Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
Catalog link: https://jainqq.org/explore/005953/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | ૐ || આત્મસંવેદનના સાધનો (શ્રુતરૂપે) : સંચાલન : પૂ.ભાઈશ્રી નલીનભાઈ કોઠારી તથા બ્ર.નિ. રસિકભાઈ શાહ , 6િ -11 AUT સાયલા શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા - ૩૬૩૪૩૦ ફોન : (૦૨૭૫૫) ૨૮૮૫૩૩, ૨૮૦૭૯૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ આત્મ સંવેદનના સાધનો (શ્રુતરૂપે) : સંચાલન : પૂ.ભાઈશ્રી નલીનભાઈ કોઠારી બ્ર.નિ. રસિકભાઈ શાહ ભાગ-૩ સાયલા શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ - સોભાગપરા, સાયલા - ૩૬૩ ૪૩૦ ફોન : (૦૨૭૫૫) ૨૮૦૫૩૩, ૨૮૦૭૯૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : પ્રકાશન સમિતિ, શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સોભાગપરા - સાયલા-૩૬૩૪૩૦ પ્રત : પ્રથમ આવૃત્તિ - ૫૦૦ નકલ વર્ષ : ૧-૫-૨૦૦૯ મુદ્રક : નિષેધ પ્રિન્ટર્સ વિક્રમ ડી. પટેલ મ્યુનિસિપલ શાળા પાસે, નારાણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૭૪૯૧૬૨૭ , Page #4 -------------------------------------------------------------------------- ________________ ( પ્રસરાવની 5% શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સંચાલિત શ્રી રાજસોભાગ આશ્રમમાં મુખ્યપણે આધ્યાત્મિક સાધના આધ્યાત્મિક સાધકો કરી રહ્યા છે. તેઓને સાધનામાં બળ મળતું રહે તે આશયથી પૂ.ભાઈશ્રી દ્વારા શ્રી રાજમાર્ગ યોગારોહણ પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે, અને તેના પરિપ્રેક્ષ્યમાં પ્રાયઃ દર માસે એક એકાંત મૌન આરાધના શિબિર અને આરાધના શિબિર એમ બે શિબિરોનું સંચાલન કરવામાં આવે છે. તે શિબિરોમાં મુખ્યપણે તો ધ્યાન ઉપર ભાર આપવામાં આવે છે. તે માટે બળ મળી રહે તેથી પ્રશિક્ષણ રૂપે (સ્વાધ્યાય રૂપે) આધ્યાત્મિક વિષયો લેવામાં આવે છે અને યથાર્થ સમજણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તે માટે ઉપયોગી થાય એવું પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેને અનુલક્ષીને નીચે પ્રમાણે વિષયોનું સંકલન પૂર્વે થયેલા આત્મજ્ઞાની પુરુષોએ રચેલ પુસ્તકોને આધારે કરવામાં આવ્યું છે, જે વિષે થોડુંક જોઈએ. (૧) ભવવૈરાગ્ય શતકઃ જે જીવોને માર્ગની પ્રાપ્તિ ગુરુકૃપાથી થઈ છે અને તેનું આરાધન કરી રહ્યા છે, તે આરાધક જીવો ઝડપી આધ્યાત્મિક, પારમાર્થિક પ્રગતિ કરી શકે તે માટેના પાયાનો ગુણ વૈરાગ્ય-જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થવી જરૂરી છે, આવશ્યક છે. આ એક ગુણ પ્રગટાવવાથી તેના આધારે અનેક ગુણો પ્રગટે છે-“ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત - બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે (શ્રીમદ્ રાજચંદ્ર) માટે રત્નશેખરસૂરિજી કૃત “ભવ-વૈરાગ્ય શતક' વિષય લેવામાં આવ્યો છે. આ શતક એના નામ પ્રમાણે રાગદ્વેષનું ઝેર ઉતારી, ભવ્ય જીવોના અંતરમાં વૈરાગ્ય પલ્લવિત કરવાનું કાર્ય કરે છે. વર્તમાનકાળે પણ મોટા ભાગના સાધુ અવસ્થાના કે સાધક અવસ્થાના મુમુક્ષુ જીવો આ વૈરાગ્ય ગ્રંથનો સ્વાધ્યાય કરી, તેને વાગોળી વિચારી વૈરાગ્યને વધારવાનું કાર્ય કરે છે. ત્રણે પ્રકારના રાગ :- ૧. નેહરાગ, ૨. કામરાગ, અને ૩. દષ્ટિરાગને તથા વિવિધ પ્રકારના દ્વેષભાવોન ક્ષય કરવાનું સામર્થ્ય એની એક-એકથી ચઢિયાતી ગાથાઓમાં રહેલું છે. (૨) સામ્ય શતક :- આ સામ્ય શતકના રચયિતા શ્રી વિજયસિંહસૂરિ Page #5 -------------------------------------------------------------------------- ________________ મહારાજ છે. સામ્ય એ શ્રી જિનશાસનનું પરમ રહસ્ય છે.–સામ્યની ઉપાસનાનું ખૂબ મહત્ત્વ છે. કોઈપણ ઉપાસના અંતે સામ્ય-સમતાભાવમાં પરિણમે તો જ તે મોક્ષનું કારણ બની રહે. એ “સામ્ય”નું સ્વરૂપ ખૂબ તલસ્પર્શી પણે ૧૦૬ સંસ્કૃત શ્લોકમાં દર્શાવેલ છે. જેમ જેમ એનો અભ્યાસ–સ્વાધ્યાય દ્વારા કરવામાં આવશે તેમ તેમ ભવ્ય આત્મા વિશિષ્ટ કોટિના સામ્યના સ્પર્શનો અનુભવ કરશે. (૩) સમતા શતક :- ગુજરાતીમાં દોધક છંદમાં આ સંમતા શતકના રચયિતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ છે. આ મહાપુરુષ જૈન જગતમાં સારી રીતે પ્રસિદ્ધ છે. તેઓ જૈન શાસનના તત્ત્વોનાં સ્યાદ્વાદ શૈલીથી રહસ્યોને પામેલ એક મહાપુરુષ-જ્ઞાની પુરુષ છે. તેઓએ સંસ્કૃતમાં રચાયેલ સામ્ય શતક ગ્રંથના આધારે ગુજરાતી પદ્યરૂપે આ શતકની રચના કરેલી છે. આ ગ્રંથનો વિષય આત્મામાં સમભાવ કેળવવો, રાગદ્વેષના પ્રસંગે પૂર્ણ મધ્યસ્થ ભાવ રાખવો, વિષયો પ્રત્યે હેયભાવ જાગ્રત કરવો એ છે. (૪) આત્મજ્ઞાનનાં સાધનો - આ વિષય કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યના “યોગશાસ્ત્રમાંથી લેવામાં આવ્યો છે. તે અનુવાદ સહિત આપવામાં આવ્યો છે. તેના વિષયો પણ ક્રમસર સાધકને આધ્યાત્મિક સાધનામાં આગળ વધારવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી અહીં લેવામાં આવ્યા છે. તેમાં અનુક્રમે આધ્યાત્મિક વિષયની છણાવટ કરતાં બાર ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેનું ભાવભાસન થવાથી સાધક વૈરાગ્ય ભાવને દઢ કરી સાધનામાં વિષયોથી વિરક્ત થઈને કેમ આગળ વધવું તે દર્શાવવામાં આવ્યું છે. આ વિષયોના સ્વાધ્યાય દ્વારા સાધક મુમુક્ષુઓ “વૈરાગ્ય તેમજ સમભાવ” રૂપી સાધનોને પોતાનામાં પ્રગટાવી માયાવી સેનાનો પરાજય કરી શકે એવી ભાવના ભાવવામાં આવે છે. – પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયેલા - * * * Page #6 -------------------------------------------------------------------------- ________________ આખા સંસારમાં અશરણતા અને અનંત અનાથતા છવાઈ રહી છે. તેનો ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને ઉત્કૃષ્ટ શીલ સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદેવ અનાથ છે. અનાથતા ટાળવા ત્રણ તત્ત્વના આશ્રયે જવું એ જ શ્રેયનું કારણ છે. અનાથી મુનિએ સહન કર્યા તુલ્ય અથવા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્યપણે ભોગવતા દેખાય છે, તેના સંબંધી હે ભવ્ય જીવો ! તમે કિંચિત્ વિચાર કરો. સંસારમાં છવાયેલ અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય અને શરણરૂપ એવા ઉત્તમ તત્ત્વજ્ઞાન અને ઉત્કૃષ્ટ શીલને સેવવાનો પુરુષાર્થ કરો, કે જે મુક્તિના કારણરૂપ રહેલા છે. જેમ સંસારમાં રહેલા અનાથી મુનિ અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પ્રયત્ન કરવો એ જ શ્રેય છે, કલ્યાણ છે. કારણ કે.... જે આત્માઓ સંસારના માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિને પામે, તેમજ સદૈવ અનાથ જ રહે. માટે સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સહાશે. ત્રણ પ્રકારના ગુરુ - ૧. કાષ્ઠ સ્વરૂપ પોતે તરે અને બીજાને તારી શકે તે સર્વોત્તમ છે. ૨. કાગળ સ્વરૂપ: પોતે તરી શકે નહિ પણ કંઈક પુણ્ય ઉપાર્જન કરી શકે. ૩. પત્થર સ્વરૂપ પોતે બૂડી જાય અને બીજાને પણ બુડાડે. પ્રથમ પ્રકારના ગુરુ ઉત્તમ છે, બીજા બે પ્રકારના ગુરુ કર્યાવરણની વૃદ્ધિ કરાવનાર છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમ | વિષય પાના નં. ૧. ભવ વૈરાગ્ય શતક (શ્રી રત્નશેખરસૂરિ કૃત) ૨. સામ્ય શતક (શ્રી વિજયસિંહસૂરિ કૃત) ૩. સમતા શતક (ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કૃત) ૪. આત્મજ્ઞાનનાં સાધનો (શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત) Page #8 -------------------------------------------------------------------------- ________________ ********************************************** ( દ વેરાગ્યશતક :) संसारमि असारे, नत्थि सुहं वाहि -वेअणापउरे ।. जाणंतो इह जीवो, न कणई जिणदेसियं धम्मं ॥१॥ શારીરિક વ્યાધિ અને માનસિક વેદનાથી ભરપૂર આ અસાર સંસારમાં સુખ નથી—એમ જાણવા છતાં જીવ ભગવાન જિનેશ્વરદેવોએ ફરમાવેલા પરમતારક ધર્મની આરાધના કરતો નથી. ૧ अज्जं कल्लं परं परारि, पुरिसा चिंतंति अत्थसंपत्तिं । अंजलिगयं व तोयं, गलतमाउं न पिच्छंति ॥२॥ આજે કે કાલે પરમદિવસે કે તે પછી ધનની પ્રાપ્તિ થશે; એમ પુરુષો વિચાર કરે છે, આશાના તાંતણે બંધાયેલા રહે છે; પરંતુ હથેળીમાંથી ટપકતા પાણીની જેમ રોજ ઓછા થઈ રહેલા આયુષ્યને જોતા નથી. ૨ जंकल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा। .. बहुविग्धो 'हु मुहुत्तो, मा अवरण्हं पडिक्खेह ॥३॥ જે કાર્ય કાલે કરવાનું છે તે જલદી આજે જ કરવું જોઈએ. પાછલા પ્રહરની પણ રાહ ન જોવી જોઈએ, કારણ કે એક મુહૂર્ત (બે ઘડી જેટલો સમય) પણ ઘણાં વિઘ્નોથી ભરેલો છે. ૩ ही संसारसहावं, चरियं नहाणुरागरत्तावि । जे पुव्वण्हे दिट्ठा, ते अवरण्हे न दीसंति ॥४॥ ઓહ! સંસારનો આ કેવો સ્વભાવ? આ કેવું ચરિત્ર? જે સ્નેહીઓ સવારે સ્નેહના અનુરાગથી યુક્ત દેખાતા હતા તે જ સ્નેહીઓ સાંજે તેવા અનુરાગી દેખાતા નથી. ૪ માં સુદિ કપિાલ્વે, પાવૅરિ વીસ વીસમેદા तिन्नि जणा अणुलग्गा, रोगो अ जरा अ मच्चू ॥५॥ - હે જીવો! જાગતા રહેવાના અવસરે સૂઈ ન રહો, અને જ્યાંથી ભાગી છૂટવા જેવું છે ત્યાં શાને આરામથી બેઠા છો? કારણ રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ-આ ત્રણ દુશ્મનો તમારી પાછળ પડ્યા છે. ૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ********************************************* दिवसनिसाघडिमालं, आउसलिलं जिआण धित्तूणं । चंदाइच्चबइल्ला, कालरहटें भमाडंति ॥६॥ ચંદ્ર અને સૂર્ય-આ બે બળદો દિવસ અને રાત્રિ રૂપી ઘટમાળ દ્વારા જીવોનું આયુષ્યરૂપી પાણી ભરીને કાળરૂપી રેંટને ભમાડ્યા જ કરે છે. ૬ सा नत्थि कला तं नत्थि, ओसहं तं नत्थि किंपि विन्नाणं । जेण धरिज्जइ काया, खज्जंति कालसप्पेणं ॥७॥ એવી કોઈ કળા નથી, એવી કોઈ દવા નથી, એવી કોઈ વિદ્યા નથી કે જેનાથી કાળસર્પના મોઢામાં ખવાતી આ કાયાને બચાવી શકાય ! ૭ दीहरफणिंदनाले, महिअरकेसर-दिसामहदलिल्ले । : ओपीअई कालभमरो, जणमयरंदं पुहविपउमे ॥८॥ શેષનાગરૂપ નાલ ઉપર ઊભેલા, પર્વતરૂપ કેશરાવાળા, દિશારૂપી મોટા પાંદડાવાળા, પૃથ્વીરૂપી કમળના માનવ-મકરંદને (પુષ્પારસ) કાળરૂપી ભમરો નિરંતર પી રહ્યો છે. ૮ - छायामिसेण कालो, सयलजीआणं छलं गवेसंतो । पासं कहवि न मुंचइ, ता धम्मे उज्जम कुणह ॥९॥ સર્વ જીવોનું છિદ્ર શોધતો કાળ, પડછાયાના બહાને પીછો છોડતો નથી. માટે ધર્મ આરાધનાનો ઉદ્યમ કરે ! ૯ कालंमि अणाइए, जीवाणं विविहकम्मवसगाणं । तं नत्थि संविहाणं, संसारे जं न संभवइ ॥१०॥ અનાદિ કાળથી ચાલ્યા આવતા આ સંસારમાં એવું કોઈ સંવિધાન (એકેન્દ્રિપણું) વિગેરે) નથી કે જે કર્મને વશ પડેલા જીવોએ પ્રાપ્ત કર્યું ન હોય ! ૧૦ . बंधवा सुहिणो सव्वे, पियमाया पुत्त भारिया । पेअवणाउ निअत्तंति दाऊणं सलिलंजलि ॥११॥ બંધુઓ કે મિત્રો, માતા કે પિતા પુત્ર કે પત્ની બધા જ અંતે તને જળની અંજલિ આપીને સ્મશાનથી પાછા ફરે છે. ૧૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ (૯) - ******* *********************************** विहडंति सुआ, विहडंति बंधवा वल्लहा य विहडंति । इक्को कहवि न विहडइ, धम्मो रे जीव जिणभणिओ ॥१२॥ રે આત્મન્ ! પુત્રો છૂટા પડે છે, બંધુઓનો વિયોગ થાય છે અને સગાંવહાલાં પણ વિખૂટાં પડી જાય છે, પરંતુ એક જિનેશ્વરદેવોએ કહેલો ધર્મ કદી વિખૂટો પડતો નથી, સાથ છોડતો નથી. ૧૨ अडकम्मपासबद्धो, जीवो संसारचारए ठाइ । अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाइ ॥१३॥ આઠ કર્મનાં બંધનથી બંધાયેલો જીવ સંસારની જેલમાં વસે છે અને આઠ કર્મનાં બંધનથી મુક્ત થયેલો જીવ શિવમંદિરમાં વસે છે. ૧૩ विहवो सज्जणसंगो, विसयसुहाई विलासललियाई । नलिणीदलग्गघोलिर, जललवपरिचंचलं सव्वं ॥१४॥ વૈભવ, સ્વજનોનો સમાગમ અને વિલાસભર્યા સુંદર વિષય સુખોઆ બધું જ કમળનાં પાંદડાં ઉપર રહેલા જળબિંદુની જેમ વિનશ્વર (ચંચળ) છે. ૧૪ तं कत्थ बलं तं कत्थ, जुव्वणं अंगचंगिमा कत्थ । सव्वमणिच्चं पिच्छह, दिठं नटं कयंतेण ॥१५॥ તે બળ ક્યાં ગયું? તે યૌવન ક્યાં ગયું? તે શરીરનું સૌંદર્ય ક્યાં ગયું? તે જોયેલું શરીર, બળ, યૌવન અને સૌંદર્ય યમરાજાએ નષ્ટ કરી નાખ્યું. ખરેખર આ બધું જ અનિત્ય છે, એમ સમજ. ૧૫ घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ । पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥१६॥ કર્મનાં મજબૂત બંધનોથી બંધાયેલો જીવ ભવનગરના ચોરે અને ચૌટે વિવિધ વિડંબણાઓ પામી રહ્યો છે. હે જીવ ! તને અહીં કોણ શરણરૂપ છે ? ૧૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧૦) **************** *************************** घोरंमि गब्भवास, कलमलजंबालअसुइबीभच्छे । वसिओ अणंतखुत्तो, जीवो कम्माणुभावेणं ॥१७॥ કલમલ (ગર્ભમાં પ્રથમના સાત દિવસના પ્રવાહી સ્થિતિ)ના કાદવની અશુચિથી બિભત્સ એવા ઘોર ગર્ભવાસમાં કુટિલ કર્મનાં યોગે જીવ અનંતીવાર વસ્યો છે. ૧૭ चुलसीइ किर लोए, जोणीणं पमुहसयसहस्साइं इक्किकम्मि अ जीवो, अणंतखुत्तो समुप्पन्नो ॥१८॥ ચૌદરાજ લોકમાં જીવને ઉત્પન્ન થવાનાં ૮૪ લાખ સ્થાન (યોનિ) છે. એમાંની એક-એક યોનિમાં આ જીવ અનંતીવાર જન્મ્યો છે. ૧૮ માયા-પિય-પૂર્દિ, સંસારર્દિ પૂરિો નોગો ! बहुजोणिनिवासीहिं, न य ते ताणं च सरणं च ॥१९॥ સંસારમાં અનેક યોનિમાં વસતાં માતા-પિતા અને સ્નેહીજનોથી સમગ્ર લોક ભરેલો છે. છતાં તેઓ તારા રક્ષક કે આશ્રયદાતા બની શકતા નથી. ૧૯ जीवो वाहि-विलुत्तो, सफरो इव निज्जले तडप्फडइ । सयलो वि जणो पिच्छइ, को सक्को वेअणाविगमे ॥२०॥ રોગોથી પીડાતો જીવ, પાણી વગરની માછલીની જેમ તરફડિયાં મારે છે. આજુબાજુ બેઠેલા લોકો એને દેખે છે, છતાં વેદનાથી કોઈ એને છોડાવી શકતું નથી. ૨૦ __मा जाणसि जीव ! तुमं पुत्तकलत्ताइ मज्झ सुहहेउ। निउणं बंधणमे यं, संसारे संसरंताणं ॥२१॥ હે આત્મન્ ! પુત્ર-પત્ની આદિ સ્વજનો મારા સુખનાં કારણ છે, એમ તું માનીશ નહિ. એ તો ઊલટા સંસારમાં ભટકતા તારા આત્માનાં ગાઢ બંધનો છે. ૨૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ************ ***************************** जणणी जायइ जाया, जाया माया पिया य पुत्तो य । अणवत्था संसारे, कम्मवसा सव्वजीवणां ॥२२॥ કર્મની વિચિત્રતાને કારણે સંસારમાં સર્વજીવોની વિચિત્ર અવસ્થાઓ સર્જાય છે. જીવની કોઈ નિશ્ચિત એક અવસ્થા નથી. માતા મરીને પત્ની થાય છે અને પત્ની મરીને માતા થાય છે, તેમજ પિતા મરીને પુત્ર અને પુત્ર મરીને પિતા થાય છે....! રર ज सा जाइ ज सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मया जत्थ, सव्वे जीवा अणंतसो ॥२३॥ આ સંસારમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ કુલ નથી, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં દરેક જીવો અનંતીવાર જન્મ્યા ન હોય અને મૃત્યુ પામ્યા ન હોય. ૨૩ तं किंपि नत्थि ठाणं, लोए वालग्ग-कोडिमित्तंपि । जत्थ न जीवा बहुसो, सुहृदुक्खपरंपरा पत्ता ॥२४॥ ચૌદરાજલોકમાં વાળના અગ્રભાગના કરોડમાં ભાગ જેટલી પણ જગ્યા નથી કે જયાં જીવ અનંતીવાર સુખ-દુઃખની પરંપરા ન પામ્યો હોય ! ૨૪ सव्वाओ रिद्धीओ, पत्ता सव्वे वि सयणसंबंधा । संसारे ता विरमसु, तत्तो जइ मुणसि अप्पाणं ॥२५॥ સંસારમાં સર્વ પ્રકારની ઋદ્ધિ-સમૃદ્ધિ અને સર્વપ્રકારના સ્વજનસ્નેહીઓના સંબંધો આ જીવ પ્રાપ્ત કરી ચૂક્યો છે. તેથી હવે જો આત્માને તું સમજતો હોય તો (તને આત્મજ્ઞાન થયું હોય તો) એ બધાથી તું વિરામ પામ ! ર૫ પણો વંથફ મં, ગો વ૬-વંદ -મર - વસULડું विसहइ भवंमि भमडइ, एगुच्चिअ कम्मवेलविओ ॥२६॥ જીવ એકલો જ પોતે કર્મ બાંધે છે, વધ-બંધ, મરણ વગેરેનાં દુઃખો એકલો જ સહન કરે છે અને કર્મથી પ્રેરાયેલો જીવ એકલો જ આ સંસારમાં ભટકે છે. ર૬ : Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૨) . * *********→************************************ अन्नो न कुणइ अहिअं, हियपि अप्पा करेइ न हु अन्नो। अप्पकयं सुहदुक्खं भुंजसि ता कीस दीणमुहो ॥२७॥ હે આત્મન્ ! બીજો કોઈ તારું અહિત કરતો નથી. હિત કે અહિત કરનાર તું પોતે જ છે. સુખ-દુઃખ પણ તારાં કરેલાં જ તું ભોગવે છે. તો પછી શા માટે તું દીનમુખવાળો બને છે? ૨૭ बहुआरंभविढत्तं, वित्तं विलसंति जीव ! सयणगणा। ... तज्जणियपावकम्मं अणुहवसि पुणो तुमं चेव ॥२८॥ હે જીવ ! તે ઘણાં આરંભ સમારંભનાં પાપથી ઉપાર્જેલાં ધન ઉપર તારો સ્વજન પરિવાર મોજ-મજા ઉડાવશે. પરંતુ એ ધન મેળવવા પાછળ બાંધેલાં પાપકર્મનું કટુફળ તો તારે એકલાએ જ ભોગવવું પડશે ! ૨૮ अह दुक्खियाई तह भुक्खियाइ, जह चिंतियाइ डिभाई। तह थोवंपि न अप्या, विचिंतिओ जीव ! किं भणिमो ॥२९॥ મારાં છોકરાં દુઃખી છે, ભૂખ્યાં છે...” એવી તારાં બાળકોની તે ચિંતા કરી છે પરંતુ એવી થોડી પણ ચિંતા તેં તારા આત્માની કરી નથી. અરે જીવ ! તને શું કહેવું? ૨૯ खणभंगुरं सरीरं, जीवो अन्नो अ सासयसरुवो । कम्मवसा संबंधो, निब्बंधो इत्थ को तुज्झ ॥३०॥ શરીર ક્ષણભંગુર છે, આત્મા શરીરથી જુદો, શાશ્વત સ્વરૂપવાળો છે. કર્મનો યોગે શરીર અને આત્માનો સંયોગ થયો છે. તો તે શરીરમાં તને આટલી મૂચ્છ શી? ૩૦ कह आयं कह चलियं, तुमंपि कह आगओ कहं गमिही। સુન્નપ થાદ, નીવ ! ટુંબ નો તુટ્ટા રૂ હે આત્મન્ ! તારું આ કુટુંબ ક્યાંથી આવ્યું અને ક્યાં ચાલ્યું જશે? તું પણ ક્યાંથી આવ્યો અને ક્યાં જઈશ? પરસ્પર બન્ને એક બીજાને નથી જાણતા, તો પછી એ કુટુંબ તારું ક્યાંથી? ૩૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ********************************************** खणभगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे । सारं इत्तियमेत्तं, जं कीरइ सोहणो धम्मो ॥३२॥ શરીર જ્યારે ક્ષણભંગુર છે અને માનવભવ જ્યારે વાદળના સમૂહ જેવો અસ્થિર છે ત્યારે સાર માત્ર એટલો જ છે કે – સુંદર રીતે ધર્મની આરાધના કરી લેવી. ૩૨ जम्मदुक्खं जगदुक्खं रोगा य मरणाणि य। ___ अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतुणो ॥३३॥ જન્મનું દુઃખ છે, વૃદ્ધાવસ્થાનું દુઃખ છે, રોગ અને મૃત્યુનું મહાદુઃખ છે...અહો! આખો સંસાર જ દુઃખરૂપ છે, જ્યાં જીવો ક્લેશને પામે છે. ૩૩ जाव न इंदियहाणी, जाव न जरारक्खसी परिप्फुरइ। નાવ ન વિસારી, નાવ ન મયૂ સમુચિ રૂ8 * જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી, જરા રાક્ષસી એનું બળ બતાવતી નથી, જયાં સુધી રોગના વિકારો જાગ્યા નથી અને જ્યાં સુધી મૃત્યુ આવ્યું નથી ત્યાં સુધી તે જીવ ! ધર્મની આરાધના કરી લે. ૩૪ નરહૃમિ પતિત્ત, જૂ gujન સોફા તદ સંપત્તે મરજે, થો દ વીર નવ ! રૂમ ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવો શક્ય નથી, તેમ મૃત્યુ નજીક આવે ત્યારે ધર્મ કઈ રીતે કરી શકાય? અર્થાત્ ધર્મ કરવો શક્ય નથી. ૩૫ रुवमसासयमेयं, विज्जुलयाचंचलं जए जीअं । संझाणुरागसरिसं, खणरमणीअं च तारुण्णं ॥३६॥ गयकण्णचंचलाओ, लच्छीओ तिअसचावसारिच्छं। . विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव ! मा मुज्झ ॥३७॥ રૂપ અશાશ્વત છે, જીવન વીજળીના ચમકારા જેવું ચંચળ છે અને યૌવન સંધ્યાના રંગ જેવું ક્ષણિક સૌંદર્યવાનું છે. લક્ષ્મી હાથીના કાન જેવી ચંચળ છે. જીવોને મળતું વિષયસુખ ઈન્દ્રધનુષ્ય જેવું છે; માટે હે જીવ! તું બોધ પામ. આમાંની કોઈપણ વસ્તુમાં તું મોહ ધારણ ન કર. ૩૬-૩૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૪) जह संझाए सउणाणं, संगमो जह पहे अ पहिआणं । . સયળાનું સંનોનો, તહેવ ઘુળમંજુરો નીવ ! "રૂટા હે જીવ ! જે રીતે સંધ્યા સમયે પક્ષીઓનો અને માર્ગમાં મુસાફરોનો સંયોગ-સમાગમ ક્ષણિક છે; તેમ સ્વજન-પરિવારનો સમાગમ ક્ષણિક છે. ૩૮ निसाविरामे परिभावयामि, गेहे पलित्ते किमहं सुयामि । डज्झतमप्पाणमुविक्खयामि, जं धम्मरहिओ दिअह्य गमामि ॥ ३९ ॥ **** રાત્રિના વિરામ સમયે જાગતો એવો હું વિચાર કરું છું કે - બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો છું ? દાઝી રહેલા આત્માની હું કેમ ઉપેક્ષા કરી રહ્યો છું અને ધર્મરહિત દિવસો કેમ ગુમાવી રહ્યો છું ? ૩૯ जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अहला जंति राइओ ॥४०॥ જે જે રાત્રિઓ પસાર થાય છે, તે પાછી આવતી નથી. અધર્મ કરનાર આત્માઓની રાત્રિઓ નિષ્ફળ જાય છે. ૪૦ जस्सत्थि मच्चुणा, सक्खं, जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया ॥४१॥ જેને મૃત્યુ સાથે મિત્રતા છે અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકીશ એમ માને છે અથવા હું મરીશ નહીં એમ જાણે છે; તે જ સુખશીલિયાપણું ઇચ્છી શકે. ૪૧ दंडकलिअं करिंता, वच्चंति हु राइओ य दिवसा य । आउसं संविलंता, गयावि न पुणो नियत्तंति ॥ ४२ ॥ દંડ દ્વારા કોકડી ઉપરથી દોરાને ચાકડા ઉપર વીંટાળવાની જેમ દિવસ અને રાત્રિઓ આયુષ્યને ઓછું કરે છે. એ ગયેલા દિવસો કે રાત્રિઓ પાછાં ફરતાં નથી. ૪૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ***************************************** जहेह सीहा व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया, कालंमि तंमि सहरा भवंति ॥४३॥ આ લોકમાં જેમ સિંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ અંત સમયે મૃત્યુ માણસને પકડીને લઈ જાય છે તે વખતે માતા-પિતા કે ભાઈ કોઈ જ સહાયક બનતાં નથી. ૪૩ जीअं जलबिंदुसमं संपत्तीओ तरंगलोलाओ । सुमिणयसमं च पिम्मं जं जाणसु तं करिज्जासु ॥४४॥ જીવન પાણીનાં બિંદુ જેવું છે, સંપત્તિ જળતરંગ જેવી છે અને સ્નેહ સ્વપ્નતુલ્ય છે; આવું જાણ્યા પછી તને જે ઠીક લાગે તે કર. ૪૪ संझरागजलबुब्बुओवमे, जीविए य जलबिंदुचंचले । जुव्वणे य नइवेगसंनिभे, पावजीव ! किमियं न बुज्झसे ? ॥४५॥ જીવન સંધ્યાને રંગ જેવું છે, પાણીના પરપોટા જેવું છે, પાણીના બિંદુ જેવું ચંચળ છે અને યૌવન નદીના ધસમસતા પૂર જેવું છે છતાં તે પાપાત્મન્ ! તું કેમ બોધ પામતો નથી? કેમ સમજતો નથી? ૪૫ अन्नत्थ सुआ अन्नत्य गेहिणी परिअणो वि अन्नत्थ । भूअबलिव्व कुडुंब, पक्खित्तं हयकयंतेण ॥४६॥ . નિર્દય યમરાજાએ, ભૂતને બલિબાકળા નાખે તેમ મારા કુટુંબને ફેંકી દીધું છે, પુત્રને ક્યાંય ફેંકી દીધો છે, પત્નીને ક્યાંક ફેંકી દીધી છે અને પરિવારને પણ ક્યાંક બીજે ફેંકી દીધો છે. ૪૬ जीवेण भवे भवे, मिल्हियाइ देहाइ जाइ संसारे। ताणं न सागरेहिं, कीरइ संखा अणंतेहिं ॥४७॥ આ સંસારમાં આ જીવે ભવોભવ જે શરીરો છોડ્યાં છે તે, બધાં શરીરોની સંખ્યા સાગરોપમથી પણ ન ગણી શકાય એટલી છે. ૪૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ (૬) . ************************ **************** नयणोदयंपि तासिं, सागरसलिलाओ बहुयरं होइ। ... गलिअं रुअमाणीणं, माऊणं अन्नमन्नाणं ॥४८॥ . અનેક ભાવોમાં થયેલી સ્વાર્થથી ખોટું ખોટું જુદી જુદી રડતી માતાઓની આંખનાં આંસઓનું પાણી, સમુદ્રનાં પાણીથી પણ અનેકગણું છે. ૪૮ जं नरए नेरइया, दुहाई पावंति घोरणंताई । तत्तो अणंतगुणियं, निगोअमज्झे दुहं होइ ।। ४९॥ तंमि वि निगोअमज्झे वसिओ रे जीव ! विविहकम्मवसा। विसहंतो तिक्खदुहं, अणंतपुग्गलपरावते ॥५०॥ નરકમાં નારકીઓ જે ઘોર ભયંકર અનંત દુ:ખો પ્રાપ્ત કરે છે, તેના કરતાં નિગોદમાં અનંતગણું દુઃખ છે, તે નિગોદમાં વિવિધ કર્મોને વશ થઈ હે જીવ! ઘણાં દુઃખને સહન કરતો તું અનંત પુદ્ગલ-પરાવર્તનકાળ સુધી ત્યાં વસ્યો છે. ૪૯-૫૦ , નિહરીય હવ તત્તો, મજુત્તાધિ રે નીä ! तत्थवि जिणवरधम्मो, पत्तो चिंतामणिसरिच्छो ॥५१॥ હે જીવ ! ત્યાંથી કેમેય કરીને નીકળીને તું મનુષ્યપણું પામ્યો છે ને તેમાંય ચિંતામણિરત્ન સમાન જિનેશ્વર પ્રભુનો ધર્મ તને પ્રાપ્ત થયો છે. ૫૧ पत्ते वि तंमि रे जीव ! कुणसि पमायं तुमं तयं चेव । ને મવંથ, પુ વિ પરિમો દુર્દ હરિ ધરા આવો ધર્મ પ્રાપ્ત થવા છતાં પણ તે જીવ ! તું એના એ જ પ્રમાદને સેવી રહ્યો છે, કે જે પ્રમાદથી સંસારના અંધારિયા કૂવામાં પડીને ફરીવાર ઘોર દુઃખને પામીશ. પર उवलद्धो जिणधम्मो, न य अणुचिण्णो पमायदोसेणं ।। हा जीव ! अप्पवेरिअ, सुबहुं परओ विसूरिहिसि ॥५३॥ હે જીવ! શ્રી જિનધર્મ મળ્યો પરંતુ પ્રમાદ દોષથી એનું સેવન તે ન કર્યું, હે આત્મવૈરી જીવ ! પરલોકમાં તું અત્યંત ખેદને પામીશ, ઝૂરીનૂરીને દિવસો પસાર કરીશ. પ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ (१७) ********************************************** सोअंति ते वराया, पच्छा समुवट्ठियंमि मरणंमि । पावपमायवसेणं, न संचिओ जेहिं जिणधम्मो ॥५४॥ પાપરૂપ પ્રમાદને આધીન થઈને જેઓએ જિનધર્મનો સંચય નથી કર્યો, તે બિચારા આત્માઓ મૃત્યુ ઉપસ્થિત થતાં ભારે શોક કરે છે. ૫૪ धी धी धी संसारं, देवो मरिऊण जं तिरी होई । मरिऊण रायराया, परिपच्चइ निरयजालाहिं ॥५५॥ સંસારને ધિક્કાર છે ! ધિક્કાર છે ! ધિક્કાર છે ! જ્યાં દેવો મરીને તિર્યંચ થાય છે અને રાજાધિરાજ પણ મરીને નરકની જવાળાઓમાં શેકાય छ. १५ जाइ अणाहो जीवो, दुमस्स पुर्फे व कम्मवाग्रहओ । धणधन्नाहरणाई, घर-सयण-कुटुंबमिल्लेवि ॥५६॥ કર્મરૂપી પવનથી હણાયેલો જીવ, પવનથી ખરી ગયેલા પુષ્પની જેમ ધન, ધાન્ય, આભૂષણ, ઘર, વજન અને કુટુંબને મૂકીને અનાથ બનીને ચાલ્યો જાય છે. પ૬ ' वसियं गिरीसु वसियं, दरीसु वसियं समुद्दमझंमि । रुक्खग्गेसु य वसियं, संसारे संसरंतेणं ॥५७॥ देवो नेरइउत्तिय कीडपयंगुत्ति माणुसो एसो । रुवस्सी य विस्वों, सुहभागी दुक्खभागी अ ॥५८॥ राउत्ति य दमगुत्ति य, एस सवागुत्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलोत्ति अधणो घणवइत्ति ॥५९॥ नवि इत्थ कोवि नियमो, सकम्म विणिविट्ठसरिसकयचिट्ठो । . अन्नुन्नरुव वेसो, नडुव्व परिअत्तए जीवो ॥६०॥ હે જીવ! સંસારમાં પરિભ્રમણ કરતાં તારો નિવાસ પર્વત પર થયો छ, गुम थयो छ, समुद्रमा थयो छ, वृक्षन। मामा ७५२ च्यो छे. तुं देव, ना२६, 81.31, ५गियो, मनुष्य, ३५, २१३५ी, सुमी मने दु:भी પણ બન્યો છે. તું રાજા અને રંક પણ બન્યો છે. ચંડાલ અને વેદનો જાણકાર Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ********************************************** * (બ્રાહ્મણ) બન્યો છે. સ્વામી અને સેવક બન્યો છે, પૂજ્ય અને દુર્જન બન્યો છે, નિર્ધન અને ધનવાન થયો છે. સંસારની રખડપટ્ટીમાં એવો કોઈ જ નિયમ નથી, કેમકે પોતે કરેલાં કર્મોના અનુસાર ચેષ્ટા કરતો જીવ નટની જેમ ભિન્ન ભિન્ન રૂપ અને વેષ ધારણ કરીને પરિવર્તન પામે છે. પ૭-૫૮-૫૯-૬૦. नरएसु वेयणाओ, अणोवमाओ असायबहुलाओ। .. रे जीव ! तए पत्ता अणंतखुत्तो बहुविहाओ ॥६१॥ देवत्ते मणुअत्ते, पराभिओगत्तणं उवगणं । भीसणदुहं बहुविहं, अणंतखुत्तो समणुभअं ॥६२॥ . तिरियगई अणुपत्तो, भीममहावेयणा अणेगविहा । जम्मणमरणरहट्टे, अणंतखुत्तो परिब्भमिओ ॥६३॥ રે જીવ ! તેં સાતે નરકનાં દુઃખથી ભરપૂર અને જેને કોઈ ઉપમા ન આપી શકાય તેવી અનેક પ્રકારની વેદનાઓ અનંતીવાર પ્રાપ્ત કરી છે. દેવભવમાં અને માનવભવમાં પરાધીનતાને પામીને અનેક પ્રકારનાં ભીષણ દુઃખો તે અનંતીવાર અનુભવ્યાં છે. તિર્યંચગતિમાં પણ અનેક પ્રકારની મહાભયંકર વેદનાઓ પામીને ત્યાં જન્મ-મરણના રહેટમાં અનંતીવાર તું ભમ્યો છે. ૬૧-૬૨-૬૩. जावंति के वि दुक्खा, सारीरा माणसा व संसारे । पत्तो अणंतखुत्तो, जीवो संसारकंतारे ॥६४॥ હે જીવ! સંસારમાં જે કોઈ શારીરિક કે માનસિક દુઃખો છે તે સઘળાં દુઃખો ભવાટવીમાં ભમતાં તે અનંતીવાર પ્રાપ્ત કર્યા છે. ૬૪ तण्हा अणंतकखुत्तो, संसारे तारिसी तुमं आसी । जं पसमेउं सव्वो-दहीणमुदयं न तीरज्जा ॥६५॥ સંસારમાં અનંતીવાર એવી તરસ તને લાગી કે જે સર્વસમુદ્રનાં પાણીથી પણ ન છીપાય ! ૬૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૯) *********** ******* ** *********************** आसी अणंतखुत्तो, संसारे ते छुहा वि तारिसिया ।। 'जं पसमेउं सव्वो, पुग्गलकाओ न तीरिज्जा ॥६६॥ સંસારમાં અનંતીવાર ભૂખ પણ તને એવી લાગી કે દુનિયાભરના આહારનાં બધાં જ પુદ્ગલો મળવા છતાં એ ભૂખ શાંત થાય નહિ ! ૬૬ काऊणमणेगाई, जम्ममरणपरिअट्टाणसयाई। दुक्खेण माणुसत्तं, जड़ लहइ जहिच्छियं जीवो ॥६७॥ જન્મમરણનાં સેંકડો પર્યટનો કર્યા પછી મહામુસીબતે જીવ ઇચ્છિત મનુષ્યભવને પ્રાપ્ત કરે છે. ૬૭ तं तह दुल्लहलंभं, विज्जुलयाचंचलं च मणुअत्तं । ઘifમ નો વિડીયટ્ટ રિફો ન સપૂપિયો ક્ટા - હે જીવ ! તેવા પ્રકારના દુર્લભ અને વીજળી જેવા ચંચળ માનવ જન્મને પામી ધર્મકાર્યમાં ખેદ અનુભવે છે, તે ખરેખર કાપુરુષ (નિંદનીય) છે, સત્પરુષ નથી. ૬૮ माणुस्सजम्मे तडिलद्धयंमि, जिणिदधम्मो न कओ य जेणं । तुट्टे गुणे जह धाणुक्कएणं, हत्था मलेव्वा य अवस्स तेणं ॥६९॥ જેમ સુભટને ધનુષ્યની દોરી તૂટી ગયા પછી અવશ્ય હાથ ઘસવા પડે છે તેને સંસારસાગરના કિનારારૂપ મનુષ્યજન્મને પામીને જે જિનેશ્વરના ધર્મને સેવતો નથી તેને અવશ્ય હાથ ઘસવા પડે છે અર્થાતુ પશ્ચાત્તાપ કરવો પડે છે. ૬૯ रे जीव ! निसुणि चंचलसहाव, मिल्हेविणु सयलवि बझंभाव । नवभेय - परिग्गहविविहजाल, संसारि अस्थि सह इंदयाल ॥७०॥ " રે જીવ ! સાંભળ. ચંચળ સ્વભાવવાળા સઘળાય બાહ્યભાવોને તથા નવ પ્રકારના પરિગ્રહની જંજાળને મૂકીને જવાનું છે માટે સંસારમાં સઘળું ઈન્દ્રજાળ જેવું છે. ૭૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨૦) . ********************************************** पिय पुत्त मित्त- घर घरणिजाय, इहलोइअसव्व नियसुहसहाय । . नवि अत्थि कोई तुह सरणि मुक्ख, इक्कल्लु सहसि तिरिनिरयदुक्ख ॥७१॥ . હે મૂર્ણ જીવ ! આ લોકમાં પિતા-પુત્ર, મિત્ર, ઘર, પત્ની આદિનો સમુદાય પોતાના જ સુખનો અર્થ છે. ભવાંતરમાં તિર્યંચ અને નરક ગતિનાં દુઃખો તું એકલો જ સહન કરીશ. બીજા કોઈ તને શરણરૂપ નહીં થાય.૭ર कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए। .. एवं मणुआण जीविअं, समयं गोयम ! मा पमायए ॥७२॥ જેમ ડાભના (ઘાસના) અગ્રભાગ ઉપર રહેલ ઝાકળનું બિંદુ થોડો સમય જ ટકે છે; તેમ મનુષ્યનું જીવન પણ થોડો સમય જ ટકે છે, માટે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરીશ નહિ. ૭ર संबुज्झह किं न बुज्झह, संबोही खलु पिच्च दुल्लहा। नो हु उवणमंति राइओ, नो सुलहं पुणरवि जीवियं ॥७३॥ બોધ પામો ! તમે કેમ બોધ પામતા નથી? મૃત્યુ પછી પરલોકમાં સંબોધિ (બોધિ) મળવી દુર્લભ છે. ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી અને માનવજીવન પણ સુલભ નથી. ૭૩ डहरा बुड्ढा य पासह, गब्भत्था वि चयंति माणवा । सेणे जह वट्टयं हरे, एवमाउक्खयंमि तुट्टइ ॥७४॥ બાળકો - વૃદ્ધો કે ગર્ભમાં રહેલા મનુષ્યો પણ મરી જાય છે. બાજપક્ષી જેમ તેતરને લઈ જાય છે, એમ આયુષ્યનો ક્ષય થતાં જીવન તૂટી જાય છે. ૭૪ तिहुअणजणं मरंतं, दह्ण नयंति जे न अप्पाणं । विरमंति न पावाओ, धी धी धीट्ठत्तणं ताणं ॥५॥ ત્રણ ભુવનનાં લોકોને મૃત્યુ પામતાં જોઈને જેઓ આત્માને ધર્મમાર્ગમાં જોડતા નથી, પાપથી પાછા હઠતા નથી; તેઓની ધિઢાઈને ધિક્કાર છે, ધિક્કાર છે. ૭૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ (२१) ********************************************** मा मा जंपह बहुय, जे बद्धा चिक्कणेहिं कम्मेहि। सव्वेसिं तेसिं जायइ, हिओवएसो महादोसो ॥७६॥ જેઓ ચીકણાં કર્મોથી બંધાયેલા છે, તેમને વધુ કહેવાનું રહેવા દો, કેમકે તેઓને બધો જ હિતોપદેશ મહાદોષનું કારણ બને છે. ૭૬ कुणसि ममत्तं धणसयण - विहवपमुहेसु अणंतदुक्खेसु। सिढिलेसि आयरं पुण, अणंतसुक्खंमि मुक्खंमि ॥७७॥ અનંત દુઃખસ્વરૂપ ધન, સ્વજન, વૈભવ આદિમાં તું મમત્વ કરે છે અને અનંત સુખસ્વરૂપ મોક્ષમાં આદરને શિથિલ બનાવે છે. ૭૭ संसारो दुहहेऊ, दुक्खफलो दुसहदुक्खरुवो य । न चयंति तंपि जीवा, अइबद्धा नेहनिअलेहिं ॥७॥ આ સંસાર દુઃખનો હેતુ છે, દુઃખ ફલક છે અને દુસ્સહ દુઃખરૂપ છે. છતાં સ્નેહની મજબૂત સાંકળથી બંધાયેલા જીવો તેને છોડતા નથી. ૭૮ नियकम्म- पवण-चलिओ, जीवो संसारकाणणे घोरे । का का विडंबणाओ, न पावए दुसहक्खाओ ॥७९॥ સંસારરૂપી ઘોર જંગલમાં પોતાના કર્મરૂપી પવનથી પ્રેરાયેલો જીવ અસહ્ય વેદનાઓથી ભરેલી કઈ કઈ વિડંબણાઓ પામતો નથી ? ૭૯ सिसिमि सीयलानिल- लहरिसहस्सेहि भिन्नधणदेहो। . तिरियत्तणमि रणे, अणंतसो निहणमणुपत्तो ॥८०॥ गिम्हायंवसंतत्तोऽरण्णे छुहिओ पिवासिओ बहुसो । संपत्तो. तिरियभवे, मरणदुहं बहु विसूरंतो ॥८१॥ वासासु रण्णमझे, गिरिनिज्झरणोदगेहि वझंतो। सीयानिलडज्झविओ, मओसि तिरियत्तणे बहुसो ॥८२॥ एवं तिरियभवेसु, कीसंतो दुक्खसयसहस्सेहिं । वसिओ अणंतखुत्तो, जीवो भीसणभवारपणे ॥८३॥ તિર્યંચગતિમાં જંગલમાં શિયાળાની ઋતુમાં ઠંડાગાર પવનના સુસવાટાથી તારું શરીર ભેદાયું છે અને તેથી તું અનંતીવાર મૃત્યુ પામ્યો Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ***** *************************************** છે. ગ્રીષ્મના (ગ્રીષ્મઋતના) તાપથી સંતપ્ત બનેલો ભૂખ અને તરસને સહન કરતો અને ખેદ પામતો તું મરણનાં દુઃખો પામ્યો છે. વર્ષાઋતુના કાળમાં ગિરિઝરણાંનાં પાણીથી તણાતો હિમ જેવા ઠંડા પવનોથી દાઝેલો અનેકવાર મૃત્યુ પામ્યો છે. એવી રીતે તિર્યંચના ભવોમાં લાખ્ખો દુઃખોથી પીડાતો જીવ અનંતીવાર ભીષણ ભવજંગલમાં વસ્યો છે. ૮૦-૮૧-૮૨-૮૩. दुट्ठट्ठकम्मपलया- निलपेरिउ भीसणंमि भवरण्णे ।.. . हिंडंतो नरएसु वि, अणंतसो जीव ! पत्तो सि ॥८४॥ सत्तसु नरयमहीसु, वज्जानलदाहसीयवेयणासु । वसिओ अणंतखुत्तो, विलवंतो करुणसद्देहिं ॥८५॥ હે આત્મન્ ! દુષ્ટ એવા આઠ કર્મરૂપી પ્રલયકાળના પવનથી પ્રેરાઈને ભીષણ ભવાટવીમાં ભટકતા સાતે નરકમાં પણ તે અનંતીવાર જઈ ચૂક્યો છે. જ્યાં વજના અગ્નિ જેવો દાહ છે અને અતિશય ઠંડી છે, તે સાતે નરક પૃથ્વીમાં કરુણ શબ્દોથી વિલાપ કરતો તું અનંતીવાર વસ્યો છે. ૮૪-૮૫ पियमायसयणरहिओ, दुरंतवाहीहि पीडिओ बहुसो । मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि ॥८६॥ 'નિસ્સાર મનુષ્યભવમાં માતા-પિતા અને સ્વજનોથી રહિત અને દુઃખદાયી રોગોથી પીડાતો તું કરુણ વિલાપ કરતો હતો, તેને કેમ યાદ કરતો નથી? ૮૬ पवणुव्वगयणमग्गे, अलक्खिओ भमइ भववणे जीवो। ठाणट्ठाणंमि समुज्झिाऊण, धणसयणसंघाए ॥८७॥ હે જીવ! આ ભવાટવીમાં દરેક ઠેકાણે ધન અને સ્વજન પરિવારને મૂકી મૂકીને, પવન જેમ આકાશમાં અદશ્યપણે ફરે છે, તેમ તું ભ્રમણ કરી રહ્યો છે. ૮૭ विद्धिज्जंता असयं, जम्मजरामरणतिक्खकुंतेहिं । दुहमणुहवंति घोरं, संसारे संसरंत जिआ ॥४८॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨૩) ********************************************** तहवि खणंपि कयावि हु, अन्नाणभुयंगडंकिया जीवा । संसारचारगाओ, न य उव्विंज्जति मूढोमणा ॥८९॥ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવો જન્મ, જરા અને મરણના તીક્ષ્ણ ભાલાથી અનેકવાર વીંધાય છે અને ઘોર દુઃખો અનુભવે છે; છતાં પણ અજ્ઞાનરૂપી સર્પથી ડસાયેલા મૂઢ મનવાળા જીવો ક્યારેય સંસારની જેલથી કંટાળતા નથી. ૮૮-૮૯ कीलसि कियंतवेलं, सरीरवावीइ जत्थ पइसमयं । कालरहट्टघडीहिं, सोसिज्जइ जीविअंभोहं ॥९०॥ જેમાંથી કાળરૂપી રેંટ પ્રતિસમય આયુષ્યરૂપી પાણી ઊલેચી રહ્યો છે, એવી આ શરીરરૂપી વાવડીમાં તું કેટલો સમય ક્રીડા કરીશ? ૯૦ रे जीव ! बुज्झ मा मुज्झ, मा पमायं करेसि रे पाव । િપત્નો ગુરુકુવમg-માય રોહિ િમયા? શા રે જીવ ! બોધ પામ ! મૂઢ ન બન! હે પાપાત્મન્ ! પ્રમાદ ન કર... હે મૂર્ખ ! શા માટે પરલોકમાં મહાદુઃખનું ભાજન બની રહ્યો છે? ૯૧ શુક્રાણુનીવ ! તુષ, મ મુનિ મર્થ પિ નાઝા जम्हा पुणरवि एसा, सामग्गी दुल्लहा जीव ! ॥९२॥ હે જીવ! બોધ પામ ! જિનમતને જાણીને વિષયસુખમાં મુંઝાઈશ નહીં કારણ કે ફરીથી આવી. સામગ્રી મળવી દુર્લભ છે. ૯ર લેપાઈ दुलहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी अ । दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥१३॥ જિનધર્મ ફરી ફરી મળવો દુર્લભ છે, તે પ્રમાદમાં તત્પર અને સુખશીલીઓ છે. નરકનું દુઃખ દુઃસ્સહ છે. અમે નથી જાણતા કે તારું શું થશે ! ૯૩ अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो । - देहेण जइ विढप्पड़, धम्मो ता किं न पज्जतं ॥९४॥ અસ્થિર, મલિન અને પરાધીન એવા આ શરીરથી જો સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવો ધર્મ કરી શકાતો હોય તો શું એટલું પર્યાપ્ત નથી? ૯૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ******************************************** : जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । ... गुणविहववज्जियाणं, जीयाण तह धम्मरयणं पि ॥१५॥ તુચ્છ વૈભવવાળાને ચિંતામણિરત્ન મળવું જેમ સુલભ નથી, તેમ ગુણના વૈભવથી હીન આત્માઓને ધર્મરત્ન મળવું પણ સુલભ નથી. ૯૫ जह दिट्ठीसंजोगो, न होइ जच्वंधयाण जीवाणं । तह जिणमयसंजोगो, न होइ मिच्छंधजीवाणं ॥९६॥ જન્મથી અંધજીવોને જેમ કોઈ પણ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ મિથ્યાત્વથી અંધજીવોને જિનશાસનનો સંયોગ થઈ શકતો નથી. ૯૬ पच्चक्खमणंतगुणे, जिणिदधम्मे न दोसलेसो वि । तहवि हु अन्नाणंधा, न रमंति कयावि तंमि जिया ॥९७॥ જિનધર્મમાં પ્રત્યક્ષ અનંતગુણ છે, દોષનો એક લેશ પણ નથી છતાં અજ્ઞાનથી અંધ જીવો કેમેય કરીને એમાં રમતા નથી. ૯૭ मिच्छे अणंतदोसा, पयडा दीसंति न वि य गुणलेसो । तहवि य. तं चेव जिया, ही मोहंधा निसेवंति ॥९८॥ મિથ્યાત્વમાં પ્રત્યક્ષ અનંત દોષો દેખાય છે, ગુણોનો એક લેશ પણ નથી, છતાંય મોહાન્ય જીવો તે જ મિથ્યાત્વનું સેવન કરે છે. ૯૮ धी धी ताण नराणं, विन्नाणे सह गुणेसु कुसलत्तं । सुहसच्चधम्मरयणे, सुपरिक्खं जे न जाणंति ॥९९।। તે મનુષ્યોના વિજ્ઞાન અને ગુણોની કુશળતાને ધિક્કાર છે, કે જેઓ શુભ અને સત્ય એવા ધર્મરત્નની સમ્યફ પરીક્ષા કરી શકતા નથી. ૯૯ जिणधम्मोऽयं जीवाणं, अपुव्वो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१००॥ સ્વર્ગ અને અપવર્ગના સુખરૂપ ફળને આપનારો આ જિનધર્મ એક અપૂર્વ કલ્પવૃક્ષ જેવો છે. ૧૦૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ********************************************** धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरु। मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥१०१॥ ધર્મ એ બંધ છે, સન્મિત્ર છે, પરમગુરુ છે અને મોક્ષમાર્ગના મુસાફરો માટે શ્રેષ્ઠ રથ સમાન છે. ૧૦૧ चउगइणंतदुहानल - पलित्तभवकाणणे महाभीमे। . सेवसु रे जीव ! तुमं, जिणवयणं अमियकुंडसमं ॥१०२॥ મહાભયંકર સંસાર-અટવીમાં ચાર ગતિનાં અનંત દુઃખથી દાઝેલા હે જીવ ! અમૃતના કુંડ સમાન જિનવચનનું સેવન કર ! ૧૦૨ विसमे भवमरुदेसे , अणंतदुहगिम्हतावसंतत्ते । जिणधम्मकप्परुक्खं, सरसु तुमं जीव सिवसुहदं ॥१०३॥ અનંત દુઃખરૂપી ગ્રીષ્મઋતુમાં તાપથી સંતપ્ત અને વિષમ એવા આ સંસારરૂપી મરુધરદેશમાં મોક્ષના ફળને આપનારા જિનધર્મનો હે જીવ! તું આશ્રય કર. ૧૦૩ किं बहुणा ? जिणधम्मे, जइअव्वं जह भवोदहिं घोरं । ___लहु तरियमणंतसुहं, लहइ जीओ सासयं ठाणं ॥१०४॥ વધારે શું કહેવું ? ઘોર એવા સંસારને જલદથી તરીને અનંત સુખસ્વરૂપ શાશ્વતસ્થાને જીવ પ્રાપ્ત કરે તે રીતે જિનધર્મની આરાધનાનો પુરુષાર્થ કરવો જોઈએ. ૧૦૪ * * * વિભાવિક આત્મા સ્વાભાવિક આત્મા . વિ.આ. જ દુ:ખની ભરેલી વૈતરણી સ્વા.આત્મા જ વાંછિત સુખની છે, ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં સમાન છે. કામધુન છે, આનંદકારી છે, કર્મનો કર્મનો કરનાર છે, દુઃખોપાર્જન કરનાર ટાળનાર છે એટલે સુખ ઉપાર્જન છે, પોતે જ પોતાનો વૈરી છે, દુષિત કરનાર છે, પોતે જ પોતાનો મિત્ર આચારે સ્થિત છે. ' છે, નિર્મળ આચારમાં સ્થિત છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૬) *************************************** શું સાશતક ) अहङ्कारादिरहितं निश्छद्मसमताऽऽस्पदम् । आद्यमप्युत्तमं किञ्चित्, पुरुषं प्रणिदध्महे ॥१॥ જે કોઈ યોગીપુંગવ - પુરુષ – (૧) અહંકારાદિ દોષોથી રહિત હોય, (૨) નિર્વ્યાજ સમતાનું નિવાસસ્થાન હોય, (૩) સર્વથી પ્રથમ હોવા છતાં સર્વથી શ્રેષ્ઠ હોય, તેમનું અમે ગ્રંથના આરંભમાં ધ્યાન કરીએ છીએ. ૧ * उन्मनीभूयमास्थाय, निर्मायसमतावशात् । નયન યોનિઃ શ્વ-રફીશિર્વાશ્રય: રા' નિષ્પાંચ-સહજ-અકૃત્રિમ સમત્વના કારણે ઉન્મનીભાવને પ્રાપ્ત કરીને જેમણે સદાકાલ માટે મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી છે; એવા યોગીપુંગવો જયવંત વર્તે છે. (વિજય પામે છે.) ૨ ઉન્મનીભાવના પર્યાયો નીચે મુજબ પ્રાપ્ત થાય છે :राजयोगः समाधिश्च, उन्मनी च मनोन्मनी । अमरत्वं ल यस्त"त्त्वं, “शून्याशून्य' परं पदम् ॥३॥ अमनस्क तथाऽद्वैतं, १२निरालम्ब १३निरञ्जनम् । जीवन्मुक्तिश्च सहजा,१५ १६ तुर्या चेत्येकवाचकाः ॥४॥ - હઠયોગપ્રદીપિકા, ચતુર્થ ઉપદેશ. X સમતાના પર્યાયો નીચે મુજબ પ્રાપ્ત થાય છે : माध्यस्थ्यं समतो पेक्षा, वैराग्यं साम्यमस्पृहा । वैतृष्ण्यं परमा शान्ति-रित्येकोऽर्थोऽभिधीयते ॥५०॥१३१॥ - તત્ત્વાનુશાસન, ચતુર્થ અધ્યાય, શ્લોક-૫૦. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૭) ********************************************* औदासीन्यक्रमस्थेन, भोगिनां योगिनामयम् । आनन्दः कोऽपि जयतात्, कैवल्यप्रतिहस्तकः ॥३॥ ઔદાસીન્યના ક્રમથી ઉત્પન્ન થયેલ સમતારસને ભોગવતા યોગીઓનો આ અપૂર્વ કોટિનો આનંદ જયવંત વર્તો, કે જે કૈવલ્યનો સાક્ષીભૂત છે. ૩ सामयपीयूषपयोधि-स्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्य-महिमा जयताल्लयः ॥४॥ સામ્યરૂપી અમૃતના સમુદ્રમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાન્ત થઈ ગયાં છે, એવા યોગીઓ (જ) પોતે જેના મહિમાનું સંવેદન કરી શકે છે, તેવો (તન્મય થવા રૂ૫) લય જય પામો. ૪ आस्तामयं लयः श्रेयान्, कलासु सकलास्वपि । निष्कले किल योगेऽपि, स एव ब्रह्मसंविदे ॥५॥ આ લય સઘળીય કલાઓમાં કલ્યાણકારી (શ્રેષ્ઠ) છે, એ વાત તો બાજુએ રાખીએ પણ) નિષ્કલ યોગમાં (ઉન્મની અવસ્થામાં) પણ તે લય જ બ્રહ્મજ્ઞાન માટે થાય છે. પ नित्यानन्दसुधारश्मे-रमनस्ककलाऽमला । अमृतस्यादिमं बीज-मनपाया जयत्यसौ ॥६॥ * ઔદાસીન્યક્રમ નીચે પ્રમાણે છે : આત્મામાં સામ્ય વડે નિર્મલતા થતાંની સાથે જ પરમાત્મસ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ થાય છે. તે નિર્મલતા તો કષાયચતુષ્ટયના દરેકના જે ચાર ચાર પ્રકારો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન તેના ક્ષયના ક્રમથી થાય છે. તેથી આત્માની શુદ્ધિ કરનારું સામ્ય વધુ ને વધુ શુદ્ધ થાય છે. સામ્યશુદ્ધિના ક્રમ વડે સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ–એ છે કે જે જીવમાત્રના ગુણો છે, તેમાં થતી વિશુદ્ધિથી આત્માને તે પરમાત્મા વધુ અને વધુ સ્પષ્ટ થતા જાય છે. મોહના સર્વથા ક્ષયથી સામ્ય સર્વથા શુદ્ધ થતાં જ સયોગી કેવળીરૂપ સર્વ શુદ્ધાત્માનો આ પરમાત્મા સર્વ રીતે સ્પષ્ટ થાય છે. - યોગસાર, પ્રથમ પ્રસ્તાવ, શ્લોક-૪-૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ********************************************* સદાનંદરૂપી ચન્દ્રની નિર્મળ એવી અમનસ્કકલા (ચિંતાના અભાવથી જાણે મન નાશ પામ્યું હોય તેવી અવસ્થા) તે અમૃતનું પ્રથમ બીજ છે અને તેનો કદી નાશ થતો નથી. અથવા તો, અમૃતનું પ્રથમ બીજ અને જેનો કદી નાશ થતો નથી એવી સદાનંદરૂપી ચન્દ્રમાની નિર્મલ એવી આ અમનસ્ક કલા જય પામે છે. ૬ થ: કૃg: 7: સાપે, મનાવમૂ " तमाशु वचसां पात्रं, विधातुं यतते मतिः ॥७॥ મને સમભાવમાં જે કંઈ થોડો પણ લય પ્રગટ થયો તે લયને જલદીથી વચનમાં મૂકવા મારી બુદ્ધિ પ્રયત્ન કરે છે. ૭ अष्टाङ्गस्यापि योगस्य, रहस्यमिदमुच्यते । ___ यदंग-विषयासङ्गत्यागान्माध्यस्थ्यसेवनम् ॥८॥ (હે મુનિ !) આઠ અંગવાળા એવા પણ યોગનું રહસ્ય આ જ કહેવાય છે કે, વિષયોની આસક્તિ સંપૂર્ણપણે ત્યજીને મધ્યસ્થતાનું સેવન કરવું. ૮ रागद्वेषपरित्यागा-द्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहु-रमृताय रसाञ्जनम्* ॥९॥ (ફૂટનોટ પાન નંબર-૧૨૫ પરની) *દારૂ હળદરનો કાઢો કરી તેમાંથી રસાંજન અથવા રસવંતી બનાવવામાં આવે છે. તે નેત્રવિકાર તથા વ્રણદોષનો નાશ કરે છે. - આર્યભિષફ પૃ.-૨૬૩ સરખાવો – मोहच्छादितनेत्राणा-मात्मरूपमपश्यताम् । . दिव्यांजनशलाकेव, समता दोषनाशकृत् ॥१९॥ - અધ્યાત્મસાર, અધિકાર-૯, પૃ.-૨૦૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૯) * *************************** ************* * આ પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં રાગ અને દ્વેષનો ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવી તે ઔદાસીન્ય કહેવાય છે અને ઔદાસીન્ય, અમૃતમોક્ષ માટે રસાંજનરૂપ ઔષધિ છે. ૯ तस्यानघमहो बीजं, निर्ममत्वं स्मरन्ति यत् । तद्योगी विदधीताशु, तत्रादरपरं मनः ॥१०॥ અહો ! તે ઔદાસીજનું અવંધ્યબીજ નિર્મમતા છે, તેથી યોગીએ શીધ્ર તેમાં જ આદરવાળું ચિત્ત રાખવું જોઈએ. ૧૦ विहाय विषयग्राम-मात्माराममना भवन् । निर्ममत्वसुरवास्वा-दान्मोदते योगिपुङ्गवः ॥११॥ | વિષયોના સમૂહને છોડીને આત્મામાં રમણ કરતું છે મન જેનું એવો યોગીપુંગવ મમતાના અભાવરૂપી સુખના આસ્વાદથી આનંદ અનુભવે છે. ૧૧ येऽनिशं समतामुद्रां, विषयेषु नियुञ्जते । करणैश्चर्यधुर्यास्ते, योगिनो हि नियोगिनः ॥१२॥ જેઓ હમેશાં વિષયોમાં સમભાવરૂપી મુદ્રાને યોજે છે, તે ઈન્દ્રિયોનું સ્વામીપણું કરવામાં આગેવાન યોગીઓ જ ખરેખરા અધિકારીઓ છે. ૧૨ ममत्ववासना नित्य-सुखनिर्वासनानकः । નિયત્વે તુ વન્ય-રના પ્રતિકૂઃ પરમ્ રૂા. મમતાની વાસના તે નિત્યસુખને દેશવટો દેનારો-રવાના કરનારો-પડહ છે. પરંતુ મમતાનો ત્યાગ તો કેવલદર્શનનો સાક્ષી છે. ૧૩ भुव्यभिष्वंग एवायं, तुष्णाज्वरभरावहः । નિમત્વીપચં તત્ર, વિનિયુત યોવિન્ ૨૪ દુનિયામાં આ ગાઢ રાગ (મમતા) જ તૃષ્ણારૂપી જવરના સમૂહને લાવનાર છે અને તેથી યોગીપુરુષે તેને વિષે નિર્મમતારૂપી ઔષધનો પ્રયોગ કરવો જોઈએ. ૧૪. पर्यवस्यति सर्वस्य, तारतम्यमहो ! क्वचित् । निर्ममत्वमतः साधु, कैवल्योपरि निष्ठितम् ॥१५॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ (30) ******************************************** સર્વ વસ્તુઓનું તારતમ્ય ક્યાંક તો વિરામ પામે જ છે પણ આશ્ચર્યની વાત છે કે – સુંદર એવું નિર્મમત્વ તો કેવળજ્ઞાનથી પણ ઉપર રહેલું છે. કિવલ્ય વખતે પણ કાયમ રહે છે, માટે તે જ શ્રેષ્ઠ છે.) ૧૫ ममत्वविषमूर्छाल-मान्तरं तत्त्वमुच्चकैः । तद्वैराग्यसुधासेका-च्चेतयन्ते हि योगिनः ॥