________________ ભલભલાના હૃદયને પલ્સે કરી નાખે છે. “જીવન-ચરિત્ર”નું વાંચન અને મનન હજારો જીવોને ઉન્માર્ગમાંથી સન્માર્ગમાં જવાનું-હજારો ને પ્રગતિને પંથે ચડી ખરૂં ધ્યેય સાધવાનું તેમજ હજારો ના હૃદયમાં દિવ્ય-જીવનનું બીજા રોપવાનું અતિ ઉત્તમ સાધન છે. - આચાર્ય મહારાજશ્રીનું સ્થાન - (તેમની વિશિષ્ટતાએ). : જૈન શાસનમાં અનેક સાધુરતનો પ્રગટ થયાં છે, તેમાં પરમપૂજ્ય પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરિશ્વરજી મહારાજ ઘણું ઉચ્ચપદ ભોગવે છે. કોઈ અપૂર્વ સંસ્કારની પ્રબળતાને લીધે એમનું જીવન અનેક જીવોના હૃદયમાં ઉજવળ સૂવર્ણ-પ્રકાશ પાથરે છે. એટલું જ નહિ પણ લોહચુંબક લેહને આકર્ષે તેમ તેમનું દિવ્યજીવન બીજાને આકર્ષી રહ્યું છે. કારણ કે –તેમણે પોતાની આખી જિંદગી પર્યન્ત જૈનધર્મની ઉન્નતિ, જૈન સમાજનો ઉદય, જૈન સાહિત્યનું પ્રકાશન અને પ્રચાર તેમજ જૈન જનતામાં આત્મબળની ઝંખના વિગેરે લાવવા અથાગ પ્રયત્ન કર્યો છે. તેમણે સ્થળે સ્થળે વિચરી કલેશ-કંકાસની ભભૂકતી. અગ્નિમાં પિતાની સુમધુર વાણુથી શાંતિ રસ રેડી સર્વ પ્રતિ પ્રેમ પાથર્યો છે. ખટપટ અને નાહક કે લાહળ તેમજ વિખવાદ કે વિતંડાવાદમાં તેઓ જરા પણ પડ્યા નથી. P.P. Ac. Gunratnasuti.M.S. Jun Gun Aaradhak Trust