Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણ આગળ તાપક્ષેત્ર એટલે કે પ્રકાશક્ષેત્ર હોય છે. તથા જેટલું તાપક્ષેત્ર આગળ હોય છે. એટલું જ તાપક્ષેત્ર પાછળના ભાગમાં પણ હોય છે. જે પ્રમાણે સૂર્ય ઉદયમાન થાય છે એજ રીતે અસ્તમાન સૂર્ય પણ દિવસના અર્ધા ભાગમાં જેટલા પ્રમાણુવાળા ક્ષેત્રમાં વ્યાપ્ત હોય છે. એટલા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે નેત્રથી દેખવામાં આવે છે. આ તમામ પ્રાણિગમ્ય હોય છે. એ સુપ્રસિદ્ધ જ છે. તથા સર્વાભ્યન્તર મંડળના સંચરણ દિવસમાં દિવસનું અર્ધા ૯ નવ મુહૂર્ત થાય છે. સંપૂર્ણ દિવસનું પરિમાણ અઢાર મુહૂર્તનું હોય છે. અઢાર મુહૂર્તમાં જેટલા ક્ષેત્રમાં જાય એટલા પ્રમાણુનું તાપક્ષેત્ર હોય છે, એ ૧૦૮૦૦૦ એક લાખ આઠ હજારનું તાપક્ષેત્ર કહેલ છે. તેથી છ હજાર જનોને અઢારથી ગુણવામાં આવે તો એક લાખ આઠ હજાર એજનનું પ્રમાણ નીકળી આવે છે. જે એક મુહૂર્તમાં છ હજાર જન પરિમાણનું તાપક્ષેત્ર હોય તે અઢાર મુહૂર્તમાં કેટલા પ્રમાણનુ તાપક્ષેત્ર હોઈ શકે તે બતાવવામાં આવે છે. ૬૦૦૦+૧૮-૧૦૮૦૦૦ એક લાખ આઠ હજાર એજનનું પ્રમાણ મળી જાય છે. આ રીતે અન્ય રથળે પણ એ એ મંડળના દિવસનું પરિમાણ અને પ્રતિમુહૂર્તગતિનું પરિમાણુ વિચારકરીને રાશિક પદ્ધતિ પ્રમાણે તાપક્ષેત્રના પરિમાણની ભાવના કરીને સમજી લેવું.
- હવે બીજી રીતે આ કથનને સમન્વય કરવામાં આવે છે-(તા ળ સૂરિ વૈવાહિક मंडलं उवसंकमित्ता चार चरइ तया णं उत्तमकट्टपत्ता उक्कोसिया अटारसमुहुत्ता राई भवइ जहणिया સુવાકુરે શિવસે માર્) જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગમન કરે છે ત્યારે ઉત્કૃષ્ટતાવાળી અઢારમુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તને દિવસ હોય છે. અર્થાત જ્યારે સૂર્ય એકસેન્ચર્યાશી મંડળમાંના સર્વબાહ્યમંડળમાં ઉપસક્રમણ કરીને અર્થાત્ ત્યાં જઈને ગતિ કરે છે એટલે કે એમંડળમાં પરિભ્રમણ કરે છે ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અર્થાત્ ધનસ કાન્તિને અંતભાગમાં ઉત્કૃષ્ટતાવાળી એટલે કે સૌથી મોટી અઢાર મુહર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે અને જઘન્ય એટલે કે નાનામાં નાને બાર મુહૂર્ત પ્રમાણ વાળ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૧૭