Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ]િ श्री यतीन्द्र श्रमण ज्ञान भण्डार • શ્રી મોહન વે તીર્થ नमो नमो निम्मल देसणस्स (जि.) धार मध्यप्रदेश પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ભગવાઈ પાંચમું અંગસૂત્ર-ગુર્જરછાયા SSSSSSSSSS ( શતક-૧) - ઉદ્દેશો -૧ - [૧] અહંતને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ, આચાર્યોને નમસ્કાર થાઓ, ઉપાધ્યાયને નમસ્કાર થાઓ અને સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. [૨] બ્રાહ્મી લિપિને નમસ્કાર થાઓ. [૩] રાજગૃહ નગરમાં ભગવંત મહાવીરે આ શતકમાં દશ ઉદ્દેસા કહ્યા-તે આ રીતે-ચલન દુઃખ, કાંક્ષાપ્રદોષ, પ્રકૃતિ, પૃથિવિ, યાવન્ત, નૈરયિક, બાળ, ગુરુક, ચલનો. [૪] શ્રતને નમસ્કાર હો. [૫] તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. વર્ણક, તે રાજગૃહ નગરની બહાર ઉત્તર અને પૂર્વ દિભાગમાં ઈશાન કોણમાં ગુણસિલ નામનું ચૈત્ય હતું, શ્રેણિક રાજા અને ચલ્લણાદેવી રાણી હતાં. [૬] તે કાળે, તે સમયે શ્રમણ ભગવનું મહાવીર આદિકર, તીર્થંકર, સ્વયં તત્ત્વના જ્ઞાતા, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષોમાં ઉત્તમ કમલ, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તી, લોકોતમ, લોકનાથ, લોકમાં પ્રદીપ, લોકમાં પ્રદ્યોત કરનારા, અભય દેનાર, ચક્ષુ દેનાર, માર્ગને દેનાર, શરણદેનાર, ધર્મને દેનાર, ધમદશક ધર્મરૂપરથના સારથી, ધર્મને વિષે ઉત્તમ ચતુરંગ ચક્રવર્તી, અપ્રતિહત જ્ઞાનના અને દર્શનના ધારણ કરનાર, છા, શઠતારહિત રાગદ્વેષના જીતનાર, સકલ તત્ત્વના ભણનાર, બુદ્ધતત્ત્વોના જાણનાર, મુક્ત, મોચક-મુકાવનાર, સર્વજ્ઞ સર્વદર્શી, એવા શ્રમણ ભગવાન મહાવીર શિવ, સર્વબાધા રહિત, અચલ, રોગરહિત, અનંતપદાર્થ વિષયક જ્ઞાન-સ્વરૂપ, અક્ષય, વ્યાબાધરહિત, પુનરાવૃત્તિરહિત, સિદ્ધગતિ’ સ્થાન સંપ્રાપ્તીની ઇચ્છાવાળા યાવતુ સમવસરણ સુધી વર્ણન જાણવું. [૭] સભા નીકળી, ધર્મ કહ્યો, સભા પાછી ગઈ. [૮] તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ઉભડક રહેલા, નીચે નમેલ મુખવાળા અને ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ તેમના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અનગાર સાધુ સંયમવડે અને તપવડે આત્માને ભાવતા વિરહે છે. જે ગૌતમ ગોત્રવાળા વજરૂષભનારાચસંઘયણી, સોનાની રેખા સમાન અને પદ્મ કેસરો સમાન ધવલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 532