Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બપfમંઢાણ સમજુસંજિળી છાયાણ સૂરિજી અનુપરિચયુ) આ વિચાર્યમાન અષાઢ માસમાં વૃત્તાકાર સમચતુરસ ચોધ પરિમંડળ અર્થાત્ વટવૃક્ષની ઘનાકાર છાયાની સરખી મંડલાકાર રહેલ વસ્તુ પ્રકાશિકા છાયાથી સૂર્ય પ્રતિ દિવસ પરાવર્તિત થાય છે. કહેવાને હેતુ એ છે કે અષાઢમાસમાં પહેલી અહેરાત્રીથી આરંભ કરીને દરરોજ બીજા બીજા મંડળની સંક્રાન્તિથી ગમે તે પ્રકારથી સૂર્ય, પાછું વળે છે. એ અષાઢમાસના અન્તિમ દિવસમાં દ્વિપાદથી અધિક પૌરૂષી હોય છે. આનેજ સ્પષ્ટ કરતાં કહે છે. (તરણ it માણસ ઘરમે સુંદરું તો જયારું રિસી માર) વિચાર્યમાન અષાઢમાસના અતિમ દિવસમાં રેખાસ્થિ એટલે કે પાદપ્રમાણુની સીમાને રેખા કહે છે. ત્યાંથી આરંભ કરીને બેપાદ પ્રમાણની પૌરૂષી થાય છે. એટલે કે અષાઢ માસના છેલ્લા દિવસમાં બે પાદ પ્રમાણની પૌરૂષી છાયા થાય છે. કહેવાને ભાવ એ છે કે- આ છાયા દર મહિને ચાર આગળ વધે છે. અને એ રીતે પોષ માસ પર્યન્ત વધતી રહે છે. તે પછી પ્રતિમાસ ચાર આંગળ ઘટે છે. આ હાની અર્થાત્ ઘટ અષાઢ માસ પર્યન્ત થાય છે. તેથી અષાઢ માસના અંતમાં દ્વિપદા પૌરૂષી થાય છે. આ રિપીનું પ્રમાણ સ્થળ દષ્ટિથી વ્યવહારથી કહેલ છે. નિશ્ચયથીતે સાડી ત્રીસ અહેરાત્રીમાં ચાર આંગળની વૃદ્ધિ અને હાની થાય છે. તેમ સમજવું. તથા નિશ્ચયનયનામત પ્રમાણે પૌરૂષીના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે પૂર્વાચા એ (Tea૫UTTળે રિ િસાિ) વિગેરે પ્રકારથી આઠ ગાથાઓ કહેલ છે. જે સંસ્કૃત ટીકામાં સંપૂર્ણ પણાથી ઉદ્ધત કરેલ છે. તેને ભાવાર્થ અહીંયાં કહેવામાં આવે છે જે આ પ્રમાણે છે. યુગમાં જે પર્વનું જે તિથિમાં પૌરૂષીનું પરિમાણ જાણવું હોય તે પહેલાં યુગના આદિથી આરંભ કરીને જેટલા પર્વ વીતી ગયા હોય તેને લઈને પંદરથી ગુણવા એ રીતે ગુણીને વિવક્ષિત તિથિની પહેલાં જેટલી તિથી વીતેલ હોય એ તિથિને ઉમેરવી એ રીતે જોડીને એક છયાસીથી ભાગાકાર કરે તે આ રીતે એક અયનમાં એકસો છયાશી મંડળ પરિમાણમાં ચંદ્ર નિષ્પાદિત તિથિ એકસો છયાસી થાય છે. તેને ભાગાકાર કરવાથી જે ભાગ આવે તે પૌરૂષી પ્રમાણ સમજવું. તેમાં લખ્ય જે વિષમ અંકમાં હોય જેમકે-એક, ત્રણ, પાંચ, સાત, નવ, તે તેની સમીપસ્થ દક્ષિણાય ના સમજવું જે લબ્ધ સમ અંકમાં હોય જેમકે બે ચાર છ આઠ દસ તે તેના અંતમાં ઉત્તરાયણ સમજવું. આ પ્રમાણે દક્ષિણાયન અને ઉત્તરાયણ જાણવાને ઉપાય કહેલ છે.
હવે એકસો છાસીથી ભાગ કરવાથી જે શેષ વધે છે અથવા ભાગ ન ચાલવાથી જે શેષ રહે તેની વિધિ બતાવવામાં આવે છે. () ઈત્યાદિ જે ભાગ કરવાથી અથવા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૫૫