________________
અધ્યાત્મ સાર, कुतर्कग्रंथसर्वस्व गर्वज्वरविकारिणी। एति निर्मलीजावमध्यात्मग्रंथचेषजात् ॥॥
ભાવાર્થ-નઠારા તર્કોવાળા ગ્રંથેના સર્વસ્વ–સર્વ રહસ્યના ગર્વ રૂપી જવરથી વિકારવાળી એવી દષ્ટિ અધ્યાત્મ ગ્રંથ રૂપી ઔષધથી નિર્મળ ભાવને પામે છે. ૨૨
વિશેષાર્થ–માણસને જ્યારે વર-તાવ આવે ત્યારે તેની દષ્ટિમાં વિકાર થઈ જાય છે. તેને જે સારા ઔષધને ઉપચાર કરવામાં આવ્યો હોય તે, તે દષ્ટિ નિર્વિકારી થઈ નિર્મળતાને પામે છે. તેવી રીતે નઠારા તર્કવાળા નાં રહસ્ય જાણી તે જાણનાર ના હૃદયમાં તેને ગર્વ આવી જાય છે, અને તે ગર્વને લઈને તેની કુદષ્ટિ થતાં તે તત્વ સ્વરૂપને જોઈ શક્તા નથી. તેથી ગ્રંથકારે તે કુતર્કગ્રંથના ગર્વને વરની ઉપમા આપી છે. એ જવરને લઈને તેની દષ્ટિમાં વિકાર ભાવ થવાથી તે તત્ત્વ દર્શન કરી શકતું નથી. તેવા પુરૂષને અધ્યાત્મ શાસ્ત્ર રૂપી ઔષધને ઉપચાર કરવામાં આવે, અર્થાત્ જે તે પુરૂષ અધ્યાત્મ શાસ્ત્રનું અવેલેકન કરે છે, તેમની દષ્ટિ શુદ્ધ થાય છે. તેથી અધ્યાત્મ શાસ્ત્ર ઘણું જ ઉપયોગી છે, એ વાત ગ્રંથકારે સિદ્ધ કરી બતાવી છે. ૨૨
અધ્યાત્મ વગરનું શાસ્ત્ર પંડિતોને સંસારની '
વૃદ્ધિને માટે થાય છે.. धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये । तथा पांमित्यहप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥३॥