Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લાંબી જીવે એટલે કે પ્રત્યંચાથી અર્થાત્ દોરીથી પોતાને ભેગવવા માટે નક્કિ કરેલ મંડળને (૧૨૪) એકવીસ લાગેથી ભેગવીને દક્ષિણપૂર્વની મધ્યમાં અર્થાત્ અગ્નિખૂણામાં તે તે મંડળના ચોથા ભાગમાં બાગુ સંખ્યાવાળા મંડળમાં તે તે ગતિ વિશેષથી પૂર્ણ થયેલ જે મંડળે છે, એ મંડળમાં એટલે કે પોતે જ સંચરિત મંડળમાં પિતે ફરીથી સંચાર કરે છે. અર્થાત્ પૃપ્ત કરે છે. જંબુદ્વીપની મધ્યમાં સર્વબાહ્યમંડળની દક્ષિણદિશાના અર્ધમંડળમાં જે ગતિ કરવાનો આરંભ કરે છે તે ભરતક્ષેત્રને પ્રકાશિત કરનાર હોવાથી ભારતીય સૂર્ય કહેવાય છે. જે બીજે સૂર્ય એ જ સર્વબાહ્યમંડળના ઉત્તર દિશા તરફના અર્ધમંડળમાં સંચરણ કરે છે તે અરવત ક્ષેત્રને પ્રકાશિત કરનાર હોવાથી અરવતીય સૂર્ય કહેવાય છે. એ બન્ને સૂર્યોમાં આ પ્રત્યક્ષ દેખતે જંબુદ્વીપ સંબંધી ભારતીય સૂર્ય જે જે મંડળમાં ભ્રમણ કરે છે, એ એ મંડળને એકસો ૧૨૪ ચોવીસથી વિભાગ કરીને અર્થાત્ એ એ મંડળના એકવીસ ભાગેની કલ્પના કરીને પૂર્વ પશ્ચિમ તથા ઉત્તરદક્ષિણમાં લંબાયમાન પ્રત્યંચા માને દોરીથી એ મંડળના ચાર ભાગ કરીને અગ્નિખૂણામાં એ એ મંડળના ચેથા ભાગમાં સૂર્યસંવત્સરના બીજા છ માસમાં ૯૨ બાયુમંડળને સ્વયં સૂર્ય વ્યાપ્ત કરે છે, તે આ રીતે–(ાત્તાપસ્થિઝિંક) ઈત્યાદિ ઉત્તરપશ્ચિમ યાને વાયવ્ય ખૂણામાં મંડળના ચોથા ભાગમાં જે જે એકાણુ ૯૧ મંડળે છે તે મંડળને ભારતવષય સૂર્ય પોતે ચીણું યાને મુક્ત કરેલને ફરીથી પ્રતિચરણ કરે છે. અર્થાત્ એક મંડળમાંથી બીજા મંડળમાં જાય છે. કહેવાનો ભાવ એ છે કે-પહેલાં સભ્યન્તર મંડળમાંથી નીકળતો સૂર્ય પિતે ચીર્ણ કરેલ મંડળમાં ફરીથી પ્રતિચરિત નામ ગમન કરે છે. સર્વાભ્યન્તરમંડળમાંથી નીકળતી વખતે જે મંડળને ઉપભોગ કર્યો છે,
એ ચીમંડળોને જ ફરીથી ઉપભેગ કરે છે. આજ કથન વિસ્તારથી કહેવામાં આવે છે– (તસ્ય શાં માટે ભૂgિ pવતર ચિરણ) ઈત્યાદિ જંબુદ્વીપમાં આ પ્રત્યક્ષ રૂપે દેખાતે ભારતવર્ષનો સૂર્ય એરવત ક્ષેત્રમાં પ્રકાશ કરવાવાળા સૂર્યના મંડળને મધ્યજંબુદ્વિપ પૂર્વ પશ્ચિમ અને ઉત્તરદક્ષિણવતિ પ્રત્યંચા નામ દેરીથી સ્વચારમંડળને ૧૨૪ એકસવીસની સંખ્યાવાળા ભાગથી ૯૨ બાણુમાં સૂર્યમંડળને બીજાએ ભેગવેલને ફરીથી ઉપમુક્ત કરે છે, અર્થાત્ ચતુર્ભાગ રૂ૫ ૯૨ બાણ સંખ્યકમંડળોને કે જે પોતે ભગવેલ છે તેને જ ફરીથી પ્રતિચરિત કરે છે. અર્થાત્ ઉપમુક્ત કરે છે. પિતપોતાની મંડળના એકવીસ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૦