________________
શતક-૧, ઉદેસો-૧ પુદ્ગલો આહરશે તે પરિણામને પામશે. તથા નહીં આહરેલા યુગલો પરિણામને પામ્યાં નથી. અને જે પુગલો નહીં આહરાશે તે પરિણામને પામશે નહીં
[૧૪] હે ભગવન્! નૈરયિકોએ પૂર્વે આહરેલા પુદ્ગલો ચયને પામ્યાં? હે ગૌતમ ! જેવી રીતે પરિણામને પામ્યાં એ પ્રમાણે ઉપચયને પામ્યાં. ઉદીરણાને પામાયાં. વેદનને પામ્યાં તથા નિર્જરાને પામ્યાં.
[૧૫] પરિણત ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત, અને નિર્જિણ એ એક એક પદમાં ચાર પ્રકારનાં પુદ્ગલો અર્થાતુ પ્રશ્ન અને ઉત્તરો થાય છે.
[૧૬] હે ભગવન્! નૈરયિકો કેટલા પુદ્ગલ ભેદે છે? હે ગૌતમ કર્મવર્ગણાને આશ્રીને બે પ્રકારના મુદ્દગલો ભેદાય - સૂક્ષ્મ અને બાદર. હે ભગવનું નૈરયિકો કેટલા પ્રકારના પુદ્ગલકોનો ચય કરે ? હે ગૌતમ ! આહાર દ્રવ્ય-વર્ગણાનો અપેક્ષા એ બે પ્રકારના પગલોનો ચય કરે છે. સૂક્ષ્મ અને બાદર. એ પ્રમાણે ઉપચયમાં પણ જાણવું. હે ભગવનું ! નૈરયિકો કેટલા પ્રકારના પુલોની ઉદીરણા કરે કમંદ્રવ્ય વર્ગણાની અપેક્ષાએ બે પ્રકારના પુદ્ગલોની ઉદીરણા કરે - સૂક્ષ્મ અને બાદર બાકીના પદો આ પ્રમાણે કહે છે. વેદે છે, નિર્ભર છે, અપવર્તન પામ્યા છે, અપવર્તન પામે છે, અપવર્તન પામશે. સંક્રામાવ્યા છે, સંક્રમાવે છે, સંક્રમાવશે. નિધત્ત થયા છે- થાય છે અને થશે, નિકાચિત્ત થયા થાય છે અને થશે આ સર્વ પદમાં કમંદ્રવ્ય વગણાનો અધિકાર કહીને (સૂક્ષ્મ તથા બાદર) પગલો કહેવા
[૧૭] ભેદાયા, ચય પામ્યા, ઉપચય પામ્યા, ઉદીરાયા, વેદાયા, નિર્જરાયા, સંક્રમણ, નિધત્ત અને નિકાચના (આ પાછલા ચાર પદોમાં) ત્રણ પ્રકારનો કાળ કહેવો.
[૧૮] હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલોને તેજસ કામણ પણે ગ્રહણ કરે છે તેને અતીતકાળમાં ગ્રહણ કરે છે? વર્તમાન કાળમાં ગ્રહણ કરે છે કે ભાવિ કાળમાં ગ્રહણ કરે છે? હે ગૌતમ તે અતીત કે ભાવિ કાળમાં ગ્રહણ કરતા નથી પણ વર્તમાન કાળમાં ગ્રહણ કરે છે. હે ભગવનું ! નૈરયિકો તૈજસ કાર્મણપણા વડે ગ્રહણ કરેલા જે પુદ્ગલોની ઉદીરણા કરે તે અતીતકાળ સમયનાં (કે) વર્તમાનકાળ સમયના (ક) ભાવિકાળ સમયના પગલોની ઉદીરણા કરે છે ? હે ગૌતમ અતીતકાળ સમયના પગલોની ઉદીરણા કરે છે. વર્તમાન કે આગામી કાળ સમયના પુલોની ઉદીરણા કરતો નથી. એ પ્રમાણે વેદે છે. નિજર છે.
[૧૯] હે ભગવન્! નૈરયિકો જીવપ્રદેશથી ચલિઝમને બાંધે છે કે અચલિત કમને બાંધે છે ? હે ગૌતમ તેઓ ચલિત કમને બાંધતા નથી પણ અચલિત કમને બાંધે છે. એ પ્રમાણે... ઉદીર છે, વેદન કરે છે, અપવર્તન કરે છે, સંક્રમણ કરે છે, નિધત કરે છે, નિકાચિત કરે છે. આ સર્વે પદોમાં અચલિત કમને યોજવું પણ ચલિત કર્મને યોજવું નહીં. હે ભગવન્! શું નૈરયિકો જીવપ્રદેશથી ચલિત કર્મને નિજર છે કે અચલિત કમને નિજર છે? હે ગૌતમ ! ચલિત કર્મોની નિરા કરે છે પણ અચલિત કર્મોની નિર્જરા કરતા નથી.
૨૦] બંધ, ઉદય, વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત્તન, અને નિકાચનને વિશે અચલિત કર્મ હોય અને નિર્જરાને વિશે તો જીવથી ચાલેલું કર્મ હોય.
- ૨િ૧] એવીરીતે સ્થિતિ અને આહાર કહેવા સ્થિતિ-જેવી રીતે સ્થિતિપદમાં કહી છે, તેવી રીતે કહેવી, સર્વજીવનો આહાર પણ પન્નવણાના આહારપદના પ્રથમ ઉદ્દેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org