Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 10
________________ (૯) - ******* *********************************** विहडंति सुआ, विहडंति बंधवा वल्लहा य विहडंति । इक्को कहवि न विहडइ, धम्मो रे जीव जिणभणिओ ॥१२॥ રે આત્મન્ ! પુત્રો છૂટા પડે છે, બંધુઓનો વિયોગ થાય છે અને સગાંવહાલાં પણ વિખૂટાં પડી જાય છે, પરંતુ એક જિનેશ્વરદેવોએ કહેલો ધર્મ કદી વિખૂટો પડતો નથી, સાથ છોડતો નથી. ૧૨ अडकम्मपासबद्धो, जीवो संसारचारए ठाइ । अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाइ ॥१३॥ આઠ કર્મનાં બંધનથી બંધાયેલો જીવ સંસારની જેલમાં વસે છે અને આઠ કર્મનાં બંધનથી મુક્ત થયેલો જીવ શિવમંદિરમાં વસે છે. ૧૩ विहवो सज्जणसंगो, विसयसुहाई विलासललियाई । नलिणीदलग्गघोलिर, जललवपरिचंचलं सव्वं ॥१४॥ વૈભવ, સ્વજનોનો સમાગમ અને વિલાસભર્યા સુંદર વિષય સુખોઆ બધું જ કમળનાં પાંદડાં ઉપર રહેલા જળબિંદુની જેમ વિનશ્વર (ચંચળ) છે. ૧૪ तं कत्थ बलं तं कत्थ, जुव्वणं अंगचंगिमा कत्थ । सव्वमणिच्चं पिच्छह, दिठं नटं कयंतेण ॥१५॥ તે બળ ક્યાં ગયું? તે યૌવન ક્યાં ગયું? તે શરીરનું સૌંદર્ય ક્યાં ગયું? તે જોયેલું શરીર, બળ, યૌવન અને સૌંદર્ય યમરાજાએ નષ્ટ કરી નાખ્યું. ખરેખર આ બધું જ અનિત્ય છે, એમ સમજ. ૧૫ घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ । पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥१६॥ કર્મનાં મજબૂત બંધનોથી બંધાયેલો જીવ ભવનગરના ચોરે અને ચૌટે વિવિધ વિડંબણાઓ પામી રહ્યો છે. હે જીવ ! તને અહીં કોણ શરણરૂપ છે ? ૧૬

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98