________________ ( 2 ) અર્થ-કઈ પણ સારા કામને પ્રારંભ કરતાં પહેલાં તેમાં નિવિદને પાર ઉતરાય તે હેતુથી, તથા મહામંગલીકના કારણથી પોતાના ઇષ્ટદેવ, ગુરૂ તથા વિદ્યાદેવીને નમસ્કાર કરવા એ પરંપરાથી ચાલ્યો આવતો શિષ્ઠ પુરૂષોને આચાર છે. તે પ્રમાણે આ ચરિત્રની શરૂઆત કરતાં અગાઉ તેની નિર્વિદને સમાપ્તિ ખાતર ગ્રંથકાર, શ્રી જીનેશ્વરદેવ તથા સદ્દગુરૂની સ્તુતિરૂપે જણાવે છે કે - ચરમ તિર્થંકર ભગવાન, શ્રી મહાવીરસ્વામિ જે મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામિ છે તથા જેમનું પ્રવચન-સિદ્ધાંત અતિ ઉત્તમ છે તેમને શુદ્ધભાવે નમસ્કાર કરીને તથા ( પ્રવચન , શબ્દથી ) વાણીરૂપ સરસ્વતિને નમસ્કાર કરીને તથા તપગચ્છાધિપતિ શ્રીમાન ચારિત્ર ચુડામણ સંવિગ્ન સાધુ શીરોમણી, ગણીવરમાં મુગટ સમાન એવા મુલચંદજી–મુક્તિવિજયજી મહારાજશ્રીને નમસ્કાર કરીને તથા તેમના શિષ્યરત્ન બાલબ્રહ્મચારી પરમ શાંતમૂર્તિ જગપ્રસિદ્ધ સૂરી શીરોમણી વિજ્ય કમલસૂરીશ્વરજી ગુરૂ મહારાજશ્રીને નમસ્કાર કરીને તેમના શિષ્યરત્ન અષ્ટાંગ યોગને અહેરાત સતત્ અભ્યાસ કરીને યથાર્થ ગીના બિરુદને ધારણ કરનાર એવા શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર કરૂં છું, શ્રીમદ્ વિજયકેશર સૂરીશ્વરજી મહારાજશ્રી જેઓ આ ચરિત્રના નાયક છે તેમના ઉચ્ચ ગુણેથી આકર્ષાઈ તેમને પગલે ચાલી ઘણું જ સ્વહિત સાધી શકશે. તેઓશ્રી શાંત, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust