ્થિતિ કહી છે, ઉત્કૃષ્ટતાથી તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્ ! નૈયિકો કેટલા કાળે શ્વાસ લે છે ? અને કેટલે કાળે શ્વાસ મૂકે છે ? હે - ગૌતમ ! (પન્નણામાં) ઉચ્છ્વાસ પદમાં કહ્યું છે તેમ જાણવું. હે ભગવન્ ! નૈરિયકો આહારાર્થી છે ? હે ગૌતમ ! જેમ પન્નવણાના આહારપદના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે, તેમ જાણી લેવું.
[૧૨] નૈરયિકોની સ્થિતિ ઉચ્છ્વાસ, આહાર વિષયક કહેવું, શું તેઓ આહાર કરે ? સર્વ આત્મ પ્રદેશે આહાર કરે ? કેટલામો ભાગ આાર કરે ? અને આહારક દ્રવ્યોને કેવા વારંવાર પરિણમાવે ?
[૧૩] હે ભગવન્ ! નૈયિકોએ પૂર્વે આહારેલા પુદ્ગલો પરિણામને પામ્યાં ? આહરેલા તથા આહરાતા પુદ્ગલો પરિણામને પામ્યાં ? જે પુદ્ગલો અનાહારિત-નહીં આહરેલા છે તે તથા આહરાશે તે પરિણામને પામ્યાં ? કે જે પુદ્ગલો નહીં આહરેલા છે તે તથા નહીં આહારાશે તે પરિણામને પામ્યાં ? હે ગૌતમ ! નૈયિકોએ પૂર્વે આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં, આહરેલા પુદ્ગલો પરિણામને પામ્યાં અને આહારાતાં પુદ્ગલો પરિણામને પામે છે. નહીં આહરેલા પુદ્દગલો પરિણામને પામ્યાં નથી અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org