Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. અર્થાત એ તીર્થાન્તરીના અનેક પ્રકારની વક્તવ્યતામાં ક્રમ બતાવવાના હેતુથી જેમ કે–મંડળનું પરિભ્રમણ જેને થાય તે મંડળવંતિ એવા ચન્દ્રાદિ વિમાન તેનું ઉદ્ગમન તે મંડળવત્તા તેના અભેદપચારથી જે ચંદ્રાદિ વિમાન એજ મંડળવત્તા ઍમ કહેવાય છે. આ ઉક્ત લક્ષણથી ઉપલક્ષિત બધી મંડળવત્તા અર્થાત્ મંડળમાં પરિભ્રમણવાળા ચંદ્રાદિ ગ્રહોના વિમાનો કહ્યા છે. બધા જ ગ્રહોના બિંબ વર્તુલાકાર એટલે કે ગોળાકાર હોય છે. ને પિતાના મંડળમાં પરિભ્રમણના માર્ગ જુદા જુદા મતાન્તરના કથનાનુસાર કહે વામાં આવેલા છે. એ મતાન્તરે આઠ પ્રકારના છે. વસ્તુતત્વના સ્વરૂપને બંધ થવામાં એ આ પ્રકારના સ્વરૂપવાળા મતાન્તમાં બધી જ મંડલવત્તા સમચતરસ સંસ્થાનવાળી અર્થાત્ સમ એટલે કે તુલ્ય સમાન છે. ચાર અસય એટલે કે ખુણ જેના સમ હોય તે સમચતુસ્ત્ર કહેવાય છે. સમાન ખુણ ચાર હાથ યુક્ત વર્ગ ક્ષેત્ર જેમાં હોય એવા સંસ્થાનમાં એટલે કે તેની અંદર સંસ્થિત એમ કહેલ છે. (જે વિમાég) કોઈ એક આ પૂર્વોક્ત કથન પ્રમાણે પિતાના મતને પ્રગટ કરે છે. ૧
| (m gT gવારંs) બીજો કોઈ એક આ પ્રમાણે કહે છે, અર્થાત બીજે તીર્થાન્તરીય નીચે કહેવામાં આવનાર પ્રકારના સ્વરૂપવાળા પિતાના સિદ્ધાંત વિષે કહે છે. જે આ પ્રમાણે છે, (નવા વિ મંત્રજયા વિરપરડાનતંઢિયા goળત્તા) બધી જ મંડળ વત્તા વિષમ ચતુરસ સંસ્થાનવાળી કહેલ છે. કહેવાનો ભાવ એ છે કે-પહેલા અન્ય મતવાળાનું મંડળસંસ્થિતિના સંબંધમાં તેનું કથન સાંભળીને કેધથી લાલ પીળે થઈને બીજે તીર્થાતરીય પ્રથમ મતવાળાનું મુખ પોતાની હથેળીથી બંધ કરીને પોતાને મત પ્રગટ કરતા કહેવા લાગે એ કહે છે કે- હે ભગવન આપનો મત યુક્તિ સંગત નથી મારે મત તો સાંભળે એ બધી મંડળવત્તા એટલે કે ચંદ્રાદિ ગ્રહોના વિમાન વિષમચતુરસ સંસ્થાનથી સંસ્થિત એટલે કે વ્યવસ્થિત છે અર્થાત્ ચારે ખુણા જેમાં વિષમ છે એવા સંસ્થાનવાળા કહેલ છે. અર્થાત્ જેના ચારે ખુણા તુલ્ય ન હોય એવા સંસ્થાનને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