Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જબૂદ્વીપ નામના દ્વીપમાં બને સૂર્ય મંડળ પરિભ્રમણના ક્રમથી યથાયોગ્ય બ્રમણ કરતા કરતા મેરૂની ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખુણામાં ઉદિત થાય છે. અને ત્યાં દય પામીને પૂર્વ અને દક્ષિણદિશામાં એટલે કે અગ્નિખૂણામાં આવતા દષ્ટિગોચર થાય છે, અહીંયાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી પૂર્વ દક્ષિણ દિશામાં ઉદય પામીને દક્ષિણ પશ્ચિમદિશામાં અર્થાત્ નૈવત્યકેણમાં આવે છે. અહીંયાં પણ દક્ષિણ પશ્ચિમદિશામાં એટલે કે નૈઋત્યકોણમાં અપર વિદેહ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થઈને પશ્ચિમ ઉત્તરદિશામાં એટલે કે વાયવ્ય દિશામાં આવે છે, અહીયાં પણ અર્થાત વાયવ્ય દિશામાં પણ અરવતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થઈને ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખુણામાં આ છે. એ જ પ્રમાણે પશ્ચિમ ઉત્તર દિશા અર્થાત્ વાયવ્ય દિશામાં ઉદિત થઈને ઉત્તર પૂર્વ એટલે કે ઈશાનકેણમાં આવે છે.
આ પ્રમાણે સામાન્ય પ્રકારથી બન્ને સૂર્યને ઉદય પ્રકાર કહ્યો છે. વિશેષતઃ કથન આ પ્રમાણે છે.-જ્યારે એક સૂર્ય પૂર્વદક્ષિણ દિશા એટલે કે આગ્નેયકોણમાં ઉદિત થાય છે, ત્યારે બીજે સૂર્ય પશ્ચિમ અને ઉત્તર દિશામાં ઉદિત થાય છે. તથા દક્ષિણપૂર્વમાં ઉદિત થયેલ સૂર્ય ભરતાદિ ક્ષેત્રને કે જે મેરૂની દક્ષિણ દિશામાં રહેલ છે, તેને પોતાની મંડળ ગતિના પરિભ્રમણથી પરિભ્રમણ કરીને મેરૂની ઉત્તર દિશામાં રહેલા અરવતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન સૂર્ય દક્ષિણ પશ્ચિમ દિશામાં આવીને અપરવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી ઉદય પ્રાપ્ત કરે છે. તથા એરવતક્ષેત્રમાં રહેલ સૂર્ય ફરિથી ઉત્તરપૂર્વ દિશામાં આવે છે, તથા પૂર્વવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી ઉદિત થાય છે. તે પછી દક્ષિણ પશ્ચિમ દિશામાં ઉદિત થઈને મંડળ પરિભ્રમણ ગતિથી તેની ઉપરના પ્રદેશમાં પરિભ્રમણ કરીને અપરવિદેહક્ષેત્રને પ્રકાશિત કરે છે. તથા ઉત્તરપૂર્વમાં ઉદિત થતે સૂર્ય તેની ઉપરના પ્રદેશમાં મંડળ પરિભ્રમણ ગતિથી ભ્રમણ કરીને પૂર્વ વિદેહ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. તે પછી પૂર્વ વિદેહ ક્ષેત્રને પ્રકાશિત કરવાવાળે સૂર્ય ફરીથી ભરતક્ષેત્રની અપેક્ષાથી દક્ષિણપૂર્વ દિશામાં ઉદય પામે છે. અપરવિદેહને પ્રકાશિત કરવાવાળા સૂર્ય પશ્ચિમ ઉત્તર દિશામાં ઉદિત થાય છે. આ પ્રમાણે જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારત અને અરવત ક્ષેત્રના સૂર્યોની ઉદયાવરથાની વિધીનું પ્રતિપાદન કરેલ છે. જે પ્રમાણે જંબુદ્વીપમાં કહ્યું છે એજ પ્રમાણે બાકીના બધા દ્વીપમાં પણ ભાવના સમજી લેવી.
હવે ક્ષેત્રવિભાગથી દિવસરાતના વિભાગનું કથન કરવામાં આવે છે. (ત કયા जंबुद्दीवे दीवे दाहिणड्ढे दिवसे भवइ, तया णं मंदरम्स पव्वयस्स पुरथिमपच्चत्थिमेणं ાઈ મારુ, સૂર્યના ઉદય વિભાગના વિચારમાં જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણ દિશાના અર્ધ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૨૮