Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ કથિત રીતના મતને જ પ્રમાણ રૂપ માને છે, તથા સભ્યન્તર અને સર્વ બાહ્યમંડળના સંચરણ કમથી દિવસ રાત્રીનું પ્રમાણ પણ પહેલાં પ્રતિપાદન કરેલ રીતે જ તેઓ પ્રતિ પાદન કરે છે, જે આ રીતના બીજા પરમતવાદીના ડિડિમષને સાંભળીને ( પુળ પવનારંg) કેઈ એક ત્રીજો અન્ય મતવાદી બીજા મતાવલમ્બીના અભિપ્રાયને સાંભળીને આ નીચે જણાવવામાં આવનારા પ્રકારથી પિતાના મતના સિદ્ધાંતને પ્રગટ કરતે થકે કહેવા લાગ્યો. તે પિતાને મત આ પ્રમાણે કહે છે
(ता एगं जोयणसहस्सं एगं च पणतीसं जोयणसयं दीपं वा समुदं वा ओगाहित्ता सूरिए વારં વર) એક હજાર એકસે પાંત્રીસ યોજન વાળા દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. આ ત્રીજા પરતીથિકના કહેવાને ભાવ એ છે કે તમે તમારા મતને જ પ્રમાણ રૂપ શી રીતે કહે છે? મારા સિદ્ધાંતનો અભિપ્રાય પણ સાંભળે. બન્ને સૂર્યોનું વાસ્તવિક અંતરતો એક હજાર એકસે પાંત્રીસ યોજન એટલે કે ૧૧૩૫ અગીયારસે પાત્રસજન સુધીનું અંતર કરીને દ્વીપ સમુદ્રોમાં વ્યાપ્ત થઈને ગતિ કરે છે. અહીંયાં જ્યારે સભ્યન્તર મંડળનું ઉપક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત એટલે કે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તને દિવસ થાય છે અને જઘન્ય એટલે કે એકદમ નાની બાર મુહૂર્તની રાત હોય છે. ( વમrઉંમ) ત્રીજે પરમતવાદી આ પૂર્વોક્ત પ્રકારથી પોતાનો સિદ્ધાંત કહે છે. ૩
ત્રીજા મતવાદી અન્યતીથિકના અભિપ્રાયને સાંભળીને ( પુળ મા) બીજો કેઈ એક ચોથે અન્ય મતાવલમ્બી નીચે જણાવેલ પ્રકારથી પિતાના મતને પ્રગટ કરતાં કહેવા લાગ્યો (ત્તા રીર્ઘ સમુદં વા સિત્તા સૂરણ ના ) અર્ધા દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, ચોથા મતવાદીના કહેવાનો ભાવ એ છે કે-મારા મતના અભિપ્રાયને સાંભળે ત્યારે સૂર્ય સર્વાભ્યન્તરમંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે અધ જંબુદ્વીપનું અવગાહન કરે છે. તે સમયે પરમ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત થયેલ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