Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંસ્થાન કહેલ છે, તેમ કહેવું, અર્થાત્ ભગવાનું કહે છે કે–સર્વબાહ્યમંડળની તાપક્ષેત્રની સંસ્થિતિ ઉંચા મુખવાળું જે કલંબુકા પુષ્પ તેનું જે સંસ્થાન તેના જેવી સંસ્થિતિ જેની હોય એવી સંસ્થિતિ તા પક્ષેત્રની છે, એટલે કે અંદરના ભાગમાં સંકેચાયેલ તથા બહારની તરફ વિસ્તારવાળી ઈત્યાદિ પહેલાં કહેલ બધા જ વિશેષણોવાળી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. આના સંબંધમાં તમામ વિશેષણે પહેલાં કહેવામાં આવી ગયેલ છે તે બધા અહીંયાં સમજી લેવા, અહીયાં ફરીથી ગ્રંથવિસ્તારભયથી કહ્યા નથી.
__ (एवं ज अभितरमंडले अंधगारसंठिईए पमाणं तं बाहिरमंडले तावक्खेत्तसंठिईए जं तहिं રાવતવંદિર માં તે વાણિર્મક અંધારાંકિત માળિયä) તથા જે પ્રમાણે આભ્યતર મંડળમાં અંધકારની સંસ્થિતિનું પ્રમાણ કહ્યું છે એજ પ્રમાણે બાહ્યમંડળમાં તાપક્ષેત્રની સંસ્થિતિનું પ્રમાણ સમજવું. જે ત્યાં તાપક્ષેત્રસંસ્થિતિનું પ્રમાણ થાય છે, તે બાહ્ય મંડળમાં અંધકારસંસ્થિતિનું પ્રમાણ કહેવું જોઈએ. અર્થાત્ પૂર્વોક્ત પ્રકારથી જે સવ. ભ્યન્તર મંડળમાં સૂર્ય પ્રવર્તમાન હોય ત્યારે જે અંધકારસંસ્થિતિનું પ્રમાણ કહેલ છે. એજ પ્રમાણ સભ્યન્તર મંડળમાં સૂર્ય હોય ત્યારે તાપક્ષેત્રની સંસ્થિતિનું કહ્યું છે. દિશાભેદથી અને ગોળના ભેદથી એક બીજાની પરિસ્થિતિનું પરિવર્તન પ્રત્યક્ષથી ઉપલબ્ધી જ પ્રમાણ છે.
હવે અહીંયા દિવસ રાત્રીની વ્યવસ્થાનું કથન કરે છે.
(जाव तया ण उत्तमकट्टपत्ता उक्कोसिया अद्वारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवा. સમુદુ વિણે મવ) ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કષિકા અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે, તથા જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. અહીંયાં પૂર્વોક્ત વિશેષણ એવું પરિમાણાદિ વાચક બધા કથિત સૂત્રોક્ત પદેનું કથન અહીંયાં કહી લેવું જોઈએ. જે આ પ્રમાણે છે-(મતો સંજુ વાર્દૂિ વિથ તો ઘટ્ટ વાર્દૂિ પિદુહા તો ઉમુ संठिया बाहि सत्थिमुहसंठिया उभओ पासेणं तीसे दुवे वाहाओ अवद्वियाओ भवंति) ઈત્યાદિ પ્રકારથી હીદીમાં સંપૂર્ણ સૂત્રપદે બતાવેલ છે તે ત્યાંથી જોઈ સમજી લેવા. તાપક્ષેત્રની સંસ્થિતિના વિચારમાં જે મંદર પર્વતના પરિરયાદિને બેથી ગણવામાં આવે છે એજ પ્રમાણે અંધકાર સંસ્થિતિની વિચારણામાં મંદર પર્વતના પરિરયાદિને ત્રણથી ગુણવા તે પછી બેઉ જગ્યાએ દસથી ભાગવામાં આવે છે. તથા સર્વ બાહ્ય મંડળમાં સૂર્યના ગમન કાળમાં લવણસમુદ્રમાં પાંચ હજાર યોજન તાપેક્ષેત્રને થાય છે. તેના અનુરોધથી અંધકાર આયામ પ્રમાણથી વધે છે. તેથી એક હજાર ચાર યોજન એ પ્રમાણે કહેલ છે.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૮૭