१६॥ મમત્વરૂપી વિષથી અત્યંત મૂચ્છિત બની ગયેલા આંતર (આત્મ) તત્ત્વને યોગીઓ વૈરાગ્યરૂપી સુધાના સિંચનથી સચેતન-જીવંત કરે છે. ૧૬ विरागो विषयेष्वेषु - परशुर्भवकानने । સમૂનવાષ-ષિત-ગમત- વ UT: ૨૭ આ વિષયોમાં વિરાગ તે સંસારરૂપી વનનો ઉચ્છેદ કરનારો એવો ઉલ્બણ (કઠોર) તીક્ષ્ણ કુહાડો છે, કે જે મમતારૂપી વલ્લિ (લતા)ને મૂળ સાથે ઉખાડી નાંખે છે. ૧૭ शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्परा । क्लिश्यन्ते जन्तवो हन्त ! दुस्तरा भववासना ॥१८॥ . શરીરમાં પણ મોહ રાખીને દુઃખ માટે તત્પર થયેલા પ્રાણીઓ કુલેશ પામે છે. ખરેખર ! (ખેદની વાત છે કે), સંસારની વાસના દુસ્તર (દુઃખે કરીને પાર પમાય તેવી) છે. ૧૮ अहो ! मोहस्य माहात्म्यं, विद्वत्स्वपि विजृम्भते । अहङ्कारभवात्तेषां, यदन्धङ्करणं श्रुतम् ॥१९।। અહો ! મોહનું માહાસ્ય જ્ઞાનીઓમાં પણ સ્કુરાયમાન થાય છે - વિસ્તાર પામે છે. અહંકારની ઉત્પત્તિથી તેમને જ્ઞાન (પણ) અંધ કરનારું બને છે. ૧૯ श्रुतस्य व्यपदेशेन, विवत्तस्तमसामसौ. । अन्तः सन्तमसः स्फाति-र्यस्मिन्नुदयमियुषि ॥२०॥ જે (જ્ઞાન) ઉદય પામતાં આત્મામાં અંધકારનો વિસ્તાર થાય, તે વાસ્તવિક જ્ઞાન નથી પણ જ્ઞાનના બહાને અંધકારનો સમૂહ છે. ર૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩૧) **************************************** *** केषाञ्जित्कल्पते मोहाद्, व्यावभाषीकृते श्रुतम् । पयोऽपि खलु मन्दानां, सन्निपाताय जायते ॥२१॥ અતિશય બીમારને દૂધ પણ સન્નિપાત માટે થાય, તેમ મોહના યોગે કેટલાકને ખરેખર ! જ્ઞાન પણ વિવાદ કરવા માટે જ થાય છે. ૨૧ ममत्वपळू नि:वटङ्क (निःशकं) परिमाष्टुं समन्ततः । ૌરા વારિત્રહી - પરીપો ભવ ||રા મમત્વરૂપી કાદવનું સંપૂર્ણપણે પરિમાર્જન કરવા – સાફ કરી નાખવા માટે તું નિઃશંકપણે વૈરાગ્યરૂપી લહરીઓનો આશ્લેષ કરવા તત્પર બન. રર. रागोरगविषज्वाला - वलीढदग्धचेतनः । __न किञ्चिच्चेतति स्पष्टं, विवेकविकलः पुमान् ॥२३॥ રાગરૂપી સર્પના ઝેરની જવાળાએ જેની ચેતનાને સંપૂર્ણપણે બાળી નાંખી છે, એવો પુરુષ વિવેકનિકલ થાય છે અને તે કંઈ સ્પષ્ટ સમજી શકતો નથી. ર૩ तद्विवेकसुधाम्भोधौ, स्नायं स्नायमनामयः । विनयस्व स्वयं राग-भुजंगममहाविषम् ॥२४॥ તેથી વિવેકરૂપી અમૃતના સમુદ્રમાં સ્નાન કરી કરીને નિરોગી બની, તું પોતે જ રાગરૂપી સર્પના મહાવિષને દૂર કર. ૨૪ बहिरन्तर्वस्तुतत्त्वं, प्रथयन्तमनश्वरम् । - વિવેક થે-ત્તાત્તોથી વિતોનમ રવા વિવેકની ગણના, બહારની અને અંદરની વસ્તુઓના તત્ત્વને દર્શાવનાર અને કદી નાશ નહિ પામનાર એવા એક ત્રીજા લોચન તરીકે કરવી જોઈએ. ર૫ उद्दामक्रममाबिभ्रद, द्वेषदन्तावलो बलात् । धर्माराममयं भिन्द-नियम्यो जितकर्मभिः ॥२६॥ જેમણે કર્મોને જીત્યાં છે તેવા પુરુષોએ, ઉદ્ધતપણે પગલાં ભરતા અને Page #33 -------------------------------------------------------------------------- ________________ ********************************************** ધર્મરૂપી બગીચાને વેરણછેરણ કરતા આ વૈષરૂપી હાથીને બળથી નિયમમાં રાખવો જોઈએ. ૨૬ - વૈષ (પશિલ્લી વાર્તા-રાતતાયન્મનઃ | निर्वाप्यः प्रशमोद्दाम-पुष्करावर्तसे कतः ॥२७॥ જવાળાઓથી વ્યાપ્ત અને મનને તપાવતા આ ટ્રેષરૂપી અગ્નિને શમરૂપી ઉગ્ર પુષ્પરાવર્તમેઘના સિંચનથી બૂઝવી નાખવો જોઈએ. ૨૭ . वश्या वेश्येव कस्य स्या-द्वासना भवसंभवा । विद्वांसोऽपि वशे यस्याः, कृत्रिमैः किल किंञ्चितैः ॥२८॥ કેટલા કૃત્રિમ હાવભાવોથી વિદ્વાનો પણ જેને વશ થઈ જાય છે, એવી સંસારની વાસના વેશ્યાની માફક કોને વશ થાય ? ૨૮ વાવઝા ર્તિ સોદ-હેતુ સંસારવાસના | निर्ममत्वकृते तावत्, कृतस्त्या जन्मिनां रुचिः ॥२९॥ જ્યાં સુધી પ્રાણીઓને મોહના હેતુભૂત સંસારની વાસના જાગતી હોય છે, ત્યાં સુધી નિર્મમતા માટેની રુચિ ક્યાંથી પ્રગટે ? ૧૯ दोषत्रयमयः सैष, संस्कारो विषमज्वरः । मेदुरीभूयते येन, कषायक्वाथयोगतः ॥३०॥ તે આ વાસનાનો સંસ્કાર ત્રિદોષ (વાત-પીત-કફ)થી વ્યાપ્ત વિષમ જવર છે જે કષાયરૂપી ફવાથના યોગે (તેના પાનથી) પરિપુષ્ટ થાય છે-વૃદ્ધિ પામે છે. ૩૦ तत्कषायानिमांश्छेत्तु-मीश्वरीमविनश्वरीम् । पावनां वासनामेना-मात्मसात्कुरुत दुतम् ॥३१॥ તેથી આ કષાયોને છેદી નાખવા માટે સમર્થ અને કદી નાશ ન પામનારી આ પવિત્ર વાસનાને (પછીના શ્લોકમાં દર્શાવાનારી) ત્વરાથી પોતાને આધીન કરો. ૩૧ स्पष्टं दुष्टज्वरः क्रोध-चैतन्यं दलयन्नयम् । सुनिग्राह्यः प्रयुज्याशु, सिद्धौषधिमिमां क्षमाम् ॥३२॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ ચેતનાને વિલુપ્ત કરતો આ ક્રોધ તો સ્પષ્ટપણે દુષ્ટ જ્વર છે. તેને ક્ષમારૂપી સિદ્ધ ઔષધિના પ્રયોગ દ્વારા જલદી કબજે કરવો જોઈએ. ૩૨ आत्मनः सततस्मेर - सदानन्दमयं वपुः । स्फुरल्लूकानिलस्फाति: ( स्फुरदुल्कानलस्फाति: ) कोपोऽयं ग्लपयत्यो ॥ ३३ ॥ આત્માના આશ્ચર્યની વાત છે કે આ ક્રોધ કે જે પ્રજ્વલિત વાળાઓના સમૂહથી સ્ફુરાયમાન છે; તે નિરંતર વિકસિત (વિકાસ પામેલ) અને સદા આનંદરૂપ દેહને ગાળી નાંખે છે-ગ્લાનિ પમાડે છે. ૩૩ व्यवस्थाप्य समुन्मील- दहिंसावल्लिमण्डपे । निर्वापय तदात्मानं क्षमाश्रीचंदनद्रवैः ॥३४॥ તેથી આત્માને, વિકાસ પામતી (પ્રફુલ્લિત એવી) અહિંસારૂપી વલ્લિ (લતા)ના મંડપમાં સ્થાપન કરીને ક્ષમારૂપી ચંદનના રસોથી તું શાન્તિ પમાડ. ૩૪ क्रोधयोधः कथङ्कार- महङ्कारं करोत्ययम् । લીલયેવ પાનિચ્ચે, ક્ષમયા રામયાપિ ચ (ય:) રૂ॥ (૩૩) ** આ ક્રોધરૂપી સુભટ, કે જેને સ્ત્રી એવી પણ ક્ષમાએ લીલાપૂર્વક જ પરાજિત કરી દીધો છે; તે કેવી રીતે અહંકાર-અભિમાન કરતો હશે ? ૩૫ भर्तुः शमस्य ललितै बिभ्रती प्रीतिसम्पदम् । नित्यं पतिव्रतावृत्तं क्षान्तिरेषा निषेवते ॥३६॥ પોતાના હાવભાવોથી પોતાના શમરૂપી પતિની પ્રીતિરૂપી સંપત્તિને ધારણ કરતી એવી આ ક્ષમા સદા પતિવ્રતાના આચારને સેવે છે. ૩૬ - , कारणानुगतं कार्य-मिति निश्चिनु मानस ! | निरायासा सुखं सूते, यन्निः क्लेशमसौ क्षमा ॥ ३७॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૪) *********** ********************************* 0: ૧ ૦SI.) ૩૭ હે મન – “કારણને અનુરૂપ કાર્ય હોય છે એ વાતનો તું નિશ્ચય રાખ. તેથી આ અનાયાસ-કષ્ટ વિનાની ક્ષમા કુલેશ વગરના સુખને ઉત્પન્ન કરે છે. (એમ જાણ.) ૩૭ अखर्वगर्वशैलान-श्रृङ्गादुद्धरकन्धरः । पश्यन्नहंयुराश्चर्य, गुरूनपि न पश्यति ॥३८॥ મોટા ગર્વ-અહંકારરૂપી પર્વતના ઊંચા શિખર પરથી ઊંચી ડોક કરીને જોતો અહંકારી પુરુષ, આશ્ચર્યની વાત છે કે – ગુરુજનોને પણ તે જોઈ શકતો નથી. ૩૮ उच्चैस्तरमहङ्कार-नगोत्सङ्गमसौ श्रितः । युक्तमेव गुरून्मानी, मन्यते यल्लधीयसः ॥३९॥ અતિશય ઊંચા અહંકારરૂપી પર્વતના ખોળામાં રહેલો અભિમાની પુરુષ, ગુરુઓને પણ જે લઘુ-તુચ્છ માને છે; તે યુક્ત જ છે * ૩૯. तिरयन्नुज्ज्वलालोक-मभ्युन्नतशिराः पुरः । निरूणद्धि सुखाधानं, मानो विषमपर्वतः ॥४०॥ માન એ સન્મુખ રહેલા ઉજજવલ પ્રકાશને ઢાંકતો, અતિશય ઊંચા શિખરવાળો વિકટ પર્વત છે, કે જે સુખના આગમનને રોકે છે. ૪૦ मृदुत्वभिदुराोद्योगा-देनं मानमहीधरम् । भित्वा विधेहि हे स्वान्त ! प्रगुणां सुखवर्तिनीम् ॥४१॥ હે ચિત્ત ! તું આ માનરૂપી પર્વતને નમ્રતારૂપી વજના ઉપયોગથી ભેદીને સુખનો માર્ગ સરળ બનાવ. ૪૧. * કારણ કે માની (અભિમાની) પુરુષ પર્વતના શિખર ઉપર ચઢેલો છે જયારે ગુરુજનો તે પર્વતની નીચે રહેલા છે એટલે પર્વત ઉપર રહેલાને નીચે રહેલા માણસો લઘુ સ્વરૂપમાં દેખાય તે વાસ્તવિક જ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ********************************************** चित्रमम्भोजिनी (दल)-कोमलं किल मार्दवम् । वज्रसारमहङ्कार-पर्वतं सर्वतः स्यति ॥४२॥ કમલિની (ના પત્ર) જેવી કોમલ મૃદુતા-નમ્રતા વિજ જેવા અહંકારરૂપી પર્વતને ચારે તરફથી તોડી નાખે છે, આ ખરેખર આશ્ચર્ય છે ! ૪૨ अस्मिन् संसारकान्तारे, स्मेरमायालतागृहे । શ્રાન્ત શરતે ઇન્ત !, પુમાંતો હતત. ૪રૂા. જેમનું ચિત્ત હણાઈ ગયું છે એવાં પ્રાણીઓ, આ સંસારરૂપી જંગલમાં (રહેલી) વિકસિત એવી માયારૂપી લતાના ઘરમાં નિરાંતે સૂઈ રહે છે, તે ખેદની વાત છે. ૪૩ मायावल्लीवितानोऽयं, रूद्धब्रह्माण्डमण्डपः । विधत्ते कामपिच्छायां, पुंसां सन्तापदीपम् ॥४४॥ જેણે બ્રહ્માંડરૂપી મંડપને ઢાંકી દીધો છે એવો આ માયારૂપી વલ્લિ (લતા)નો ચંદરવો, કોઈ એવા પ્રકારની છાયા કરે છે, કે જે પ્રાણીઓના - સંતાપને ઉત્તેજિત કરે છે. ૪૪ सूत्रयन्ती गतिं जिह्मां, मार्दवं बिभ्रती बहिः । अजस्त्रं सर्पिणीवेयं, माया दन्दश्यते जगत् ॥४५॥ વક્રગતિને ધારણ કરતી અને બહારથી કોમલતાને દર્શાવતી સાપણની માફક આ માયા નિરંતર જગતને ડસ્યા કરે છે. ૪૫ प्रणिधाय ततश्चेत-स्तन्निरोधविधित्सया । ઋજુતાં નાનીમેતાં, શીતાંશુમાં રત્ I૪દ્દા , તેથી તેનો નિરોધ કરવાની-તેને રોકવાની ઇચ્છાથી ચિત્તને સ્થિર રાખીને, ચન્દ્રસમાન કાન્તિવાળી આ સરળતારૂપી જાંગુલી વિદ્યા (સર્પનું ઝેર ઉતારવાની મંત્ર વિદ્યા)નું સ્મરણ કરવું જોઈએ. ૪૬ लोभद्ममवष्टभ्य, तृष्णावल्लिरुदित्वरी । आयासकुसुमस्फीता, दुःखैरेषा फलेग्रहिः ॥४७॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૬) ***** ***************************** ****** પ્રયાસરૂપી પુષ્પોથી વૃદ્ધિ પામેલી અને દુઃખો વડે ફલદાયક બનેલી આ તૃષ્ણારૂપી વેલ, લોભરૂપી વૃક્ષનો આશ્રય લઈને ઉપર વધતી જાય છે. ૪૭ आशाः कवलयन्नुच्चै-स्तमो मांसलयन्नयम् । लोभः पुमर्थहंसानां, प्रावृषेण्यघनाघनः ॥४८॥ દિશાઓને અતિશય ગ્રસિત કરતો અને અંધકારને પુષ્ટ કરતો આ લોભ, પુરુષાર્થરૂપી હંસો માટે, (તેમને ભગાડી મૂકવા માટે) વર્ષાઋતુના ઘનઘોર મેઘ જેવો છે. ૪૮ क्षमाभृदप्रियः साधु-वृत्तलक्ष्मीविनाकृतः। ... मर्यादामदयं लुम्पन्, लोभऽम्बुधिरयं नवः ॥४९॥ આ લોભરૂપી સમુદ્ર, કોઈ નવા પ્રકારનો સમુદ્ર છે. તે ક્ષમાધારીઓને (મુનિઓને) અપ્રિય છે – બીજે પક્ષે પર્વતોને અપ્રિય છે-, સુંદર આચારરૂપી લક્ષ્મી વિનાનો છે અને નિર્દયરીતે મર્યાદાનો લોપ કરનારો છે. (સામાન્યતયા સમુદ્ર પર્વતોને પ્રિય હોય છે, લક્ષ્મી સહિત હોય છે અને મર્યાદાયુક્ત હોય છે.) ૪૯ लवणोदन्वतो यः स्याद-गाधबोधने विभुः । अलम्भविष्णुः सोऽप्यस्य, नैव वैभवसंविदे ॥५०॥ જે મનુષ્ય) લવણસમુદ્રની ગંભીરતા જાણવા સમર્થ છે તે પણ આના (લોભ સમુદ્રના) વૈભવને જાણવા માટે સમર્થ નથી. પ૯ समन्तात्तस्य शोषाय, स्वस्थीकृतजलाशयम् । इमं मानससन्तोष-मगस्ति श्रय सत्वरम् ॥५१॥ તે લોભરૂપી સમુદ્રનું સંપૂર્ણપણે શોષણ કરવા માટે, સ્વસ્થ કરી નાખ્યા છે જલાશયોને જેણે એવા આ મનઃસંતોષરૂપી અગસ્તિમુનિનો તું સત્વર આશ્રય કર. ૫૧ यस्मै समीहसे स्वान्त !, वैभवं भवसम्भवम् । अनीहयैव तद्वश्य-मवश्य श्रय तं (तत्) सुखम् ॥५२॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૭) ********************************************** હે દય ! જે સુખ માટે સાંસારિક વૈભવને તું ઇચ્છી રહ્યો છે તે સુખ સ્પૃહાના અભાવથી જ આધીન થનાર છે; માટે તું અવશ્ય તે (સંતોષ) સુખનો આશ્રય કર. પર अजितैरिन्द्रियैरेष, कषायविजयः कुतः । तदेतानि जयेद्योगी, वैराग्यस्थेमकर्मभिः ॥५३॥ જ્યાં સુધી ઇન્દ્રિયો જિતાય નહીં ત્યાં સુધી આ કષાયનો વિજય ક્યાંથી થાય? તેથી યોગીપુરુષે વૈરાગ્યને સ્થિર કરનારી ક્રિયાઓ દ્વારા (વૈરાગ્ય, સ્થિરતા આદિ ક્રિયાઓ દ્વારા) આ ઇન્દ્રિયોને જીતવી જોઈએ. પ૩ एतानि सौमनस्यस्य, द्विषन्ति महतामपि । વાઈસમ્પત્તિનિતિ, પર્યન્ત, હેત ! ટુર્ન: ૪ સ્વાર્થ સાધવામાં તત્પર આ ઇન્દ્રિયો મહાન પુરુષોના પણ સૌમનસ્યનો (શ્રેષ્ઠ મનનો-શ્રેષ્ઠ સ્ક્રયનો) દ્વેષ કરે છે અને ખેદની વાત છે કે, દુર્જનો સાથે સ્પર્ધા કરે છે, ૫૪ यद्वामी पिशुनाः कुर्युरनार्य( रनर्थ )मिह जन्मनि । इन्द्रियाणि तु दुर्वृत्ता-न्यमुत्रापि प्रकुर्वते ॥५५॥ અથવા તો આ પિશુનો (ચાડિયાઓ) આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો પરલોકમાં પણ અનર્થ કરે છે. પપ भोगिनो दृग्विषाः स्पष्टं दृशा स्पृष्टं दहन्त्यहो ! । . મૃત્યાપિ વિષયા: પાપા, રૂાને ર હિનઃ કદ્દા , દષ્ટિવિષ સર્પો, સ્પષ્ટ રીતે પોતે જેને દૃષ્ટિથી સ્પર્શ કરે છે તેને બાળે છે. જયારે આશ્ચર્યની વાત છે કે - પાપી એવા વિષયો સ્મરણથી પણ (તેમનું સ્મરણ કરવા માત્રથી) પ્રાણીઓને (દહધારીઓને) વારંવાર ઈન્દ્રિય બાળે છે. પ૬ विषयेष्विन्दिग्राम-श्चेष्टमानोऽसमञ्जसम् । नेतव्यो वश्यतां प्राप्य, साम्यमुद्रां महीयसीम् ॥५७॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૮) *************ઝઝઝઝ*********2************** વિષયોમાં અયોગ્ય રીતે ચેણ કરતા ઇન્દ્રિયોના સમૂહને અતિશય મોટી એવી સામ્યરૂપી મુદ્રા (સમતાભાવ) પ્રાપ્ત કરીને વશ કરવો જોઈએ. પ૭ यदामनन्ति विषयान्, विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मा-दिहामुत्रापि दुःखदाः ॥५८॥ કેટલાક વિષયોને વિષ સરખા જે કહે છે તે ખોટું છે. કારણ કે, આ વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપનાર છે. જયારે વિષ તો માત્ર આ લોકમાં જ દુઃખ આપે છે.) પ૮ यदात्मन्येव नि:क्लेशं, नेदीयोऽकृत्रिमं सुखम् । अमीभिः स्वार्थलाम्पट्या-दिन्द्रियैस्तद्विबाध्यते ॥५९॥ જે સુખ આત્મામાં જ છે, નજીક છે, ક્લેશ વિનાનું છે, સ્વાભાવિક છે; તે સુખને આ ઇન્દ્રિયો પોતે સ્વાર્થલંપટ હોવાથી રોકે છે. ૫૯ अन्तरङ्गद्विषत्सैन्य - नासीरैर्वीरकुञ्जरैः । क्षणाक्षैः श्रुतबलं , लीलयैव विलुप्यते ॥६॥ અંતરંગ શત્રુઓના સૈન્યની મોખરે ચાલનાર, વીરોમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રિયોરૂપી સુભટો શ્રતનું બળ-જ્ઞાનબળ લીલામાત્રથી ક્ષણવારમાં નષ્ટ કરી નાખે છે. ૬૦ स्वैरचारीन्द्रियाश्वीय-विश्रृङ्खलपदक्रमैः । विसृत्वरेण रजसा, तत्त्वदृष्टिविलीयते ॥६१॥ ઇચ્છાનુસાર ચાલતા ઇન્દ્રિયોરૂપી અશ્વોના આડાઅવળા પગલાથી ફેલાતી રજ વડે તત્ત્વદષ્ટિ લુપ્ત થાય છે. ૬૧ इन्द्रियाण्येव पञ्चेषु-विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते, पदं वक्षसि विद्विषाम् ॥६२।। ત્રણેય જગતને જીતનાર કામદેવ ખરેખર પાંચ ઇન્દ્રિયોના પાંચ બાણ બનાવીને શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. દર Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૯) ********************************************* वीरपञ्चतयीमेता-मुरीकृत्य मनोभवः । उपैति सुभटश्रेणी-संख्यारेखां न पूरणीम् ॥६३॥ કામદેવને, આ પાંચ વીરોને અંગીકાર કર્યા પછી બીજી પૂરક સુભટોની શ્રેણીની સંખ્યાની પરંપરાની જરૂર રહેતી નથી. ૬૩ अहो ! सङ्कल्पजन्मायं, विधाता नूतनः किल । क्लेशजं दुःखमप्येत-द्धत्ते यस्तु सुखाख्यया ॥६४॥ આશ્ચર્યની વાત છે કે – આ સંકલ્પજન્ય કામદેવ ખરેખર ! કોઈ નવા જ પ્રકારનો વિધાતા છે. કારણ કે, જે ક્લેશથી ઉત્પન્ન થતા દુઃખને પણ સુખરૂપ ધારણ કરે છે. ૬૪ विषमेषुरयं धूर्तचक्र शक त्वमर्हति । ફુદઉં સુ9તયાશ, વેન વિશ્વપ્રતાપિતા ઘણા આ વિષમ બાણવાળો કામદેવ, ધૂર્તોના સમૂહમાં ઇન્દ્ર થવાને યોગ્ય છે. કારણ કે, જેણે દુનિયાને ઠગનારો કામદેવ દુઃખને (પણ) સુખ તરીકે દર્શાવે છે. ૬૫ यस्य साम्राज्यचिन्तायां, प्रधानं हन्त ! योषितः । સો િસદ્ગાપૂ. સ્વસ્થ, વાર્થ માનહિતે? Irદ્દદ્દા ખેદની વાત છે કે, જેના સામ્રાજ્યની ચિન્તામાં પ્રધાન તરીકે સ્ત્રીઓ છે, એવો પણ કામદેવ પોતાની સ્થિરતા કેવી રીતે – ક્યા પ્રકારે ઈચ્છતો હશે? ૬૬ . - રતિ વર્ત-રતથ્ય તત્ત્વમ્ - या इन्द्रजालिकप्रष्ठास्ताः, किं विश्रम्भभाजनम् ।।