Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાર મુહૂર્તની રાત્રી હોય છે, આ કથનથી એ સિદ્ધ થાય છે કે સૂર્યના સભ્યન્તર મંડળના સંચરણના સમયમાં જંબૂદ્વીપમાં દિનમાન ઉત્કૃષ્ટ અર્થાત્ વધારે હોય છે. તથા રાત્રીમાન અત્યંત નાનું હોય છે.
(ताओ जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चार चरइ तया णं लवणसमुई giાં કોથળથતi gir ર તેરીતે ગોળથે મોrmહિત્તા વ ૩) ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે લવણસમુદ્રને અગીયારસો તેત્રીસ
જનનું અવગાહન કરીને ગતિ કરે છે. અર્થાત્ જંબૂદ્વીપના પરિભ્રમણ કાળમાં જ્યારે સૂર્ય એક ચોર્યાશી મંડળમાં ભ્રમણ કરતે કરતે જ્યારે સર્વબાહ્યમંડળ અર્થાત્ મકરાન્ત વૃત્તનું ઉપક્રમણ કરીને એટલે કે ત્યાં જઈને મકરાતા મંડળને પ્રાપ્ત કરીને જ્યારે ગતિ કરે છે. અર્થાત્ એ મંડળમાં સંચણ કરેતો દૃષ્ટિગોચર થાય છે. ત્યારે લવણસમુદ્ર ૧૧૩૩ અગીયારસે તેત્રીસ જન પરિમાણવાળા ક્ષેત્રની અવગાહન કરીને અર્થાત્ મથિત કરીને ગતિ કરે છે. એટલે કે એવી રીતે સંચરણ કરતે દેખાય છે. આ પ્રથમ વાદીના કથનને ભાવ છે.
(तया णं उत्तमकटुपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ जहण्णिए दुबालसमुहुत्ते વિણે મવ૬) ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તને દિવસ હોય છે. અર્થાત્ સર્વબાહ્યમંડળના ભ્રમણ સમયે નિશ્ચિત પણથી ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત એટલે કે મકરાદિ મંડળમાં હોય ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટા એટલે કે સર અઢાર મુહૂર્ત પ્રમાણ વાળી છત્રીસ ઘડિથી યુક્ત રાત્રી હેય છે, એટલે કે રાત્રીમાન છત્રીસ ઘડીનું હોય છે. તથા જઘન્ય સૌથી નાને ૨૪ વીસ ઘડિ પ્રમાણવાળે બાર મુહૂર્તનો દિવસ હોય છે. આ કથનથી એ સિદ્ધ થાય છે કેપરમેહૂર દિનમાન અને પરમેષ્ટ રાત્રીમાન છત્રીસ ઘડી પ્રમાણવાળું હોય છે, તથા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
પ૦