Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે છે, એ મધ્યાહ્નકાળમાં સૂર્ય મંદગતિવાળે હવાથી ચાર ચાર હજાર જન ૪૦૦૦ એક એક મુહૂર્તમાં પ્રતિમુહૂર્ત ગતિથી જાય છે.
આ કથનને સ્પષ્ટતાથી સમજવા માટે પ્રશ્ન કરતાં શિષ્ય એવા ગૌતમસ્વામી કહે છે કે-(તરથ જોકત્તિ ઘણm) હે ભગવન આ પ્રમાણેની વસ્તુતત્વની વ્યવસ્થા થવામાં શું કારણ છે? શું ઉપપત્તિ છે? તે આપ કહે આ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કરવાથી તેના પ્રત્યુત્તર નિમિત્તે ભગવાન કહે છે–તા કયા f iીરે તીરે વાવ #િળે) આ જંબૂદ્વીપ નામને દ્વીપ યાવત્ પરિક્ષેપથી કહેલ છે. કહેવાનો ભાવ એ છે કે-વિનયવાન અને શાસ્ત્રજજ્ઞાસામાં આસક્ત સુબુદ્ધિમાન્ સશિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન કહે છે કે–તમે સાવધાન થઈને સાંભળે આ સમીપમાં દેખાતે જંબૂઢીપ નામને દ્વીપ છે. આ બધા જ દ્વીપ અને સમુદ્રોની પરિધિરૂપ છે. જે બૂદ્વીપ સંબંધી બાકીનું કથન ઔપ પાતિક સૂત્રમાંથી સમજી લેવું.
(ता जया णं सूरिए सव्वभंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं दिवसराई तहेव તરિસ વિસંત નત્તિ નો સારૂં તાવ goo) જ્યારે સૂર્ય સવભ્યન્તરમંડમાં જઈને ગતિ કરે છે ત્યારે રાત્રિનું પ્રમાણ એ જ પ્રમાણે થાય છે, એ દિવસમાં ૯૧ એકાણુ હજાર એજનનું તાપક્ષેત્ર અર્થાત્ પ્રકાશક્ષેત્ર કહેલ છે. અર્થાત્ એ જંબુદ્વીપમાં જ્યારે સદાવસ્થાથી પ્રકાશપૂર્ણ તૈજસ ગ્રહ વિશેષ સૂર્ય એક રાશી મંડળમાં ભ્રમણ કરીને જ્યારે સત્યંતરમંડળમાં ઉપસક્રમણ કરીને અર્થાત્ એ મંડળને પ્રાપ્ત કરીને એ મંડળમાં પરિભ્રમણ કરે છે ત્યારે રાત દિવસનું પ્રમાણ પહેલા કહ્યા પ્રમાણેનું જ છે. અર્થાત્ ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહુર્ત પ્રમાણવાળા દિવસમાં ૯૧૦૦૦ એકાણું હજાર જન પ્રમાણુવાળું સૂર્યનું તાપક્ષેત્ર કહેલ છે. તે પ્રમાણ આ રીતે થાય છે–ઉદયકાળના સમયમાં અને અસ્તકાળના સમયમાં છે, છ હજાર જન સુધી સૂર્ય ગમન કરે છે. એ બેઉ સમયના જનોને મેળવવાથી ૧૨૦૦૦ બાર હજાર જન થઈ જાય છે, એક મુહૂર્તમાં જવાના સર્વાત્યંતરમંડળના તાપક્ષેત્રને છોડીને બાકીના મધ્યના તાપક્ષેત્રમાં કે જે પંદર મુહૂર્ત પ્રમાણુવાળું છે. ત્યાં સૂર્ય એક મુહૂર્તમાં પાંચ પાંચ હજાર
જન ગમન કરે છે, એ પાંચ હજાર યોજનાને પંદરથી ગુણવાથી પંચોતેર હજાર એજન થાય છે. જેમ કે-પ૦૦૦+૧૫=૭૫૦૦૦ સર્વાયંતરના એક મુહૂર્તમાં ચાર ચાર હજાર ચેાજનના તાપક્ષેત્રના પ્રમાણથી ૪૦૦૦ ચાર હજાર જન થઈ જાય છે, આ બધાને મેળવવાથી ૧૨૦૦૦+૭૫૦૦ ૦૪૪૦૦૦=૯૧૦૦૦ અકાણુ હજાર જન થઈ જાય, બીજી રીતે તે ઘટિત થતું નથી. આ તમામ ગણિત પ્રક્રિયાથી જ ગમ્ય છે.
(ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं राईदियं तहेव
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૨૩