६७॥ જેઓ થોડા શબ્દોથી અવાસ્તવિકને પણ વાસ્તવિક તરીકે દર્શાવે છે. તે ઈન્દ્રજાલિકોમાં મુખ્ય એવી સ્ત્રીઓ શું વિશ્વાસપાત્ર ગણાય છે? ૬૭ निजलालाविलं लीडे, यथा श्वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तु-र्वस्तभिः प्रीयते तथा ॥६८॥ જેમ કૂતરો પોતાની લાળથી વ્યાત એવા સૂકા હાડકાંને ચાટે છે અને Page #41 -------------------------------------------------------------------------- ________________ (૪૦) *********** ***************** **************** તેમાં સુખ માને છે), તમ પ્રાણી પોતાની વાસનાના રસથી વાસનાના કારણે) વસ્તુઓ વડે ખુશ થાય છે. ૬૮ विधाय कायसंस्कार-मुदारधुसृणादिभिः । માત્માનાત્મનૈવાદો !, વેશ્વયને નડીશી: ૬૨ આશ્ચર્યની વાત છે કે જડબુદ્ધિવાળા પુરુષો, ઉત્તમ એવાં કેસર આદિ દ્રવ્યોથી પોતાની કાયાનો સંસ્કાર કરીને, પોતાની જાતે જ પોતાને ઠગે છે. ૬૯ स्वान्तं विजित्य दुर्दान्त-मिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण, जेतव्यमिति मे मतिः ॥७०॥ દુઃખે કરીને જીતી શકાય તેવા મનને (પ્રથમ) જીતવાથી જ ઇન્દ્રિયો સુખેથી જીતી શકાય છે અને તે મનને તત્ત્વના વિચારથી જીતવું જોઈએ, એમ મારું માનવું છે. ૭૦ . सञ्चरिष्णुरसौ स्वैरं, विषयग्रामसीमसु,। स्वान्तदन्ती वशं याति, वीतकर्मानुशासनात् ॥७१॥ વિષયરૂપી ગામના સીમાડાઓમાં ઇચ્છાનુસાર ફરવાના સ્વભાવવાળો આ મનુરૂપી હાથી, જેમનાં કર્મો ચાલ્યાં ગયાં છે એવા વીતરાગ ભગવંતના અનુશાસનથી વશ થાય છે. ૭૧ - मनःपवनयोरैक्यं, मिथ्या योगविदो विदुः । વશ્વનીતિ યતિ વૈર-મતીત્ય પવને મન: Iછરા યોગના જાણકારો મન અને પવન એક છે એવું જે કહે તે ખોટું છે; કારણ કે મન, પવનનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસાર પરિભ્રમણ કરે છે. ૭ર चक्षुष्यद्वेष्यतां भावे-ष्विंन्द्रियैः स्वार्थतः कृताम् । आत्मन् ! स्वस्याभिमन्वानः कथं नु मतिमान् भवान् ? ॥७३॥ હે આત્મન્ ! જગતના સર્વ પદાર્થોમાં ઇન્દ્રિયોએ સ્વાર્થથી કરેલી રમ્યતા-રાગબુદ્ધિ અને દ્વેષબુદ્ધિને પોતાની માનતો તું કેવી રીતે બુદ્ધિમાન ગણાય ? ૭૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ (૪૧) ******** ************************************** अवधत्से यथा मूढ !, ललनाललिते मनः । __ मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ॥७४॥ હે મૂઢ આત્મન્ ! જેવી રીતે તે સ્ત્રીઓના વિલાસમાં મનને એકાગ્ર કરે છે, તેવી રીતે મૈત્રી આદિ ભાવનાઓમાં તેને સ્થાપન કર અને પોતાનું હિત કર. ૭૪ आत्मन्येव हि नेदिष्ठे, निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ, सतृष्णायामिवैणकः ॥७५॥ હે મૂઢ આત્મન્ ! આયાસ વિનાનું સુખ, આત્મામાં જ નજીક હોવા છતાં જેમ હરણ મૃગતૃષ્ણા પાછળ દુઃખી થાય, તેમ તું શા માટે બહાર (તેને મેળવવા) દુઃખી થાય છે? ૭૫ प्रियाप्रियव्यवहति-वस्तुनो वासनावशात् । अङ्गजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसम्मतम् ॥७६॥ કોઈપણ વસ્તુ પ્રત્યે પ્રિય કે અપ્રિયનો વ્યવહાર (તે કેવળ આપણા) મનની વાસનાના કારણે છે. શરીરથી ઉત્પન્ન થયેલ પુત્ર પ્રિય લાગે છે, જયારે તે જ શરીરથી ઉત્પન્ન થયેલ જૂ, લીખ વગેરે અપ્રિય લાગે છે. ૭૬ इदं कृत्रिमकर्पूर-कल्पं सङ्कल्पजं सुखम् । रञ्जयत्यजसा मुग्धा-नान्तरज्ञानदुःस्थितान् ॥७७॥ આ સંકલ્પથી ઉત્પન્ન થયેલું સુખ, કૃત્રિમ કપૂરના જેવું છે કે જે, આન્તરિક જ્ઞાન વિના દુઃખી બનેલા ભોળા લોકોને તત્કાળ રાજી કરે છે. ૭૭ ममत्वं माम ! भावेषु, वासनातो न वस्तुतः । औरसादपरत्रापि, पुत्रवात्सल्यमीक्ष्यते ॥७८॥ વત્સ જગતના પદાર્થોમાં મમત્વ તે કેવળ વાસનાથી જ છે પણ આ વસ્તુતઃ નથી. પોતાના (ઔરસ પુત્ર) સગા પુત્રથી અન્ય સ્થળોમાં (પણ કાર્યવશાતુ) પુત્રવાત્સલ્ય દેખાય છે. ૭૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૪૨) *************************************** ****** वासनावेशवशतो, ममता न तु वास्तवी । गवाश्वादिनि विकोते, विलीनेयं कुतोऽन्यथा ॥७९॥ મમતા કેવળ વાસનાના આવેશના લીધે જ છે પરંતુ વાસ્તવિક નથી. (જો તેમ ન હોય તો) ગાય, ઘોડા વગેરે વેચી દીધા પછી એ મમતા કેમ ચાલી જાય છે ? ૭૯ _વિશ્વ વિશ્વામિ વર્ગ, માયામયગુવાહતમ્ ! ' अवकाशोऽपि शोकस्य, कुतस्तत्र विवेकिनाम् ॥८॥ જયાં આ સમગ્ર વિશ્વ જ માયામય કહેવાયું છે, ત્યાં વિવેકીઓને શોકનો અવકાશ પણ ક્યાંથી હોય? ૮૦ धिगविद्यामिमां मोह-मयीं विश्वविसृत्वरीम् । यस्याः सङ्कल्पितेऽप्यर्थे , तत्त्वबुद्धिर्विजृम्भते ॥८१॥ વિશ્વમાં પ્રસરતી, મોહમયી આ અવિદ્યાને ધિક્કાર છે. કારણ કે, (જેનાથી) જે અવિદ્યાથી સંકલ્પિત કરેલા-કલ્પિત એવા પદાર્થમાં પણ આત્માને તત્ત્વબુદ્ધિ પ્રગટ થાય છે. ૮૧ अनादिवासनाजाल-माशातन्तुभिरुम्भितम् । निशातसाम्यशस्त्रेण, निकृन्ति महामतिः ॥८२॥ મહાબુદ્ધિમાન પુરુષ, આશારૂપી તંતુઓથી ભરેલી – ગૂંથેલી અનાદિકાળની વાસનારૂપી જાળને તીક્ષ્ણ એવા સમતારૂપી શસ્ત્ર વડે કાપી નાખે છે. ૮૨ अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वद्रालोका-दन्तं नयति योगवित् ।।८३॥ યોગને જાણનાર પુરુષ, અંધકારને ઉત્પન્ન કરનારી, અનાદિકાળની માયારૂપી રાત્રિનો; પોતાના જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશ વડે બળપૂર્વક નાશ કરે છે. ૮૩ अध्यात्मोपनिषद्वीज-मौदासीन्यममन्दयन् । न किञ्चिदपि यः पश्येत्, स पश्येत्तत्त्वमात्मनः ।।८४॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪૩) ****************************************** અધ્યાત્મજ્ઞાનના રહસ્યના બીજભૂત ઉદાસીનતાને મન્દ ન થવા દેતો જે આત્મા બીજું કંઈ પણ ન જુએ તે આત્મતત્ત્વને જોઈ શકે છે. ૮૪ નિ:સત્તા પુરસ્કૃત્ય, ય: સામવચ્છતે परमानन्दजीवातौ, योगेऽस्य कमते मतिः ॥८५।। જે આત્મા નિઃસંગપણાને આગળ કરીને સમભાવનું આલંબન કરે છે, તેની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે. ૮૫ दम्भजादपि निःसङ्गभ्दवे युरिह सम्पदः । निश्छद्मनः पुनस्तस्मात्, किं दवीयः ? परं पदम् ॥८६॥ આ લોકમાં દંપૂર્વકના નિઃસંગપણાથી પણ સમ્પત્તિઓ પ્રાપ્ત થાય છે, તો પછી દંભરહિત નિઃસંગપણું કરવામાં આવે તો પરમપદ શું દૂર રહે? ૮૬ सङ्गावेशानिवृत्तानां, माभून्मोक्षो वशंवदः । यत्किञ्चन पुनः सौख्यं, निर्वस्तुं तन्न शक्यते ॥८७॥ સંગના આવેશથી નિવૃત્ત થયેલા જીવોને કદાચ મોક્ષ વશ ન થાય તો પણ, જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે તે કહી શકાતું નથી. ૮૭ ___ स्फुरत्तृष्णालताग्रन्थि-विषयावर्त्तदुस्तरः । વર્તેશ તહેના-નૈરવો અવસર: ૮ટા .. સ્કુરાયમાન છે તૃષ્ણારૂપી લતાની ગાંઠો જેમાં એવો, વિષયોના આવર્તાથી દુઃખે કરીને તરાય એવો, તથા કુલેશોરૂપી કલ્લોલોની ક્રિીડાઓથી ભયંકર એવો આ સંસારરૂપી સમુદ્ર છે. ૮૮ विदलबंन्धकर्माण-मद्भुतां समतातरीम् । ___आरुह्य तरसा योगिन् !, तस्य पारीणतां श्रय ॥८९॥ હે યોગી! જેણે બંધના હેતુભૂત કર્મોને દળી નાખ્યાં છે એવી અદ્ભુત સમતારૂપી નૌકા ઉપર ચઢીને શીઘ તે ભવસમુદ્રના પારને પામ. ૮૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૪) *** ************************************** शीर्णपर्णाशनप्रायै-र्यन्मुनिस्तप्यते तपः । औदासीन्यं विना विद्धि, तद् भस्मनि हुतोपमम् ॥१०॥ ખરી પડેલાં સૂકાં પાંદડાંના ભોજન જેવાં ભોજનો વડે મુનિ જે તપ તપે છે, તે તપ પણ ઉદાસીનભાવ આવ્યા વિના રાખમાં ઘી હોમવા જેવું છે. ૯૦ છે એનેa તપસી પ્રાણી, મુખ્ય વસન્તસ્તે: 1 તવ ચરિોહા, મદ્ ભવનિવસ્થનમ્ શા જે તપથી પ્રાણી સંસારની પરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ મોહના યોગે કોઈક જીવને સંસારનું કારણ થાય છે. ૯૧ सन्तोषः सम्भवत्येष, विषयोपप्लवं विना । तेन निर्विषयं कञ्चि-दानन्दं जनयत्ययम् ॥१२॥ આ સંતોષ, વિષયોના ઉપદ્રવ વિના ઉત્પન્ન થાય છે તેથી તે નિર્વિષય (દ્વિષયો જેમાં ન હોય) એવા કોઈક અલૌકિક આનંદને જન્મ આપે છે. ૯૨ वशीभवन्ति सुन्दर्यः, पुंसां व्यक्तमनीहया । यत्परबह्मसंवित्ति-निरीहं श्लिष्यति स्वयम् ॥१३॥ સુંદર સ્ત્રીઓ પુરુષોને જ્યારે તેની સ્પૃહા ન હોય ત્યારે વશ થાય છે, એ વાત સાવ સ્પષ્ટ છે, જેમ સ્પૃહારહિત પુરુષને સુંદર સ્ત્રીઓ સ્વયં વશ થાય છે, એ વાત સ્પષ્ટ છે તેમ પરબ્રહ્મ સંવિતિ (પરબ્રહ્મનું જ્ઞાન) રૂપી સ્ત્રી, આશંસા વિનાના પુરુષને પોતાની મેળે જ ભેટે છે. ૯૩ सूते सुमनसां कञ्चिदा-मोदं समता लता । યાત્રિાનુ, સમય-સીરમ નિત્યUિT: ૨૪ સમતારૂપી લતા પોતાનાં પુષ્પોમાંથી કોઈ તેવા પ્રકારની સુગંધી પેદા કરે છે, કે જેના યોગે નિત્ય વૈર ધારણ કરનારા જીવો પણ મૈત્રીરૂપી સુગંધીને પ્રાપ્ત કરે છે. ૯૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ साम्यब्रह्मास्त्रमादाय, विजयन्तां મુમુક્ષુવઃ । मायाविनीमिमां मोह- रक्षोराजपताकिनीम् ॥ ९५ ॥ મુમુક્ષુ આત્માઓ સામ્યરૂપી બ્રહ્માસ્ત્રને ધારણ કરીને, માયાવી એવી આ મોહરૂપી રાક્ષસરાજની સેનાને જીતી લો. ૯૫ या मुहः कविसङ्कल्प- कल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै, सेवस्व समतासुधाम् ॥९६॥ (૪૫) *** કવિઓએ મનના સંકલ્પથી કલ્પેલા અમૃતને મેળવવાની ઇચ્છામાં મોહ ન પામ. પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતારૂપી અમૃતનું તું સેવન કર. ૯૬ योगग्रन्थमहाम्भोधि - मवमथ्य मनोमथा । साम्यामृतं समासाद्य, सद्यः प्राप्नुहि निर्वृत्तिम् ॥ ९७॥ (હે આત્મન્ !) મનરૂપી રવૈયાથી યોગગ્રન્થરૂપી મહાસાગરનું મંથન કર અને સામ્યરૂપી અમૃતને પ્રાપ્ત કરી શીઘ્ર મુક્તિને પ્રાપ્ત કર. ૯૭ मैत्र्यादिवासनामोद- सुरभीकृतदिङ्मुखम् । पुमांसं ध्रुवमायान्ति, सिद्धिभृङ्गाङ्गनाः स्वयम् ॥९८॥ સિદ્ધિરૂપી ભમરીઓ મૈત્રી આદિ ગુણોની વાસનારૂપી સુગંધથી જેણે સઘળી દિશાઓને સુગંધીત કરી છે, એવા પુરુષની સમીપે સ્વયં અવશ્ય આવે છે. ૯૮ औदासीन्योल्लसन्मैत्री - पवित्रं वीतसम्भ्रमम् । कोपादिव विमुञ्चन्ति, स्वयं कर्माणि पुरुषम् ॥९९॥ ઉદાસીનભાવથી ઉલ્લાસ પામતી મૈત્રી વડે પવિત્ર બનેલા, સંભ્રમથી રહિત એવા પુરુષને કર્મો જાણે કે તેના પર ગુસ્સો આવ્યો ન હોય તે રીતે ત્યજી દે છે. ૯૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ (४६) . ********************************************** योगश्रद्धालवो ये तु, नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीना-मुभयभ्रंशिनो हि ते ॥१०॥ યોગના શ્રદ્ધાળુ એવા જે પુરુષો પોતાના નિત્ય કૃત્યોમાં ઉદાસ રહે છે તેઓ મુગ્ધ બુદ્ધિવાળાઓમાં પ્રથમ છે અને તે ઉભય ભ્રષ્ટ થાય छ. १०० प्रातिहार्यमियं धत्ते, निवृत्तिनिर्वृतिश्रियः ।। य एव रोचतेऽमुष्यै, तां स एव हि पश्यति ॥१०१॥ આ નિવૃત્તિ તે મોક્ષલક્ષ્મીના દ્વારપાળપણાને ધારણ કરે છે. તેને (निवृत्तिने) रुयै छ, ते ४ तेने (मोक्षलक्ष्मीन.) as a . १०१ अहो ! वणिक्कला कापि, मनसोऽस्य महीयसी । निवृत्तितुलया येन, तुलितं दीयते सुखम् ॥१०२॥ આશ્ચર્ય છે કે, આ મનની વણિકળા કેવી મહાન છે! કારણ કે તે નિવૃત્તિરૂપી ત્રાજવાથી તોલી તોળીને સુખ આપે છે. ૧૦૨ साम्यदिव्यौषधिस्थेम-महिम्ना निहतकियम् । कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् ॥१०३॥ સામ્યરૂપી દિવ્ય ઔષધિની સ્થિરતાના માહાભ્યથી જેની ક્રિયા (यंयलता३५ी) ३९॥5 6 छ, मेवो भन.३५ ५।२री संपू - સુવર્ણમયપણાને-કલ્યાણમયતાને ધારણ કરે છે. ૧૦૩ भूयांसि यानि शास्त्राणि यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किञ्चित्, तेषामञ्चलमञ्चतु ॥१०४॥ આ સામ્યશતક મહાપુરુષોએ રચેલાં અનેક શાસ્ત્રો છે તે શાસ્ત્રોના એક ભાગને પ્રાપ્ત થાઓ. ૧૦૪ (शार्दूलविक्रीडितम्) क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, . सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् । Page #48 -------------------------------------------------------------------------- ________________ ********************************************** सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः, श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द-जीवातवे ॥१०५॥ श्रीमच्चन्दकुलाम्बुजैकतरणे: सत्तर्कविद्याटवी, सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः । शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन सिंहेन य नव्यं साम्यशतं तदस्तु सुहृदामुज्जागरुकं हृदि ॥१०६॥ ફલેશના આવેશનો ત્યાગ કરીને, સંપૂર્ણ રીતે ચિત્ત વડે ધ્યાન કરાયેલો (એવો) પણ જે યોગીન્દ્રોની મુદ્રાને ધારણ કરનારા આત્માઓને સુંદર કલ્યાણમયતા તુરત જ સમર્પે છે, તે આ શોભાવાળો અને અદ્ભુત વૈભવવાળો સિદ્ધરસ જેવો સમરસભાવ, મેં સજ્જનોના આનંદને જીવાડવા માટે સ્પષ્ટ રીતે કહ્યો છે. ૧૦૫. શ્રીમાનું એવું જે ચન્દ્રકુલ, તે રૂપી કમલ માટે એક સૂર્ય સમાન, સુંદર તર્કવિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનાર, સુગુરુ, શ્રીઅભયદેવસૂરિના શિષ્યલેશ વિજયસિંહે જે આ નવું સામ્યશતક બનાવ્યું, તે સદ્ભય પુરુષોના હૃયમાં જાગૃતદશા-ઉજાગરદશા પેદા કરનારું થાઓ. ૧૦૬ - * * સદ્ગુરુ કેવા) (૧) વિતરાગની વાણીથી આજ્ઞા જાણે, યથાતથ્ય પાળે અને બીજાને બોધે. (૨) નિસ્પૃહ હોય.. (૩) પરિસહ-ઉપસર્ગના સહન કર્તા હોય. (૪) ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેન્દ્રિય હોય. (૫) સૈદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય. (૬) સમતા ભાવથી ભરપૂર હોય. (૭) નિરાગતાથી સત્ય ઉપદેશ આપનાર હોય વગેરે. Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૮) ******** ********** ******** ********* * [ Bક સમતાશાવક કે છે સમતા ગંગા મગનતા, ઉદાસીનતા જાત; ચિદાનંદ જયવંત હો, કેવલભાનું પ્રભાત. ૧ સમતારૂપી ગંગામાં મગ્ન રહેવાપણારૂપી ઉદાસીનતાથી ઉત્પન્ન થયેલ આત્મિક આનંદ, કે જે કેવળજ્ઞાનરૂપી સૂર્યના ઉદય પૂર્વેના પ્રભાત જેવો છે; તે જયવંત વર્તો. ૧ સકલ કલામ સાર લય, રહો દૂર સ્થિતિ એહ; અકલ યોગમેં સકલ લય દેર બ્રહ્મ વિદેહ. ૨ સઘળીય કલાઓમાં જો કોઈ સાર હોય તો તે લય છે. એ વાત તો બાજુએ રાખો પણ અકલ નિષ્કલ) યોગમાં પણ તે સંપૂર્ણ લય બ્રહ્મજ્ઞાન આપે છે, કે જે આત્માને વિદેહ-દેહમુક્ત કરનાર છે. ૨ - સકલ અને નિષ્કલ યોગોની સમજૂતિ આ પ્રમાણે છે : - જે યોગ - પ્રક્રિયામાં શબ્દ ઉચ્ચારણ વડે સમાપત્તિ સધાય તે સકલયોગ કહેવાય, અને જે પ્રક્રિયા કેવળ ભાવનાને આશ્રિત હોય અને તેના વડે જો સમાપત્તિ સધાય તો તે નિષ્કલયોગ કહેવાય છે. ચિદાનંદ વિધુકી કલા, અમૃતબીજ અપાય; જાને કેવલ અનુભવી, કિનહી કહી ન જાય. ૩ આત્મિક આનંદરૂપી ચન્દ્રમાની કલા એ અમૃતનું (મોક્ષનું) બીજ છે, તે કલા કદી નાશ પામતી નથી અને તે કલાનો જે આનંદ છે તે તો કેવલ અનુભવી જ જાણે છે, તે કોઈનો આગળ કહી બતાવતો નથી. ૩ તો ભી આશ્રવ તાપકે, ઉપશમ કરન નિદાન; બરષતહું તાકે વચન, અમૃતબિંદુ અનુમાન. ૪ તો પણ આશ્રવના તાપનું ઉપશમન કરવામાં કારણભૂત અમૃતનાં છાંટણાં સમાન (અનુભવનાં) વચનોને હું વર્ષાવું છું. ૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪૯) ઉદાસીનતા પરિનયન ગ્યાં(ગ્યા)ન ધ્યાં(ધ્યા)ન રંગરોલ; અષ્ટ અંગ મુનિ ! યોગકો, વચનોને હું વર્ષાવું છું. પ હે મુનિ ! ઉદાસીનભાવની આત્મામાં પરિણતિ અને જ્ઞાનધ્યાનમાં એકતાનતા આ બે વસ્તુ અષ્ટ અંગવાળા યોગનો અમૃતરૂપ નિચોડ છે. પ અનાસંગમતિ વિષયમેં, રાગદ્વેષકો છેદ; સહજભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ૬ વિષયોમાં અનાસક્તબુદ્ધિ, રાગદ્વેષને છેદવાનો ઉદ્યમ, સહજ સ્વભાવમાં લયલીનપણું - આ બધા ઉદાસીનતાના જ ભેદ છે. તાકો કારન અમમતા, તામે મન વિસરામ કરે સાધુ આનંદઘન, હોવત આતમરામ. ૭ તે ઉદાસીનતા લાવવામાં કારણભૂત નિર્મમપણું છે. તેમાં, આનંદઘન (આનંદમાં મસ્ત) મુનિ પોતાના મનની વિશ્રાન્તિ કરે છે અને આત્મામાં રમણ કરતો થાય છે. ৩ • મમતા થિર સુખ શાકિની, નિરમમતા સુખ મૂલ; મમતા શિવ પ્રતિકૂલ હૈ, નિરમમતા અનુકૂલ. ૮ મમતા એ સ્થિર સુખનો નાશ કરવા માટે શાકિની (વ્યંતરનો પ્રકાર) તુલ્ય છે જ્યારે નિર્મમતા એ (સ્થિર) સુખનું મૂળ છે. મમતા એ મોક્ષમાર્ગથી પ્રતિકૂલ છે, જ્યારે નિર્મમતા એ અનુકૂળ છે. ૮ મમતા વિષે મૂર્છિત ભયે, અંતરંગ ગુન વૃંદ; જાગે ભાવિ વિરાગતા, લગન અમૃતકે બુંદ. ૯ મમતારૂપી વિષ (ઝેર)થી મૂર્છિત થયેલા આન્તરિક ગુણોના સમૂહો, વિરાગભાવ (વૈરાગ્ય) રૂપી અમૃતના બિન્દુઓ તેના પર પડતાં જ જાગૃત થઈ જાય છે. ૯ પર(રિ)નતિ વિષય વિરાગતા, ભવતરુ મૂલકુઠા; તા આગે કર્યું કર રહે, મમતા બેલિ પ્રચાર. ૧૦ વિષયોના વિરાગની આત્મામાં પરિણતી તે સંસારરૂપી વૃક્ષના મૂલમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ (૫૦) ********************************************** કુહાડો છે. તે કુહાડા આગળ (કે જ્યાં મોટાં મોટાં વૃક્ષો ઊખડી જાય ત્યાં) મમતારૂપી વેલ (લતા)નો ફેલાવો કેવી રીતે કહી શકે ? ૧૦ હહા! મોહકી વાસના, બુધકુ ભી પ્રતીકૂલ; યા કેવલ શ્રુતઅંધતા, અહંકારકો મૂલ. ૧૧ ખેદની વાત છે, કે મોહની વાસના પંડિતજનને પણ પ્રતિકૂળ માર્ગે લઈ જાય છે. મોહના યોગે જ્ઞાન પણ તેમને અંધ કરે છે અને અહંકાર વધારનારું થાય છે. ૧૧ મોહ તિમિર મનમેં જગિ (ગે), યાકે ઉદય અછે; અંધકાર પરિનામ હૈ, શ્રુતકે નામે તેહ. ૧૨ જેનો ઉદય થતાં મનમાં મોહરૂપી અંધકાર જાગે તે શ્રત નથી પણ શ્રુતના નામે અંધકારના પરિણામ છે. ૧ર* કરે મૂઢમતિ પુરુષકું, શ્રત ભી મદ ભય રોષ. જ્યુ રોગીકું ખીર ધૃત, સંનિપાતકો પોષ. ૧૩ જેમ રોગી માણસને ખીર અને ઘી સંનિપાત વધારવા માટે થાય છે, તેમ મૂઢ બુદ્ધિવાળા પુરુષને શ્રુત (જ્ઞાન) પણ મદ, ભય અને રોષની વૃદ્ધિ કરનારું થાય છે. ૧૩ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતા પંક; લહરી ભાવ વિરાગકી, તાકો ભજો નિસંક. ૧૪ વિરાગ ભાવ (રૂપી જલ)ની લહેર (ક્રોધ રૂપી) દાહને ટાળે છે, (વિષયરૂપી) તૃષાને દૂર કરે છે અને મમતારૂપી કાદવને સાફ કરે છે. તેથી શંકારહિતપણે તેનું સેવન કરો. ૧૪ * સરખાવો : तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥ જે ઉદય પામતાં રાગનો સમૂહ ખીલી ઊઠે તે જ્ઞાન જ હોઈ શકતું નથી. સૂર્યનાં કિરણો પ્રકાશી ઊઠે અને અંધકાર રહે અ બની શકે ખરું? Page #52 -------------------------------------------------------------------------- ________________ (૫૧) ******************************************** રાગભુજંગમ વિષ હરન, ધારો મંત્ર વિવેક; ભવવન મૂલ ઉછેદકું, વિલસે યાકી ટેક. ૧૫ રાગરૂપી સર્પનું વિષ દૂર કરવા માટે વિવેકરૂપી મંત્રને મનમાં ધારો. એ વિવેક સંસારરૂપી વનનું મૂલ છેદી નાખવા માટે સમર્થ છે. ૧૫ રવિ દૂજો તીજો નયન, અંતર ભાવ પ્રકાસ. કરો ધંધ સવિ પરિહરી, એક વિવેક અભ્યાસ. ૧૬ આંતરિક ભાવોને પ્રકાશિત કરનાર બીજા સૂર્ય જેવો અને ત્રીજા નેત્ર જેવો એક વિવેક જ છે, માટે બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, એક વિવેકને મેળવવાનો જ અભ્યાસ કરો. ૧૬ પ્રશમ પુષ્પરાવર્તકે, વરસત હરષ વિશાલ; દ્વેષ હુતાશ બુઝાઈ કે, ચિંતા જાલ જટાલ. ૧૭ ચિત્તારૂપી જવાળાઓથી વ્યાપ્ત એવા શ્વેષરૂપી અગ્નિને પ્રશમરૂપી પુષ્પરાવર્તમેશની વૃષ્ટિથી વિશેષ હર્ષપૂર્વક બુઝાવવો જોઈએ. ૧૭ કિનકે વશ ભવવાસના, હવૈ વેશ ધૂત; મુનિ ભી જિનકે બશ ભયે, હાવિ ભાવ અવધૂત. ૧૮ અવધૂત એવા મુનિઓ પણ જેના હાવભાવથી વશ થઈ જાય છે, એવી ધૂર્ત વેશ્યા જેવી ભવની વાસના-સંસારની વાસના કોને વશ થાય? ૧૮ જબલું ભવકી વાસના, જાગે મોહ નિદાન; - તબલું રુચે ન લોકકું, નિરમમ ભાવ પ્રધાન. ૧૯ મોહના હેતુભૂત ભવની વાસના જ્યાં સુધી હોય ત્યાં સુધી શ્રેષ્ઠ એવો નિર્મમભાવ-મમતાના ત્યાગરૂપી ભાવલોકને રુચતો નથી. ૧૯ વિષમ તાપ ભવવાસના, ત્રિવિધ દોષકો જોર; પ્રગટે યાકી પ્રબળતા, કવાથ કષાએ ઘોર. ૨૦ ભવની વાસના તે વિષમ જવર છે. જેમાં ત્રિદોષ (વાત-પત-કફ)નું જોર હોય છે અને તેમાં ઘોર એવા કષાયોનો કવાથ ભળતાં તે પ્રબલ બને છે. ૨૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૫૨) ** તાતેં દૃષ્ટ કષાય કે, છેદ હેત નિજ ચિત્ત; ધરો એહ શુભવાસના, સહજ ભાવમેં મિત્ત. ૨૧ હે મિત્ર ! તેથી દુષ્ટ કષાયોના છેદ માટે પોતાના ચિત્તમાં આ શુભવાસના, સહજ ભાવે ધારણ કરો. ૨૧ સિદ્ધ ઔષધિ ઇક ખિમા, તાકો કરો પ્રયોગ; જ્યું મિટિજાયે મોહ ઘર, વિષમ ક્રોધ જ્વર રોગ. ૨૨ આ માટે સિદ્ધ ઔષધિ કોઈપણ હોય તો તે એક ક્ષમા છે. તેનો તમે પ્રયોગ કરો, જેથી મોહના ઘર જેવો, વિષમ ક્રોધ જ્વર નામનો રોગ ચાલ્યો જાય. ૨૨ ચેતન કો કોમલ લલિત, ચિદાનંદમય દેહ; સૂક ભૂક જુર જાત હૈ, ક્રોધ લુકતિ તેહ. ૨૩ ***** આ આત્માનો કોમલ, સુંદર અને ચિદાનંદરૂપ દેહ ક્રોધને લીધે શુષ્ક, ભૂખ્યો અને જર્જરિત થઈ જાય છે. ૨૩ ક્ષમાસાર ચંદન રસે, સીંચો ચિત્તુ પવિત્ત; દયાવેલ મંડપ તલે, રહો લહો સુખ મિત્ત. ૨૪ હે મિત્ર ! પવિત્ર એવી દયારૂપી વેલડીના મંડપ તળે રહીને ક્ષમારૂપી શ્રેષ્ઠ ચંદનના રસથી ચિત્તને સિંચન કરો અને સુખને પામો. ૨૪ યાકો ભાજે શમ વધૂ, ખિમા સહજમેં જોર; ક્રોધ જોધ કિઉં કરિ કરિ, સો અપનો બલ સોર. ૨૫ જેને શમરૂપી પતિની, પત્ની ક્ષમારૂપી સ્ત્રી સહજમાં જોરપૂર્વક પછાડી નાખે છે, તે ક્રોધરૂપી યોદ્ધો પોતાના બળની જાહેરાત શું જોઈને કરતો હશે ? ૨૫ દંત ખેદ વરજિત ખિમા, ખેદ રહિત સુખરાજ; ઇનમેં નહિ સંદેહ કહ્યુ, કારન સરિખો કાજ. ૨૬ ક્ષમા ખેદ વિનાની છે (એટલે કે તેને ધારણ કરવામાં કશું કષ્ટ નથી Page #54 -------------------------------------------------------------------------- ________________ (૫૩) ********************************************** પડતું) તેથી તે ખેદ વિનાના સુખને ઉત્પન્ન કરે છે એ વાતમાં કશો જ સંદેહ નથી. કારણ કે, કારણને અનુસાર કાર્ય હોય છે. ૨૬ પરબત ગરબ શિકર ચડ્યો, ગુરુકું ભી લઘુ રૂપ; કહિ તિહાંપ અચરજ કિશ્યો? કથન ગ્યાન અનુરૂપ. ૨૭ ગવરૂપી પર્વતના શિખર પર ચઢેલો પ્રાણી ગુરુઓને પણ લઘુ સ્વરૂપે કહે (ગણાવે) તેમાં શું અચરજ છે? કારણ કે-કથન જ્ઞાનને અનુરૂપ હોય છે. ૨૭ આઠ શિખર ગિરિરાજ કે, ઠામે વિમલાલોક; તો પ્રકાશ સુખ ક્યું લહે? વિષમ માનવશ લોક. ૨૮ માનરૂપી ગિરિરાજના આઠ શિખર જ્ઞાનના નિર્મળ પ્રકાશને રોકે છે. તેથી વિષમ એવા માનને વશ એવો લોક, પ્રકાશનું સુખ કેવી રીતે પામે ? અર્થાત્ ન પામે. ૨૮ માન મહીધર છેદ તું, કર (રિ) મૃદુતા પવિધાત; જ્યુ સુખ મારગ સરલતા, હોવિ ચિત્ત વિખ્યાત. ૨૯ નમ્રતારૂપી વજનો ઘા કરી તું માનરૂપી મહીધર-પર્વતને છેદી નાખ, જેથી સરળતારૂપી સુખનો માર્ગ તારા ચિત્તમાં પ્રતિષ્ઠા પામે-સ્થિર થાય. ર૯ - મૃદુતા કોમલ કમલથે, વજ સાર અહંકાર; છેદત હ ઇક પલકમેં, અચરજ એહ અપાર. ૩૦ - નમ્રતા. તે કમળથીય કોમળ છે અને અહંકાર વજ જેવો કઠિન છે. છતાંય તે નમ્રતા એક પલકારામાં અહંકારને છેદી નાખે છે. આ મહા આશ્ચર્ય છે. ૩૦ વિકસિત માયા બલિ ઘર, ભવ અટવી કે બીચ; સોવત હે નિત મૂઢ નર, નયન ગ્યાન કે મીચ. ૩૧ આ ભવઅટવીની વચમાં જ્યાં વિકસિત એવી માયારૂપી વેલડીનું ઘર છે, , ત્યાં મૂઢ પુરુષ પોતાના જ્ઞાનરૂપી નયનોને મીંચીને હંમેશ સૂઈ જાય છે. ૩૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ************************** ******************* કોમલતા બાહિર ધરત, કરત વક્રગતિ ચાર; માયા સાપિણિ જગ ડસે, ગ્રસે સકલ ગુનસાર. ૩૨ બહાર કોમલતાને ધારણ કરતી અને વક્રગતિને આચરતી માયારૂપી સાપણ જગતને સે છે અને તેમના સકળ ગુણોના સારને ગ્રસે નષ્ટ કરે). છે. ૩ર તાકે નિગ્રહ કરનકું, કરો જુ ચિત્ત વિચાર; સમરો ઋજુતા જંગુલી, પાઠસિદ્ધ નિરધાર. ૩૩ તે (સર્પિણી)નો નિગ્રહ કરવા માટે જો ચિત્તમાં વિચાર કરતા હોય તો પાઠ કરવા માત્રથી નિઃશંક રીતે સિદ્ધ થનારી તે ઋજુતારૂપી જાંગુલી વિદ્યાનું સ્મરણ કરો. ૩૩ 'લોભ મહાતર સિર ચઢી, બઢી જ હિસના વેલિ; ખેદ કુસુમ વિકસિત ભઈ, ફલે દુઃખ રિઉ મેલિ. ૩૪ લોભરૂપી મહાન વૃક્ષના મસ્તક પર ચઢી તૃષ્ણારૂપી વેલડી વૃદ્ધિ પામે છે. તે ખેદરૂપી પુષ્પોથી વિકસિત થાય છે અને દુઃખોથી તે સદા ફળે છે - એટલે દુઃખોરૂપી ફળોને તે સદાકાળ - બારેમાસ આપે છે. ૩૪ લોભ મેધ ઉન્નત ભયે, પાપ પંક બહુ હોત; ધરમ હંસ રતિ નહુ લહે, રહે ન ગ્યાન ઉદ્યોત. ૩પ લોભરૂપી મેઘ ઉન્નત થતાં-આકાશમાં ચડી આવતાં પાપરૂપી કીચડ ઘણો થાય છે. તે સમયે ધર્મરૂપી હંસ રતિ-આનંદ પામતા નથી અને જ્ઞાનનો ઉદ્યોત પણ રહેતો નથી. ૩પ આગર સબહી દોષકો, ગુન ધનકો બડચોર; વ્યસન બેલિકો કંદ હૈ, લોભ પાસ ચિહું ઓર. ૩૬ લોભ બધા જ દોષોની ખાણ, ગુણરૂપી ધનનો મોટો ચોર અને કષ્ટોરૂપી વેલડીનો કંદ (સમૂહ) છે. આ લોભનો પાશ-ફાંસો ચારે તરફ ફેલાયેલ છે. ૩૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫૫) *************** **************************** કોઉ સયંભૂરમનકો, જે નર પાવઈ પાર; સો ભી લોભસમુદકો, લહે ન મધ્યપ્રચાર. ૩૭ જે કોઈ મનુષ્ય સ્વયંભૂરમણસમુદ્રનો પાર પામે છે. તે પણ લોભરૂપી સમુદ્રના મધ્યભાગને પ્રાપ્ત કરી શકતો નથી. ૩૭ મનસંતોષ અગસ્તિકે, તાકે શોષ નિમિત્ત; નિતુ સે જિનિ સો કિયો, નિજ જલ અંજલી મિત્ત. ૩૮ હે મિત્ર ! તેના - તે લોભસમુદ્રના શોષણ માટે જેણે સમુદ્રને પોતાના હાથની અંજલિ માત્ર કર્યો છે એવા મન સંતોષરૂપી અગસ્તિમુનિને નિત્ય સેવો. ૩૮ યાકી લાલચિ તું ફિરે, ચિત્ત ! ઇત ઉત ડમડોલ; તો લાલચિ મિટિ જાત ઘટ, પ્રકટિ સુખ રંગરોલ. ૩૯ હે ચિત્ત ! જેની લાલચે તું આમતેમ ડામાડોળ થઈને ફરે છે તે લાલચ (અંતરમાંથી) મટી જતાં-નષ્ટ થતાં અંતરમાં રંગરોલ સુખ પ્રગટે છે. ૩૯ ધન માનત ગિરિમૃતિકા, ફિરત મૂઢ દૂરધ્યાન; અખય ખજાનો ગ્યાંનકો, લખે ન સુખ નિદાન. ૪૦ મૂઢ પુરુષ પહાડની માટીને ધન માનીને દુર્ગાનમાં ફર્યા કરે છે પણ જે સુખનું કારણ છે તે જ્ઞાનનો અક્ષય ખજાનો (જે પોતાની પાસે છે) તેને તે ઓળખતો નથી. ૪૦ . હોત ન વિજય કષાયકો, બિન ઈન્દ્રિય વશિ કીન; તાત ઈન્દ્રી વશ કરે, સાધુ સહજ ગુણલીન. ૪૧ ઈન્દ્રિયોને વશ કર્યા વિના કષાયોનો વિજય થતો નથી તેથી સહજ આ ગુણોમાં લીન બનેલા સાધુપુરુષે ઈન્દ્રિયોને વશ કરવી જોઈએ. ૪૧ આપિ કાજિ પરસુખ હરે, ધરે ન કર્યું પ્રીતિ, ઈન્દ્રિય દુરજન પરિ દહૈ, વહૈ ન ધર્મ ન નીતિ. ૪૨ પોતાના સ્વાર્થ માટે પારકાનું સુખ હરનાર અને કોઈથી પણ પ્રેમ Page #57 -------------------------------------------------------------------------- ________________ (પ) ** ****************************************** ન રાખનાર એવી ઈન્દ્રિયો દુર્જનની માફક પ્રાણીઓને બાળે છે અને ધર્મ કે નીતિને ધારણ કરતી નથી. ૪૨ અથવા દુરજન ચેં બુર, ઈહ પરભવ દુઃખકાર, ઈન્દ્રિય દુરજન દેતુ હૈ, ઈહ ભવિ દુઃખ ઈકવાર. ૪૩ અથવા તો ઈન્દ્રિયો દુર્જનોથી પણ ખરાબ છે, કારણ કે - તે આ ભવ અને પરભવમાં દુઃખ આપે છે; જ્યારે દુર્જનો તો આ ભવમાં જ દુઃખ આપે છે. ૪૩ નયન ફરસ જનુ તનુ લગે, દહિ દ્રષ્ટિવિષ સાપ, તિનસું ભી પાપી વિષે, સુમરે કરિ, સંતાપ. ૪૪ પોતાનાં નેત્રોનો-દષ્ટિનો સ્પર્શ પ્રાણીને શરીરને લાગે ત્યારે જ દૃષ્ટિવિષ સર્પ તેને બાળે છે; જ્યારે તેનાથી પણ પાપી એવા વિષયો સ્મરણ કરવા માત્રથી (સંતાપ કરાવે છે) બાળે છે. ૪૪ ઈચ્છાચારિ વિષયમ્, ફિરતે ઈન્દ્રિય ગ્રામ, બશ કીજે પગમેં ધરી, યંત્ર ગ્યા પરિણામ. ૪૫ વિષયોમાં સ્વેચ્છાથી ફરતા ઈન્દ્રિયોના સમૂહને જ્ઞાન પરિણામરૂપી યંત્ર પગમાં ધારણ કરીને વશ કરવો જોઈએ. ૪૫ ઉનમારગગામી અસબ, ઈન્દ્રિય ચપલ તુરંગ, ખેંચી નરગ અરણ્યમેં, લિઇ જાઈ નિજ સંગ. ૪૬ | ઉન્માર્ગે ચાલનારા અને કાબૂમાં ન રહેનારા ઇન્દ્રિયોરૂપી ચપળ અશ્વો પ્રાણીને ખેંચીને પોતાના સંગથી) નરકરૂપી અરણ્યમાં (જંગલમાં) લઈ જાય છે. ૪૬ જે નજીક હૈ શ્રમરહિત, આપહી (હિ) મેં સુખ રાજ, બાધત હૈ તાકું કરન, આપ અરથ કે કાજ. ૪૭ જે સુખ નજીક છે, જેને મેળવવામાં કશો શ્રમ નથી પડતો, જે પોતાના આત્મામાં જ છે, તે સુખને કેવળ પોતાના સ્વાર્થ માટે ઈન્દ્રિયો રોકે છે. ૪૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૫૭) ******************************************** અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવંત, ઈન્દ્રિય ખિનુમૈ હરત હૈ, શ્રુતબલ અતુલ અનંત. ૪૮ અંતરંગ દુશ્મનોના સુભટોમાં બળવાન એવો ઈન્દ્રિય સેનાપતિ ક્ષણવારમાં અતુલ અને અનંત એવા પણ શ્રુતના સૈન્યને ભગાડી મૂકે છે. ૪૮ અનિયત ચંચલ કરણ હોય, પદપ્રવાહરજપૂર, આશાછાદક કરતુ હે, તત્ત્વદષ્ટિ બલ દૂર. ૪૯ કાબૂમાં નહીં રહેનારા, ચપળ, ઈન્દ્રિયોરૂપી અશ્વોનાં પગલાં પડવાથી ઊડેલ રજનો સમૂહ કે જે દિશાઓને ઢાંકી દે છે, તે બળપૂર્વક તત્ત્વદષ્ટિને દૂર કરે છે. ૪૯ પંચ બાણ ઈન્દ્રિય કરી, કામ સુભટ જગ જીતિ, સબકે સિરિ પગ દેતુ છે, ગુણે ન કોનું ભીતિ. ૫૦ કામસુભટ (કામદેવ) પાંચ ઈન્દ્રિયોને પાંચ બાણ બનાવીને જગતને જીતી લઈ સર્વના મસ્તક પર પગ મૂકે છે અને કોઈથી ભય રાખતો નથી. પ૦ વીર પંચ ઈન્દ્રિય લહી, કામ નૃપતિ બલવંત, કરે ન સંખ્યા પૂરણી, સુભટ શ્રેણિકી તંત. ૫૧ બળવંત એવો કામ નૃપતિ પાંચ ઈન્દ્રિયોરૂપી વીરોને મેળવ્યા પછી બીજા સુભટોની શ્રેણીની પરંપરા વડે સંખ્યા પૂરવણી કરતો નથી. પ૧- દુઃખ સબહિ સુખ વિષયકો, કરમ વ્યાધિ પ્રતિકાર, તા મનમથ સુખ કહે, ધૂરત જગ દુઃખકાર પર વિષયનાં સર્વ સુખો તે દુઃખ છે, કર્મરૂપી વ્યાધિના પ્રતિકાર સમાન છે, તેને કામદેવ સુખ તરીકે મનાવે છે, ખરેખર ! જગતને દુઃખ આપનારો તે ધૂર્ત છે. પર ઠગે કામકે સુખ ગિને, પાઈ વિષયકે ભીખ, સહજ રાજ પાવત નહીં, લગી ન સદ્ગુરુ સીખ. ૨૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૮) ***************************************** વિષયોની ભીખ પ્રાપ્ત કરીને તેને સુખ મનાવતો કામ લોકોને ઠગે છે, છતાં મૂર્ખ મનુષ્યો પોતાના આંતરિક રાજ્યને પ્રાપ્ત કરતા નથી અને તેમને સદ્ગુરુની શિખામણ પણ લાગતી નથી. ૫૩ અપ્રમાદ પવિ દંડર્થિ, કરી મોહ ચકચૂર, જ્ઞાની આતમપદ લહે, ચિદાનંદ ભરપૂર. ૫૪ જ્ઞાની પુરુષ પ્રમાદત્યાગરૂપી વજદંડથી મોહને ચકચૂર કરી જ્ઞાન અને આનંદથી ભરપૂર એવા આત્મપદને (મોક્ષને) પ્રાપ્ત કરે છે. પ૪ * * યાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન, સો ચાહત જ્ઞાનજય, કેસે કામ અયાન. ૫૫ જેને પોતાના રાજયની વિચારણામાં સ્ત્રી જ માત્ર પ્રધાન છે તે અજ્ઞાની એવો કામદેવ, કેવી રીતે જ્ઞાન ઉપર જય મેળવવા ઈચ્છતા હશે ? પપ ઉરભ્રાન્તિ મિટિ જાત હૈ, પ્રગટત ગ્યાન ઉદ્યોત, ગ્યાનીકુંભિ વિષયભ્રમ, દિસા મોહ સમ હોત. પ૬ (વટેમાર્ગુને) દિશાનો ભ્રમ થાય ત્યારે જેમ ઊલટી દિશા સાચી લાગે છે, તે પ્રમાણે જ્ઞાનીને વિષયનો ભ્રમ થતાં થાય છે; પરંતુ જ્યારે જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે