Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 92
________________ (૯૧) ********************************************** ઇન્દ્રિયો વશ કરી નથી, મન શુદ્ધ કર્યું નથી, રાગદ્વેષ જીત્યા નથી, નિર્મમત્વ કર્યું નથી, સમતાની સાધના કરી નથી, પરંતુ ગતાનુગતિકપણે ઉભય લોકના માર્ગથી ભ્રષ્ટ થઈ મૂઢ પુરુષો ધ્યાનનો આરંભ કરે છે તે પોતાના આત્માને છેતરે છે. मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद्ध्यानं हितमात्मनः ॥१७॥ મોક્ષ કર્મોના ક્ષયથી જ પ્રાપ્ત થાય છે; કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે, અને આત્મજ્ઞાન ધ્યાનથી સધાય છે; તેથી ધ્યાન આત્માનું હિતકારી છે. (૯૭) ધ્યાન અને સમભાવમાં કોણ વધારે મહત્ત્વનું છે તેવી શંકાનો ઉત્તર આચાર્ય નીચેના શ્લોકમાં આપે છે. न साम्येन विना ध्यानं न ध्यानं विना च तत् । निष्कम्पं जायते तस्माद् द्वयमन्योन्यकारणम् ॥१८॥ સમભાવ વિના ધ્યાન સંભવતું નથી અને ધ્યાન વિના નિષ્કપ સમભાવ પ્રાપ્ત થતો નથી, તેથી બન્ને એકબીજાનાં કારણરૂપ છે. (૯૮) મુહૂર્તનશૈર્ય ધ્યાને છાયોગિનામ્ | - धन॑ शुक्लं च तद् द्वेधा योगरोधस्त्वयोगिनाम् ॥१९॥ એક આલંબનમાં અંતર્મુહૂર્ત પર્યત ચિત્તની સ્થિરતા તે ધ્યાન. તેના બે ભેદ છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તે બન્ને પ્રકારના ધ્યાન કેવળજ્ઞાન રહિત સયોગીને હોય છે અને અયોગીને યોગના નિરોધરૂપ ધ્યાન હોય છે: સયોગી કેવળીને માત્ર યોગ નિરોધ કરવાના સમયે એક શુક્લ ધ્યાન : હોય છે. (૯૯) मुहूर्तात् परतश्चिन्ता यद्वा ध्यानान्तरं भवेत् । बह्वर्थसंक्रमे तु स्याद् दीर्घाऽपि ध्यानसंततिः ॥१०॥ ધ્યાન એક આલંબનમાં મુહૂર્ત સુધી સંભવે છે, ત્યારબાદ ચિન્તા હોય

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98