________________ ( 3 ) દાંત, અને ગંભીર હતા. તેઓશ્રી પાંચ ઇંદ્રિયે ને દમન કરનાર તથા મન વચન અને કાયાના વેગને કબજે રાખવામાં તત્પર હતા. તદુપરાંત આચાર્યના છત્રીશ ગુરૂપ રતનાને વૃદ્ધિ કરવા સારૂ રોહણાચળ પર્વત સમાન, અધ્યાત્મ વિદ્યાના જાણકાર, ઉત્તમ સાધુ ધર્મના પાલક, પરોપકારમાં સદા રત, આતમજ્ઞાનરૂપ અગીચામાં રાતદિવસ ક્રીડા કરનાર અને શુભ બાનમાં મગ્ન એવા આચાર્ય મહારાજશ્રી વિજય કાર સૂરીશ્વરજી મહારાજશ્રીનું રતનનાહારની ઉપમાવાળું, સુંદર અને ઘણું રમણીક સુવર્ણ અને સુક્તાફળ જેવા તેમના ઉજવળ ગુરૂપી દોરાવડે પરોવાયેલ હાર સમાન આ જીવનચરિત્ર હું શરૂ કરૂં છું. મારે ઉદ્દેશ તેમાં ગુણાનુરાગીપણાનો હોવાથી ઈષ્ટદેવ જરૂર મને તે ચરિત્રલેખનના કાર્યમાં સફળતા આપશે એવી આશા રાખું છું. સજજનો પ્રત્યે છેવટે વિનંતિ કરું છું કે હંસની માફ્ટ ગુણદષ્ટિ રાખી આ ચરિત્રમાંથી જે કાંઈ સારભૂત જણાય તે અંગીકાર કરી તે મુજબ પોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે તો મારા પ્રયાસ અપાશે પણ રાફળ થયા છે તેમ સમજીશ. IIIMES P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust