Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નહીં. શેનિક શુદ્ધ થાય ત્યારે જે શેષ રહે તે નક્ષત્ર પૂર્ણિમા યુક્ત થાય છે. એ નક્ષ ત્રમાં ચંદ્રમાં નિર્મળ પૂર્ણિમાને પરિપૂર્ણ કરે છે, આ પૂર્ણિમા સંબંધી ચંદ્ર ગના જ્ઞાન સંબંધની બે કરણ ગાથાને સ્પષ્ટાર્થ છે, અર્થાત્ બારમી અને તેરમી ગાથાનો અર્થ કહ્યો છે. ૧૨-૧૩
હવે આની ભાવના બતાવવામાં આવે છે.–કઈ પૂછે છે કે યુગની આદિમાં પહેલી જે શ્રાવિષ્ઠી પૂર્ણિમા છે એ કયા ચંદ્ર નક્ષત્રમાં સમાપ્ત થાય છે. ઉત્તરમાં કહે છે કેછાસઠ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસડિયા પાંચ ભાગ અને બાસઠિયા એક ભાગને સડસઠિયા એક ભાગ આ રીતે અવધાર્થ રાશી કરવી પહેલી પુનમના સંબંધમાં પ્રશ્ન કરવાથી એકથી ગુણાકાર કરે એકથી ગુણવાથી એજ રહે છે. તે પછી અભિજીત્ નક્ષત્ર ના નવ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા વીસ ભાગ તથા એક બાસડિયા ભાગના સડસઠિયા છાસઠ ભાગ રૂપ અવધારિત રાશી થાય છે. તેનું પરિમાણ શોધનીય પ્રકારથી ધિત કરવું તેથી છાસઠના નવ મુહૂર્ત શુદ્ધ રહે છે, અને સતાવન શેષ રહે તેમાંથી એક મુહૂર્તને લઈને તેના બાસઠ ભાગ કરવા એ બાસઠ પણ ભાગશિમાં પાંચ રૂપે પ્રક્ષિપ્ત કરવા એટલે કે ઉમેરવા જે સડસઠિયા બાસઠ ભાગ થાય છે. તેમાં ચોવીસ શુદ્ધ હોય છે. અને તેંતાલીસ વધે છે, તેમાંથી એક લઈને સડસઠ ભાગ કરવા તે તે સડસઠ ભાગ પણ સડસડિયા એક ભાગમાં ઉમેરવા તે અડસઠ થાય છે. તેમાં છાસઠ શુદ્ધ હોય છે અને સડસઠિયા બે ભાગ રહે છે. ત્રીસ મુહૂર્તથી શ્રવણનક્ષત્ર શુદ્ધ થાય છે. તથા છવ્વીસ મુહૂર્ત રહી જાય છે, આ રીતે ધનિષ્ઠા નક્ષત્રના ત્રીસ મુહૂર્તના એક મુહૂર્તના બાસડિયા ઓગણીસ ભાગોમાં તથા એક બાસઠિયા ભાગના સડસઠિયા પાંચ ભાગ શેષ રહેવાથી પહેલી શ્રાવિષ્ઠી પૂર્ણિમા સમાપ્ત થાય છે.
જ્યારે બીજી શાવિષ્ઠિ પૂર્ણિમાને વિચાર કરવામાં આવે તે જ્યારે તે યુગની આદિથી આરંભ કરીને તેરમી ધ્રુવરાશી થાય છે. ૬૬// તેરથી ગુણાકાર કરે તે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૯૫