Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થયેલ બે સૂર્યો લવણસમુદ્રમાં એજ દક્ષિણ પૂર્વ દિશામાં ઉદિત થાય છે, ત્યારે જબૂદ્વીપમાં રહેલા સૂર્યની સાથે તેની સમગ્રણીથી રોકાયેલ બીજા બે સૂર્યો લવણસમુદ્રમાં ઉત્તરપશ્ચિમ દિશામાં ઉદયને પ્રાપ્ત કરે છે. તેની ઉદયવિધિ પણ બબ્બે સૂર્યની જંબુદ્વીપના સૂર્યની સમાન ભાવિત કરીને સમજી લેવી, એ રીતે દિવસરાતને વિભાગ પણ ક્ષેત્ર વિભાગની સાથે એજ પ્રમાણે જાણી લેવા. જોઈએ તેમ સમજવું
(ता जया णं धायइसंडे दीवे दाहिणढे दिवसे भवइ, तया णं उत्तरढे वि दिवसे भवइ, जया णं उत्तरडूढे दिवसे भवइ, तया णं धायइसंडे दीवे मंदराणं पव्वयाणं पुरथिमपच्चत्थिમેળે ના માર્જ) હવે ધાતકી ખંડ નામના દ્વીપમાં જંબુદ્વીપના જેવી રાત્રિ દિવસની વ્યવસ્થા કહેવામાં આવે છે તે સાંભળો જ્યારે ઘાતકીખંડ દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગાધમાં પણ દિવસ હોય છે, તથા જ્યારે ઉત્તર વિભાગમાં દિવસ હોય છે ત્યારે ધાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં રાત્રી હોય છે. આ કથન જમ્બુદ્વીપની જેમ ઘટિત થાય છે, એજ સ્વયં સૂત્રકાર કહે છે–(ઉં વૃદ્દી સીવે કહ્યું તવ લાવ વોદિની) જે પ્રમાણે જબૂદ્વીપમાં કથન કરેલ છે. એજ પ્રમાણે યાવત્ ઉત્સપિણી પર્યત કહી લેવું. કહેવાને ભાવ એ છે કે–પૂર્વોક્ત પ્રકારથી જે પ્રમાણે જંબુદ્વીપમાં દિવસ રાત્રિની વ્યવસ્થા પ્રગટ કરેલ છે, એજ પ્રમાણે ઉત્સર્પિણીકાળના કથન પર્યન્તનું કથન સમજી લેવું. અહીંયાં કંઈ જ વિશેષતા નથી. (ારોuળ ૪a સમુદે તહેવ) લવણ સમુદ્રમાં જે પ્રમાણે દિવસ રાતને નિયમ કહ્યો છે, એ જ પ્રમાણે કાલેદ નામના સમુદ્રમાં પણ દિવસ રાતની વ્યવસ્થા થાય છે, તેમ ભાવના સમજવી, અર્થાત્ જ્યારે કોલેદ સમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે કાલેદ સમુદ્રમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રી હોય છે, (તા અનંતપુati Qરિયા વીનાળ મુરતિ સંવ) અત્યંતર પુષ્કરાઈ નામના દ્વીપમાં ભારતવર્ષને અને એરવતક્ષેત્રવતિ એમ બને સૂર્યો જે પ્રમાણે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૩૬