Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. અર્થાત્ સર્વાત્યંતરમંડળમાં સૂર્યનું તાપક્ષેત્ર દક્ષિણ ઉત્તર દિશામાં લંબાઈવાળું મેરૂથી લઈને લવણસમુદ્રના ષષ્ઠાંશ એટલે કે છઠ્ઠા ભાગ સુધી વધે છે, અન્ય ગ્રન્થમાં કહ્યું પણ છે
मेरुस मज्झभागा जावय लवणस्स रुंदच्छभागा ।
तावायामो एसो सगइद्धी संठिओ नियमा ॥१॥ અહીંયાં મેરૂથી આરંભ કરીને જંબુદ્વીપ સુધી યાવત્ પિસ્તાલીસ હજાર થાય છે. લવણસમુદ્રને વિસ્તાર બે લાખ યોજનાને છે, તેનો છો ભાગ ૩૩૩૩૩ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ યોજના અને એક એજનના એક દ્વિતીયાંશ ભાગ જેટલું થાય છે, અહીંયાં ગણિત આ પ્રમાણે છે, ૨૦૦૦૦૦૬=૩૩૩૩૩ ૩ તથા ૪પ૦૦૦૬=૩૫૦૦ ૩૩૩૩૩ -૩=૯૯૯૯+૧=
૧૦૦૦ આ રીતે યક્ત પ્રમાણુ થઈ જાય છે, પછી આ બન્નેને મેળવવાથી ૭૫૦૦૪૧ "કુ૦૦૦=૨૫૦૦+ •;••=૧૨ ૨y •=૪૦૮૩૩ ચાલીસ હજાર આઠસે તેત્રીસ જન તથા એક એજનના એક તૃતીયાંશ ભાગ થાય છે, અહીંયાં સર્વાવ્યંતરમંડળમાં વર્તમાન સૂર્યની ગ્લેશ્યા અંદરની તરફ પ્રવેશ કરતી મેરુથી પ્રતિરૂદ્ધ થાય છે અર્થાત્ શેકાઈ જાય છે. જે રૂકાવટ ન હોય તે મેરૂની મધ્ય બધા ભાગોને અવધિરૂપ કરીને આયામથી જંબુદ્વીપના પચાસ હજાર જન પ્રદેશને પ્રકાશવાળ કરે તેથી આ રીતે જંબૂદ્વીપને પચાસ હજાર જન પ્રકાશિત કરવાની સંભાવના કરીને સર્વાયંતરમંડળમાં પણ વર્તમાન સૂર્યના તાપક્ષેત્રના આયામનું પ્રમાણ વ્યાશી હજાર ત્રણસે તેત્રીસ ૮૩૩૩૩ એજન તથા એક એજનના એક તૃતીયાંશ ભાગ થાય છે, આ પ્રમાણે શ્રીપાદ સૂરિએ તિષ્કરંડ નામના ગ્રન્થની મૂલ ટીકામાં કહ્યું છે, તાપેક્ષેત્ર આયામના પરિમાણુની સંભાવનાથી યુક્ત છે, અથવા જંબૂદ્વીપની મધ્યમાં તાપક્ષેત્રનું પિસ્તાલીસ હજાર માત્ર પરિમાણ મળવાથી જેમ સૂર્ય બહાર નીકળે છે એજ પ્રમાણે તેનાથી પ્રતિબદ્ધ તાપક્ષેત્ર પણ બહાર નીકળે છે, તે પછી જ્યારે સૂર્ય સર્વબાહામંડળમાં જઈને ગતિ કરે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૮૧