ત્યારે હૃયની ભ્રાંતિનું નિવારણ થાય છે. પ૬ દાખે આપ વિલાસ કરિ, જૂઠેકું ભી સાચ, ઈન્દ્રજાલ પરિ કામિની, તાસુ તૂ મત રાચ. પ૭ ઈન્દ્રજાળ (માયાજાળ)ની માફક પોતાના વિલાસોથી જે જૂઠાને પણ સાચું કરી બતાવે છે તે કામિની (સ્ત્રી)માં તું રાચ નહિ. ૫૭ હસિત ફૂલ પલ્લવ અધર, કુચ ફલ કઠિન વિશાલ, પ્રિયા દેખી મતિ રાશિ તું, યા વિષવેલિ રસાલ. ૫૮ સ્ત્રીનું હાસ્ય તે ફૂલ છે, તેના અધર તે પાંદડાં છે, તેનાં વિશાલ અને કઠણ સ્તનો તે ફળ છે; એમ માનીને, સ્ત્રીને દેખીને તું તેમાં આનંદ ન માન, કારણ કે - આ રસવાળી વિષની વેલડી છે. ૫૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ (૫૯) ********************************************** ચરમ મઢિત હે કામિની, ભાજન મૂત્ર પુરીષ, કામ કીટ આકુલ સદા, પરિહર સુનિ ગુરુ સીખ. ૧૯ કામિની એ ચામડાથી મઢેલું મૂત્ર અને વિષ્ટાનું ભાજન (પાત્ર) છે અને તે કામરૂપી કીડાથી સદા ભરેલું છે. ગુરુની શિખામણ સાંભળી તું તેનો પરિહાર કર. ૫૯ વિષે ત્યજિ સો સબ ત્યજિ, પાતક દોષ વિતાન, જલધિ તરત નવિ કયું તરેઈ, તટિની ગંગ સમાન. ૬૦ પાપો અને દોષોનો વિસ્તાર કરનારા વિષયોને જે ત્યજે છે, તે બધું જ ત્યજી શકે છે. જે માણસ સમુદ્રને તરી જાય તે ગંગા જેવી નદીઓને કેમ ન તરે? ૬૦ ચાટે નિજ લાલામિલિત, શુષ્ક અસ્થિ ક્યું સ્થાન, - તેમેં રચે વિષયમેં, જડ નિજ રુચિ અનુમાન. ૬૧ જેમ શ્વાન પોતાની લાળથી વ્યાપ્ત શુષ્કા હાડકાને ચાટે છે અને તેમાં રાચે છે; તેમ જડ પ્રાણી પોતાની રુચિના અનુમાનથી વિષયોમાં રાચે છે. ૬૧ - ભૂષન બહુત બનાવત, ચંદન ચરચત દેહ, વચન આપ હી આપકું, જડ ધરિ પુદ્ગલનેહ. ૬૨ જડ પ્રાણીઓ પુદ્ગલપર-શરીરપર સ્નેહ ધારણ કરીને ઘણાં ઘણાં આભૂષણો બનાવે છે, ચંદનથી દેહને સજાવે છે અને તેમ કરી પોતાની જાતે જ પોતાને ઠગે છે. દર " દૂરદમ મનકે જય કિયે, ઈન્દ્રિય જય સુખ હોત, તાતેં મનજય કરણ, કરો વિચાર ઉદ્યોત. ૬૩ આ પ્રથમ દૂદમ એવા મનનો જય કરવાથી જ ઈન્દ્રિયોનો જય સુખે કરી શકાય છે, માટે મનનો જય કરવા વિચારોનો ઉદ્યોત કરો (સુંદર વિચાર કરો.) ૬૩ | વિષયગ્રામની સીમમેં, ઈચ્છાચારિ ચરંત, જિનઆના અંકુશ કરી, મન ગજ બસ કરુ સંત. ૬૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ (૬૦) *************************************ઝ****** હે સંતો ! વિષયોરૂપી ગામના સીમાડામાં ઈચ્છાનુસારે ફરતા મનરૂપી હાથીને શ્રી જિનની આજ્ઞારૂપી અંકુશથી વશ કરો. ૬૪ એક ભાવ મન પનકો, જુઠ કહે ગ્રંથકાર, યાતે પવનહિતે અધિક, હોત ચિત્તકો ચાર. ૬૫ મન અને પવનનું એકત્વ છે એવું જે ગ્રંથકારો કહે છે તે જૂઠું કહે છે કારણ કે ચિત્તનો (ચાર) તેની ગતિ-પવનથી પણ અધિક છે. ૬પ . જામેં રાચે તાહિમેં, બિરચે (તે) કરિ ચિત ચાર, ઈષ્ટ અનિષ્ટ ન વિષયકો, યું નિહર્ચે નિરધાર. ૬૬ જેમાં મન રાચે છે તેમાં જ મન વિરક્ત થાય છે. તેથી વિષયો ઈષ્ટ કે અનિષ્ટ નથી પરંતુ ચિત્તની ભાવના ઈષ્ટ અનિષ્ટ છે. એ તું નિશ્ચયપૂર્વક માન. ૬૬ કેવલ તામ્ કરમકો, રાગ દ્વેષ તે બંધ, પરમેં નિજ અભિમાન ધરિ, કાહિ ફિરતુ હૈ અંધ ૬૭ માત્ર તે વિષયોમાં રાગ અને દ્વેષ તે કર્મબંધનાં કારણ છે. માટે છે અંધ ! પર વસ્તુઓમાં આ પોતાની છે એવું અભિમાન ધારણ કરી શા માટે ફરે છે? ૬૭ જઈસે લલના લલિતમેં ભાવ ધરતુ (ત) હૈ સાર, તરસે મૈત્રી પ્રમુખમેં, ચિત ધરિ કરિ સુવિચાર. ૬૮ જેમ તું સ્ત્રીઓના વિલાસમાં સુંદર ભાવને ધરે છે; તેમ સારી રીતે વિચાર કરી મૈત્રી વગેરે ભાવનાઓમાં ચિત્તને ધારણ કર. ૬૮ બાહિર બહરિ કહા ફિરે, આપહિમેં હિત દેખિ, મૃગતૃષ્ણાસમ વિષયકો, સુખ સબ જાનિ ઉવેખિ. ૨૯ હે બાવરા ! બહાર શું કરે છે ? આત્મામાં જ તારું હિત છે, તે જો. વિષયોનાં સઘળાં સુખો મૃગતૃષ્ણા સમાન છે, એમ જાણી તેની ઉપેક્ષા કર. ૬૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૬૧) ********** ************************** ****** પ્રિય અપ્રિય વ્યવહાર નિજ, રુચિ રસ સાચો નાહિ, અંગ જ વલ્લભ સુત ભયો, યૂકાદિક નહિ કાંહિ. ૭૦ અમુક વસ્તુ પ્રિય હોવી કે અપ્રિય લેવી એ પોતાની રુચિનો રસ છે, વાસ્તવિક રીતે સાચો નથી. નહીંતર અંગથી પેદા થયેલો પુત્ર વહાલો લાગે છે પણ જૂ વગેરે કેમ પ્રિય નથી લાગતા ? ૭૦ હોવત સુખ નૃપ રંક, નોબત સુનત સમાન, ઇક ભોગે ઇક નાહિ સો, બઢ્યો ચિત અભિમાન. ૭૧ રાજા અને રંકને નોબત સાંભળતાં સરખું જ સુખ થાય છે. પરંતુ એક તે સુખને ભોગવે છે એટલે કે પોતાને તેનો ભોક્તા માને છે, જયારે બીજો તેમ નથી માનતો. બન્નેને સુખ થતું હોવા છતાં એકના ચિત્તમાં અભિમાન વધે છે બીજામાં નહિ. ૭૧ ભવકો સુખ સંકલ્પભવ, કૃત્રિમ જિસ્યો (જિસો) કપૂર, રંજત હૈ જન મુગધયું, વરજિત ગ્યાંન અંકુર. ૭ર સંસારના સુખો મનની માન્યતાથી જ પેદા થાય છે. તે વાસ્તવિક સુખ નથી. જેમ બનાવટી કપૂરથી ભોળા માણસો રાજી થાય છે, તેમ આવાં સંસારના સુખોથી, જેમના મનમાં જ્ઞાનના અંકુરા પ્રગટ્યા નથી તેવા મનુષ્યો રાજી થાય છે. ૭ર ગુન મમકારન બસ્તકો, સો વાસના નિમિત્ત, . માંને સુતમે સુત અધિક, દોરત હૈ હિત ચિત્ત. ૭૩ વસ્તુમાં મમત્વરૂપી ગુણ જે છે, તે કેવળ વાસનાના નિમિત્તે જ છે, પિતા પોતાના સર્વ પુત્રોમાં સવાયો પુત્ર તેને જ માને છે, કે જે પોતાનું હિત કરનારી પ્રવૃત્તિમાં ચિત્તને દોરે છે. ૭૩ મન કૃત મમતા જૂઠ છે, નહીં વસ્તુ પરજાય, નહિ તો બહુ બિકાઈથે, ક્યું મમતા મિટિ જાય? ૭૪ મમતા કેવળ મનની માની લીધેલી છે અને તે ખોટી છે. તે વસ્તુના Page #63 -------------------------------------------------------------------------- ________________ (૬૨) યોગે ઉત્પન્ન થયેલી નથી. નહીં તો જ્યારે વસ્તુ વેચી દેવામાં આવે છે, ત્યારે તે મમતા કેમ મટી જાય છે ? ૭૪ જના જનકી રુચિ ભિન્ન હૈ, ભોજન કૂર કપૂર, ભાગવંતકું જો રુચઈ, ક૨ભ કરે સો દૂર. ૭૫ પ્રત્યેક વ્યક્તિની રુચિ જુદી જુદી હોય છે, ક્રૂર અને કપૂરનાં ભોજન જે ભાગ્યવાનને રુચે છે, તેને ઊંટ આઘા મૂકે છે - તેને તે ગમતાં નથી. ૭૫ કરભ હસે નૃપ ભોગકું, હસે કરભકું ભૂપ, ઉદાસીનતા બિનુ નહીં, દોઉ રતિ રૂપ. ૭૬ રાજાના ભોગોને ઊંટ હસે છે અને રાજા ઊંટને હસે છે: જો બંનેને પોતપોતાના ભોગોમાં ઉદાસીનતા પ્રગટે તો બંનેને સુખ થાય. ૭૬ પરમે રાચે પરરુચિ, નિજરુચિ નિજગુનમાંહિ, ખેલે પ્રભુ આનંદઘન, ધરિ (રી) સમતા ગલ બાંહિ. ૭૭ પરમાં રુચિવાળો આત્મા પરમાં રાચે છે અને નિજ આત્મામાં રુચિવાળો જીવ નિજગુણોમાં - પોતાના ગુણોમાં રાચે છે. આનંદમય એવો આત્મા, સમતારૂપી સ્ત્રીના ગળે હાથ રાખીને સદાકાળ ખેલ્યા કરે છે. ૭૭ માયામય જગકો કહ્યો, જિહાં સબકી વિસ્તાર, ગ્યાનીકું હોબત કહાં, તહાં શોક કો ચાર. ૭૮ જ્યાં જગતનો સઘળોય વિસ્તાર માયામય કહેવામાં આવ્યો છે ત્યાં જ્ઞાનીને શોકનો પ્રચાર કેવી રીતે થાય ? ૭૮ સોચત નાંહિ અનિત્યમતિ, હોવત માલ મલાન, ભાંડે ભી સોચત ભગે, ધરત નિત્ય અભિમાંન. ૭૯ જે મનુષ્યો જગતના સર્વ પદાર્થોને અનિત્ય માને છે, તેઓ પોતાનો સઘળો માલ ખલાસ થઈ જાય તો ય શોક કરતા નથી જ્યારે દરેક વસ્તુમાં નિત્યપણાનું અભિમાન ધરનારા, માટીનું ભાંડું-વાસણ ભાંગી જાય તોય શોક કરે છે. ૭૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ ફૂટ વાસના ગઠિત હૈ, આસા (શા) તંતુ વિતાન, છેદે તાકું શુભમતી, કર ધિર બોધ કૃપાંન. ૮૦ આશારૂપી તંતુઓના વિસ્તારથી કૂટવાસના રૂપી જાળ ગૂંથેલી છે. શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ હાથમાં જ્ઞાનરૂપી કટારી લઈને તેને છેદી નાખે છે. ૮૦ જનની મોહ અંધારિક, માયા રજની ક્રૂર, ગ્યાંના ભાંન આલોકતિ, તાકું કીજે દૂર. ૮૧ ક્રૂર એવી માયારૂપી રાત્રિ કે જે મોહરુપી અંધકારને ઉત્પન્ન કરનારી છે, તેને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી દૂર કરવી જોઈએ. ૮૧ ઉદાસીનતા મગન હુઈ, અધ્યાતમ રસ કૂપ, દેખે નહિ કબુ ઓર જબ, તબ દેખે નિજ સ્વરૂપ. ૮૨ (૬૩) અધ્યાત્મરૂપી રસના કૂવા જેવી ઉદાસીનતામાં મગ્ન બનેલ આત્મા, જ્યારે બીજું કંઈપણ ન જુએ ત્યારે પોતાના સ્વરૂપને જુએ છે. ૮૨ આગે કરી નિસંગતા, સમતા સેવત જેહુ, ૨મે પરમ આનંદરસ, સત્યયોગમૈ તેહુ. ૮૩ નિઃસંગભાવને આગળ કરી જે સમતાને સેવે છે, તે પરમ આનંદના રસ સમાન યોગમાં સાચે સાચ રમે છે. ૮૩ દંભહી જનિત અસંગતા, ઈહભવકે સુખ દે, દંભરહિત નિસંગતા, કૌન દૂર સુખ દે. ૮૪ દંભપૂર્વકની નિઃસંગતા પણ આ ભવના સુખ આપે છે, તો પછી દંભવિનાની નિઃસંગતા માટે કયું સુખ દૂર છે ? કોઈ નહીં. ૮૪ મત હો સંગનિવૃત્તકું, પ્રેમ પરમગતી પાઈ, તાકો સમતા રંગ પુનિ, કિનહી કહ્યૌ ન જાઈ. ૮૫ સંગથી નિવૃત્ત થયેલાને કદાચ સુખદાયક પરમગતિની પ્રાપ્તિ ન થાઓ પણ જેને તે સમતાનો રંગ છે (જે સમતાના રંગનું સુખ છે) તે સુખ કોઈથી કહ્યું જાય તેમ નથી. ૮૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૬૪) ********************************************* તિસના વિદ્ગમ વલ્લિઘન, વિષય ઘુમર બહુ જોર, ભીમ ભયંકર ખેદ જલ, ભવસાયર ચિહુ ઓર. ૮૬ તૃષ્ણારૂપી પરવાળાઓની વલ્લિ જેમાં ફેલાયેલી છે એવો, વિષયોની ઘુમરીઓનું જેમાં બહુ જોર છે એવો અને અતિભયંકર ખેદરૂપી જળ જેમાં છે એવો, આ સંસારરૂપી સમુદ્ર ચારે તરફ ફેલાયેલો છે. ૮૬ ચાહે તાકો પાર તો, સજ કરિ સમતા નાઉ, ", શીલ અંગ દેઢ પાટિએ સહસ અઢાર બનાઉ. ૮૬ કૂઆથંભ શુભ યોગ પરિ, બાંઠિ માલિમ ગ્યાન, અધ્યાત્મ સઢિ બલિ ચલે, સંયમ પવન પ્રમાન. ૮૮ - જો તે ભવસમુદ્રનો પાર પામવા તું ચાહતો હોય તો જેમાં અઢાર હજાર શીલનાં અંગોરૂપી પાટિયાં છે, શુભયોગરૂપી કૂવાથંભ છે, જયાં જ્ઞાનરૂપી માલ-સુકાની બેઠો છે અને જે અધ્યાત્મરૂપી સઢના બળથી સંયમરૂપી પવનના યોગે ચાલે છે, તે સમતારૂપી નૌકાને સજ્જ કર. ૮૭-૮૮ યોગી જે બહુ તપ કરે, ખાઈ ઝુરે તપાત, ઉદાસીનતા વિનુ ભસમ, હુતિમૈ સોભી જાત. ૮૯ - યોગીઓ કે જે ઘણા તપ કરે છે, પડી ગયેલા વૃક્ષનાં પાંદડાને ખાય છે તેમનો તે તપ પણ ઉદાસીનભાવ વિનાનો હોય તો ભસ્મમાં આહુતિની સમાન છે. ૮૯ છૂટિ ભવકે જાલથે, જિમ નહિ તપ કરે લોક, - સો ભી મોહે કહુકું, દેત જનમકો શોક. ૯૦ જે તપ કર્યા વિના ભવજાલથી કોઈની મુક્તિ થતી નથી તે તપ પણ મોહથી કોઈકને જન્મ મરણના શોકનું કારણ થાય છે. ૯૦ વિષય ઉપદ્રવ સબ મિટે, હોવત સુખ સંતોષ, તાતે વિષયાતીત હૈ, દેત શાનતરસ પોષ. ૯૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ ********************************************** વિષયોના સર્વ ઉપદ્રવો મટી જાય ત્યારે સંતોષનું સુખ પ્રાપ્ત થાય છે તેથી તે સુખ વિષયાતીત છે અને શાન્તરસની પ્રાપ્તિ કરાવનારું છે. ૯૧ બિન લાલચિ બશ હોત હૈ, વશા બાત એહ સાચ, યાતે કરઈ નિરીહ કે, આગે સમ રતિ નાચ. ૯૨ લાલચ ન હોય ત્યારે સ્ત્રી વશ થાય છે, એ વાત સાચી છે. કારણ કે, નિરીહ-નિઃસ્પૃહ પુરુષની આગળ જ સમભાવમાં રતિરૂપી સ્ત્રી નૃત્ય કરે છે. ૯૨ દિઈ પરિમલ સમતા લતા, વચન અગોચર સાર, નિત્ત બિUર ભી જિંહાં વસે, લહિ પ્રેમ સહકાર. ૯૩ સમતારૂપી લતા વચનને અગોચર તથા સારભૂત એવી સુગંધી પ્રગટાવે છે કે જેના યોગે નિત્ય વૈરવાળા જીવો પર પરસ્પર પ્રેમ ધારણ કરીને સાથે વસે છે. ૯૩ સેના રાખસ મોહકી, જીપિ સુખિ પ્રબુદ્ધ બ્રહ્મબાનીક (બ્રહ્મબાન ઈક) લેકિં, સમતા અંતર શુદ્ધ. ૯૪ જેનું હ્રય સમતાના યોગે શુદ્ધ થયેલું છે એવો પ્રબુદ્ધ આત્મા, મોહરૂપી રાક્ષસની સેનાને સમતારૂપી એક બ્રહ્મબાણ લઈને સુખપૂર્વક જીતે છે. ૯૪ કવિ મુખ કલપિત અમૃતકે, રસમેં મૂઝત કાહિ, ભજો એક સમતાસુધા, રતિ ધરિ શિવપદ માહિ. ૯૫ - કવિના મુખથી કલ્પિત અમૃતના રસમાં શું મુંઝાવ છો? શિવપદમાં - રતિ ધારણ કરીને એક સમતારૂપી અમૃતને સેવો. ૯૫ યોગગ્રંથ જલનિધિ મથો, મન કરી મેરુ મથાન, . સમતા અમરત પાઈકે, હો અનુભૌ રસુ જાન. ૯૬ . યોગગ્રન્થરૂપી સમુદ્રને મનરૂપી મેરુનો રવૈયો કરી મથો, જેથી સમતારૂપી અમૃતને પ્રાપ્ત કરીને અનુભવરૂપી રસના જાણકાર થાઓ. ૯૬ Page #67 -------------------------------------------------------------------------- ________________ (૬૬) *** ઉદાસીન મતિ પુરુષ જો, સમતાનિધિ શુભ વેષ, છોરત તાકું ક્રોધ કિધુ, આપહી કર્મ અશેધ. ૯૭ જે પુરુષ ઉદાસીન બુદ્ધિવાળો છે, સમતાનો નિધિ છે, શુભ દેખાવવાળો છે, તેને સઘળાં કર્મો પોતાની મેળે જ, જાણે કે તેના પર ક્રોધ આવ્યો ન હોય તેમ, છોડી દે છે. ૯૭ શુદ્ધ યોગ શ્રદ્ધાન ધરી, નિત્ય કરમકો ત્યાગ, પ્રથમ કરિ જો મૂઢ સો, ઉભય ભ્રષ્ટ નિરભાગ. ૯૮ કેવળ યોગ ઉપર જ શુદ્ધ શ્રદ્ધા ધારણ કરી જે નિત્યકર્મોનો ત્યાગ કરે છે, તે નિર્ભાગી મૂઢોમાં પ્રથમ છે અને ઉભય ભ્રષ્ટ થનાર છે. ૯૮ ક્રિયા મૂઢ જૂઠી ક્રિયા, કર ન થાપે ગ્યાન, ક્રિયા ભ્રષ્ટ ઇક ગ્યાન મત, છેદે ક્રિયા અજાન. ૯૯ ક્રિયા પાછળ મૂઢ બનેલો આત્મા ફોગટ ક્રિયા કરે છે. તે જ્ઞાનને આત્મામાં સ્થાપન કરતો નથી. બીજો ક્રિયાભ્રષ્ટ છે, તે જ્ઞાનને માને છે અને અજાણ એવો તે ક્રિયાનો છેદ કરે છે. ૯૯ તે દોનું થે દૂરિ શિવ, જો નિજ બલ અનુસાર, મારગ રુચિ મારગ રહિ, સો શિવ સાધણહાર. ૧૦૦ આ બંનેય આત્માથી મોક્ષ દૂર છે પણ જે પોતાની શક્તિ અનુસારે માર્ગમાં રુચિ રાખી, શુદ્ધ માર્ગમાં રહે છે તે જ મોક્ષને સાધનારો છે. ૧૦૦ નિવૃત્તિ લલનાકો સહજ, અચરજકારી કોઈ, જો નર યાકું રુચત હૈ, યાકું દેખે સોઈ. ૧૦૧ નિવૃત્તિરૂપી સ્ત્રીનો સ્વભાવ કોઈ આશ્ચર્યકારી છે. જે મનુષ્ય તેને રુચે છે તે નર જ તેને (શિવને-કલ્યાણને) દેખી શકે છે. ૧૦૧ મન પારદ મુછિત ભયો, સમતા ઔષિધ આઈ, સહિજ (સહસ્ર) વેધિ રસ પરમગુન સૌવન સિદ્ધિ કમાઈ. ૧૦૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ (૬૭) ********************************************** સમતારૂપી ઔષધિ જ્યારે આવી ત્યારે મનરૂપી પારો મૂર્ણિત થયો અને સહજવેધ - સહસ્ત્રવધી રસ ઉત્પન્ન થયો જેના પરિણામે પરમ ગુણોરૂપી સુવર્ણની કમાણી થઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહાપુરુષ કૃત સાર, વિજયસિંહસૂરિ કિઓ, સમતાશતકો હાર. ૧૦૩ ભાવત યાકો તત્ત્વ મન, હો સમતા રસ લીન, જ્યુ પ્રકટે તુઝ સહજ સુખ, અનુભૌ ગમ્ય અહીન. ૧૦૪ ઘણા ગ્રંથોને જોઈને મહાપુરુષકૃત ગ્રંથોના સારભૂત આ સમતાશતકનો હાર શ્રીવિજયસિંહસૂરિએ કર્યો છે. જેનું તત્ત્વ મનમાં ભાવતાં સમતારસમાં લીન થાવ. જેથી તમને એવું સ્વાભાવિક સુખ પ્રગટ થાય છે કે જે માત્ર અનુભવગમ્ય જ હોય અને જેનો કદી નાશ ન થાય. ૧૦૩-૧૦૪ કવિ જસવિજય સુસુખ એ, આપ આપકું દેત, સામ્યશતક ઉદ્ધાર કરિ હેમવિજય મુનિ હેત. ૧૦૫ કવિ જશવિજય આ સુંદર શિખામણ પોતે પોતાને જ આપે છે અને કહે છે કે હેમવિજય નામના મુનિ માટે મેં આ સામ્યશતકનો ઉદ્ધાર કર્યો છે. ૧૦૫ * * * * * " જેમ જન્મથી અંધ જીવોને ચક્ષુનો યોગ હોતો નથી તેમ મિથ્યાત્વથી અંધ જીવો ખરે જ જિનધર્મને પામવા રૂપ સંયોગો મળવા છતાં તેમાં રમણ કરતાં નથી. એટલે કે જન્મથી જ અંધજીવોને જેમ કોઈ પણ પદાર્થનું દર્શન થઈ શક્યું નથી, તેમ મિથ્યાત્વથી અંધજીવોને જિનશાસનનો સંયોગ થઈ શક્તો નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ (૬૮). ********************* *** * ******** ******* ( આત્મજ્ઞાનના સાધન ) आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः । यत् तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥१॥ અથવા સંયમીનો આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. કારણ , કે દર્શનાદિરૂપ આત્મા જ શરીરમાં વસે છે. (૧) आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् य आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥२॥ મોહનો ત્યાગ કરીને જે આત્મા આત્મામાં આત્મા વડે આત્માને જાણે છે, તે જ તેનું ચારિત્ર, તે જ તેનું જ્ઞાન અને તે જ તેનું દર્શન છે. (૨) आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैश्छेत्तुं न शक्यते ॥३॥ આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થતું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે, આત્મજ્ઞાન વિનાના માણસો તપથી પણ તે દુઃખ દૂર કરી શકતા નથી. (કારણ કે જ્ઞાન સિવાયનું તપ અલ્પ ફળવાળું છે. બધું દુઃખ આત્માના અજ્ઞાનના કારણે થયેલું છે અને તે તેના પ્રતિપક્ષરૂપ આત્મજ્ઞાનથી નાશ પામે છે, માટે બાહ્ય વિષયોનો મોહ દૂર કરી આત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા યોગ્ય છે.) (૩) अयमात्मैव चिदूपः शरीरी कर्मयोगतः । ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यान्निरञ्जनः ॥४॥ આ આત્મા જ ચૈતન્યસ્વરૂપ છે, અને તે કર્મના સંયોગથી શરીરી થાય છે. તે જ આત્મા જ્યારે ધ્યાન અગ્નિથી કર્મોને બાળી નાંખે છે ત્યારે તે નિરંજન, અશરીરી સિદ્ધ (સિદ્ધાત્મા) થાય છે. (૪) अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥५॥ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો અને ઇન્દ્રિયો વડે Page #70 -------------------------------------------------------------------------- ________________ (૬૯) ***************** *************************** જીતાયેલો આ આત્મા જ સંસાર છે અને તે કષાયો અને ઇન્દ્રિયોને જીતનારો આત્મા જ મોક્ષ છે એમ બુદ્ધિમાન પુરુષો કહે છે. (સ્વરૂપના લાભ સિવાય બીજો મોક્ષ નથી. આત્મા આનન્દસ્વરૂપ છે તે પણ સ્વરૂપની પ્રાપ્તિ જ છે, માટે આત્મજ્ઞાનનો જ આશ્રય કરવો.) (૫) स्युः कषायाः क्रोधमानमायालोभाः शरीरिणाम् । चतुर्विधास्ते प्रत्येकं भेदैः संज्वलनादिमिः ॥६॥ શરીરધારી આત્માને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો હોય છે અને તે પ્રત્યેકના સંજવલનાદિ ભેદો વડે ચાર પ્રકાર છે. (૬) पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्षं जन्मानन्तानुबन्धकः ॥७॥ તૃણના અગ્નિની માફક સળગી ઊઠે અને તત્કાળ શાંત થાય તેવો સંજવલન કષાય છે, તે એક પખવાડિયા સુધી રહે છે; તે સંપૂર્ણ વિરતિને રોકતો નથી, પણ તેને અમુક અંશે મલિન કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે, તે સંપૂર્ણ વિરતિને રોકે છે. પણ અમુક અંશે વિરતિ થવા દે છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિ એક વર્ષ સુધી હોય છે અને તે દેશ વિરતિનો પણ પ્રતિબંધ કરે છે. અનંતાનુબંધી કષાય જીવન પર્યન્ત રહે છે અને આત્માને અનંત ભવભ્રમણ કરાવે છે. (૭) . वीतरागयतिश्राद्धसम्यग्दृष्टित्वघातकाः । .. ते देवत्वमनुष्यत्वतिर्यक्त्वनरकप्रदाः ॥८॥ - તે સંજવલનાદિ કષાયો અનુક્રમે વીતરાગપણું, સાધુપણું, શ્રાવકપણું અને સમ્યગૃષ્ટિપણે રોકે છે, તથા દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને - નરકગતિને પ્રાપ્ત કરાવે છે. (૮) સંજ્વલન કષાયના ઉદયે યતિપણું સંભવે છે, પણ વીતરાગપણું હોતું નથી અને તેનાથી દેવગતિ પ્રાપ્ત થાય છે પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે શ્રાવકપણું (દેશ વિરતિ) હોય છે, પણ યતિપણું (સંપૂર્ણ વિરતિ) હોતું નથી અને તેનાથી મનુષ્યગતિ પ્રાપ્ત થાય Page #71 -------------------------------------------------------------------------- ________________ (૭૦) ** ****************************************** છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સમ્યગુદૃષ્ટિપણું સંભવે છે, પણ શ્રાવકપણું હોતું નથી તથા તેનાથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. . અનંતાનુબંધીના ઉદય સમ્યગ્દષ્ટિપણું હોતું નથી અને તેનાથી નરકગતિ પ્રાપ્ત થાય છે. જો કે અનંતાનુબંધી કષાયના ઉદયે ચારે ગતિ પ્રાપ્ત થાય છે. તેથી અહીં કષાયોનો ગતિની સાથેનો સંબંધ સ્થલ વ્યવહારનયની દૃષ્ટિથી સમજવો. (આમ બને એમ ન માની લેવું) तत्रोपतापकः क्रोधः क्रोधो वैस्य कारणम् । ... दुर्गतेर्वर्तनी क्रोधः क्रोधः शमसुखार्गला ॥९॥ उत्पद्यमानः प्रथमं दहत्येव स्वमाश्रयम् । થઃ શાનવત્યાચં વહતિ વી નવી ૨૦ ક્રોધ શરીર અને મનને સંતાપ કરનાર છે, વૈરનું કારણ છે, દુર્ગતિનો માર્ગ છે તથા શમરૂપ સુખને રોકનાર આગળો (બારણા પાછળનું લાકડું) છે. વળી અગ્નિની પેઠે ઉત્પન્ન થતાં જ પ્રથમ તો તે પોતાના આશ્રયને જ બાળે છે અને પછી તે બીજાને બાળે છે અથવા નથી પણ બાળતો. (૯-૧૦) क्रोधवह्नस्तदहाय शमनाय शुभात्मभिः । श्रयणीया क्षमकैव संयमारामसारणिः ॥११॥ તેથી ક્રોધરૂપી અગ્નિને ત્વરાથી શાંત કરવા માટે સંયમરૂપી બગીચાને પલ્લવિત કરનાર પાણીની નીક સમાન ક્ષમાનો આશ્રય કરવો જોઈએ. (૧૧) મનુષ્યો સત્ત્વગુણને લીધે અથવા ભાવનાના બળથી ક્રોધને રોકી શકે છે. તેની ભાવના આ પ્રમાણે કરવી. જે મનુષ્ય પાપનો બંધ કરીને મને નુકસાન કરવા ઇચ્છે છે તે ખરેખર પોતાના કર્મથી જ હણાયેલો છે, તો તેના ઉપર કયો વિવેકી મનુષ્ય કોપ કરે? વળી જો તું તારા અપકાર કરનારા ઉપર ગુસ્સે થાય છે તો વધારે દુઃખના કારણભૂત તારા કર્મ ઉપર કેમ ગુસ્સે થતો નથી ? જે ક્રૂર કર્મની પ્રેરણાથી બીજો તારા ઉપર કોપ Page #72 -------------------------------------------------------------------------- ________________ (૭૧) ****************************************** કરે છે, તે કર્મની ઉપેક્ષા કરી બીજા ઉપર ક્રોધ કરતાં હું શા માટે શ્વાનવૃત્તિનો આશ્રય કરું? શ્રી ભગવાન મહાવીરસ્વામી પરિષદો અને ઉપસર્ગો સહન કરવા માટે પ્લેચ્છ દેશોમાં વિચર્યા, તો વગર યને પ્રાપ્ત થયેલી ક્ષમાને ધારણ કરવા તું કેમ ઇચ્છતો નથી ? ત્રણ લોકનો પ્રલય અને રક્ષણ કરવા સમર્થ એવા મહાપુરુષોએ જો ક્ષમાનો આશ્રય કર્યો તો કેળના ગર્ભ જેવા તુચ્છ સત્ત્વવાળા તારે ક્ષમા ધારણ કરવી શું ઉચિત નથી ? તે એવું પુણ્ય કેમ ન કર્યું કે જેથી કોઈ પીડા જ ન કરી શકે. તો અત્યારે તારી ભૂલનો પશ્ચાત્તાપ કરતાં ક્ષમા સ્વીકારવી જ આવશ્યક છે. કોઈ તને મર્મવેધી વચનોથી પીડા કરે તો તારે વિચારવું કે જો એ સાચું છે તો મારે ગુસ્સે થવાની શી જરૂર છે, જો એ ખોટું હોય તો તે ઉન્મત્તનું વચન સમજી તેની ઉપેક્ષા કરવી યોગ્ય છે, જો કોઈ તારો વધ કરવા તૈયાર થાય તો તારે વિસ્મય પામી હસવું કે મારો વધ તો મારા કર્મોથી જ થવાનો છે, તો આ બાપડો નકામો અભિમાનથી કર્મ બાંધે છે. સર્વ પુરુષાર્થનો ઘાત કરનાર ક્રોધ ઉપર તને ગુસ્સો થતો નથી તો સ્વલ્પ અપરાધ કરનાર ઉપર ક્રોધ કરવો તે ધિક્કારવા યોગ્ય છે. સર્વ ઇન્દ્રિયોને થાક પમાડનારા અને ઉગ્ર દોડતા સર્પના જેવા ક્રોધ ઉપર વિજય મેળવવા માટે બુદ્ધિમાન પુરુષે જાંગુલિમંત્ર સમાન નિરવધિ ક્ષમાનો નિરંતર આશરો લેવો જોઈએ. विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः । विवेकलोचनं लुम्पन् मानोऽन्धङ्करणो नृणाम् ॥१२॥ માન એ વિનય, વિદ્યા અને શીલ તેમ જ ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોનો ઘાતક છે, વળી તે વિવેકરૂપ ચક્ષુને ફોડી નાંખે છે, તેથી લોકોને આંધળા કરનારો છે. (૧૨) जातिलाभकुलैश्वर्यबलरूपतपः श्रुतैः । कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥१३॥ જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય–પ્રભુત્વ, બળ, રૂપ, તપ અને વિદ્યા એ આઠ પ્રકારના મદ કરનાર મનુષ્ય, એ આઠેય હીન પ્રકારનાં પ્રાપ્ત કરે છે. (૧૩) Page #73 -------------------------------------------------------------------------- ________________ (૭૨) उत्सर्पयन् दोषशाखा गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानदुमस्तन्मार्दवसरित्प्लवैः ॥१४॥ દોષરૂપી શાખાઓને ઊંચે ફેલાવનાર તથા ગુણરૂપી મૂળને નીચે લઈ જનાર માનરૂપી વૃક્ષને નમ્રતારૂપી નદીના પ્રવાહથી મૂળથી ઉખેડી નાખવું જોઈએ. (૧૪) असूनृतस्य जननी परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां माया दुर्गतिकारणम् ॥ १५ ॥ માયા અસત્યની જનની છે. શીલરૂપી વૃક્ષને છેદવામાં કુહાડીરૂપ છે, અવિદ્યા-અજ્ઞાનની જન્મભૂમિ છે અને દુર્ગતિનું કારણ છે. (૧૫). कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥ १६ ॥ *** કુટિલતામાં કુશળ, પાપકર્મ કરનાર, માયા વડે બગલા જેવી વૃત્તિવાળા, જગતને છેતરનારા મનુષ્યો ખરેખર પોતાની જાતને જ છેતરે છે. (૧૬) तदार्जवमहौषध्या जगदानन्दहेतुना । जयेज्जगद्रोहकरीं मायां विषधरीमिव ॥१७॥ તેથી જગતનો દ્રોહ કરનારી, માયારૂપી નાગિણીને જગતના આનંદના કારણરૂપ સરળતારૂપી મહા ઔષધિથી જીતવી જોઈએ. (૧૭) आकरः सर्वदोषाणां गुणग्रसनराक्षसः । कन्दो व्यसनवल्लीनां लोभः सर्वार्थबाधकः ॥ १८ ॥ , લોભ બધા દોષોની ખાણ છે, ગુણોનો ગ્રાસ કરી જનાર રાક્ષસ છે. દુઃખરૂપી વેલના મૂળરૂપ છે, તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થોનો નાશ કરનાર છે. धनहीनः शतमेकं सहस्रा शतवानपि सहस्राधिपतिर्लक्षं कोटिं लक्षेश्वरोऽपि च ॥ १९ ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૭૩) ********************************************* कोटीश्वरो नरेन्द्रत्वं नरेन्दश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं देवोऽपीन्द्रत्वमिच्छति ॥२०॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते यदिच्छा न निवर्तते । मूले लधीयांस्तल्लोभ शराव इव वर्धते ॥२१॥ ધનહીન માણસ સો રૂપિયાની ઇચ્છા રાખે છે, સો વાળો હજારની, હજારવાળો લાખની, લક્ષાધિપતિ કરોડની, કરોડાધિપતિ રાજ્યની, રાજા ચક્રવર્તિપણાની, ચક્રવર્તી દેવપણાની અને દેવ ઈન્દ્રપણાની ઇચ્છા કરે છે અને ઇન્દ્રપણું મળ્યા પછી પણ ઇચ્છાની નિવૃત્તિ તો થતી જ નથી. કારણ કે લોભ શરૂઆતમાં બહુ થોડો દેખાય છે પણ શકોરાની માફક વધતો જાય છે. (૧૯-૨૧) लोभसागरमुढेलमतिवेलं महामतिः । संतोषसेतुबन्धेन प्रसरन्त निवारयेत् ॥२२॥ લોભરૂપી અતિ ઉછળતા સમુદ્રને બુદ્ધિમાન પુરુષે સંતોષ રૂપી સેતુપાળ બાંધીને આગળ વધતો અટકાવવો જોઈએ. (૨૨) क्षान्त्या क्रोधो मृदुत्वेन मानो मायाऽऽर्जवेन च । लोभश्चानीहया जेयाः कषाया इति संग्रहः ॥२३॥ છે એમ ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભ કષાયોને જીતવા જોઈએ. એમ ગ્રહણ કરવું. (૨૩) विनेन्द्रियजयं नैव कषायाञ्जतुमीश्वरः । હેતે હૈ નાર્થ વિના નિતાનનમ્ પારકા ઇન્દ્રિયોને જીત્યા સિવાય મનુષ્ય કષાયો ઉપર વિજય મેળવવા સમર્થ થતો નથી. કેમ કે શિયાળાની ઠંડી પ્રજવલિત અગ્નિ વિના દૂર કરી શકાતી નથી. (૨૪) अदान्तैरिन्द्रियहयैश्चलरपथगामिभिः । आकृष्य नरकारण्ये जन्तुः सपदि नीयते ॥२५॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૭૪) *** ***************************************** અનિયંત્રિત, ચંચળ અને ઉન્માર્ગગામી ઇન્દ્રિયરૂપી અશ્વો પ્રાણીને . ખેંચીને નરક રૂપી અરણ્યમાં એકાએક લઈ જાય છે. (રપ) - इन्द्रियै विजितो जन्तुः कषायैरभिभूयते । વરિટ છેટા: પૂર્વ વ: : વેર્ન રવજીયતે રદ્દા જે પ્રાણી ઇન્દ્રિયોથી જીતાયેલો છે, તે કષાયોથી જલદી પરાભવ પામે છે. બળવાન પુરુષોએ પહેલાં જેની એક ઈંટ ખેંચી કાઢી છે તેવા કિલ્લાને પાછળથી કોણ તોડી પાડતું નથી ? (ર૬). कलघाताय पाताय बन्धाय च वधाय च । अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ॥२७॥ ન જીતાયેલી ઇન્દ્રિયો દેહધારીઓના કુળનો નાશ, અધઃપાત, બંધ અને વધના કારણરૂપ થાય છે. (૨૭) ઇન્દ્રિયોની સર્વથા અપ્રવૃત્તિ તે ઇન્દ્રિયોનો જય નથી, પણ વિષયોમાં રાગદ્વેષ વિના પ્રવૃત્તિ કરવી તે ઇન્દ્રિયોનો જય છે. સમીપમાં રહેલા વિષયનો ઇન્દ્રિયોની સાથે સંબંધ જ ન થાય એમ બનવું અશક્ય છે. પરંતુ વિષયોમાં થતા રાગદ્વેષને તો જરૂર નિવારી શકાય છે. સંયમી પુરુષોની ઇન્દ્રિયો હણાયેલી અને ન હણાયેલી છે. હિતકારી વિષયોમાં તેઓની ઇન્દ્રિયો હણાયેલી નથી, પણ અહિતકારી વિષયોમાં હણાયેલી છે. વિષયોમાં પ્રિયપણું કે અપ્રિયપણું વાસ્તવિક રીતે નથી, પરંતુ એક જ વિષય અમુક હેતુથી પ્રિય થાય છે, અને અમુક હેતુથી અપ્રિય થાય છે. માટે વિષયોનું પ્રિયપણું અને અપ્રિયપણું ઔપાધિક સમજી રાગદ્વેષ દૂર કરવા. तदिन्द्रियजयं कृर्याद् मनःशुद्धया महामतिः । यां विना यमनियमैः कायक्लेशो वृथा नृणाम् ॥२८॥ માટે બુદ્ધિમાન પુરુષે મનની વિશુદ્ધિ વડે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો. કારણ કે મનની શુદ્ધિ વિના મનુષ્યોને યમ, નિયમો વડે નકામો કાયક્લેશ થાય છે. (૨૮) Page #76 -------------------------------------------------------------------------- ________________ ********************************************** मनःक्षपाचरो भ्राम्यन्नपशङ्क निरङ्कुशः । प्रपातयति संसारावर्तगर्ते जगत्त्रयीम् ॥२९॥ ગમે તે વિષયમાં નિર્ભયપણે ભ્રમણ કરતો નિરંકુશ મનરૂપી રાક્ષસ ત્રણ જગતને સંસારરૂપી ચકરાવામાં પાડે છે. (ર૯). तप्यमानांस्तपो मुक्तौ गन्तुकामान् शरीरिणः । वात्येव तरलं चेतः क्षिपत्यन्यत्र कुत्रचित् ॥३०॥ મુક્તિ પામવાની ઇચ્છાથી તપ તપતા મનુષ્યોને ચંચળ ચિત્ત વિંટોળિયાની જેમ જયાં જ્યાં ફેંકી દે છે. (૩૦) अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः । पद्भ्यां जिगमिषुर्गामं स पङ्गुरिव हस्यते ॥३१॥ મનનો નિરોધ કર્યા વિના જે મનુષ્ય યોગમાં શ્રદ્ધા ધારણ કરે છે. તે પગે ચાલીને બીજે ગામ જવા ઇચ્છતા પાંગળા મનુષ્યની જેમ હાસ્યપાત્ર બને છે. (૩૧). मनोरोधे निस्ध्यन्ते कर्माण्यपि समन्ततः । अनिरुद्धमनस्कस्य प्रसरन्ति हि तान्यपि ॥३२॥ મનનો નિરોધ થતાં જ જ્ઞાનાવરણીયાદિ અતિ પ્રબળ કર્મોનો પણ સર્વથા નિરોધ થઈ જાય છે. જેનું મન નિરોધ પામ્યું નથી તેનાં કર્મો વધારે ફેલાય છે. (૩૨) मनःकपिरयं विश्वपरिभ्रमणलम्पटः । नियन्त्रणीयो यत्नेन मुक्तिमिच्छुभिरात्मनः ॥३३॥ આ માટે મુક્તિને ઇચ્છનારાઓએ સર્વ જગતમાં ભટકતા આ મનરૂપી વાંદરાને પ્રયત્નપૂર્વક વશ કરવો જોઈએ. (૩૩) दीपिका खल्वनिर्वाणा निर्वाणपथदर्शिनी । एकैव मनसः शुद्धिः समाम्नाता मनीषिमिः ॥३४॥ * પૂર્વાચાર્યોએ એકલી મનની શુદ્ધિને જ મોક્ષમાર્ગ બતાવનારી, કદી - ન ઓલવાય એવી દીવી કહી છે. (૩૪) મનના Page #77 -------------------------------------------------------------------------- ________________ (૭૬) ** सत्यां हि मनसः शुद्धौ सन्त्यसन्तोऽपि यद्गुणाः । सन्तोऽप्यसत्यां नो सन्ति सैव कार्या बुधस्ततः ॥३५॥ જો મનની શુદ્ધિ હોય તો અવિદ્યમાન ગુણો પણ અસ્તિત્વમાં આવે છે, પરંતુ તે ન હોય તો વિદ્યમાન ગુણોનો પણ અભાવ થાય છે; માટે બુદ્ધિમાન પુરુષે મનશુદ્ધિ જ કરવી. (૩૫) मनः शुद्धिमबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते तितीर्षन्ति महार्णवम् ॥३६॥ જે લોકો મનની શુદ્ધિ કર્યા વિના મુક્તિ માટે તપ તપે છે તે લોકો નાવને છોડીને બે હાથ વડે સમુદ્ર તરવાની ઇચ્છા રાખે છે. (૩૬) तपस्विनो मनः शुद्धि विना भूतस्य सर्वथा । ध्यानं खलु मुधा चक्षुर्विकलस्येव दर्पणः ॥३७॥ જેમ આંખો વિના દર્પણ નકામું છે, તેમ ખરેખર મનની શુદ્ધિ વિના તપસ્વીને ધ્યાન નિષ્ફળ છે. (૩૭) तदवश्यं मनः शुद्धिः कर्तव्या सिद्धिमिच्छता । તપ:શ્રુતયમપ્રાય: વિમર્ચ: જાય′′તુન: રૂટા માટે સિદ્ધિની ઇચ્છાવાળાએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. તે સિવાય બીજા દેહદમન કરનારા તપ, શ્રુત, યમ, નિયમાદિ ઉપાયો વ્યર્થ છે. (૩૮) मनः शुद्धयैव कर्तव्यो रागद्वेषविनिर्जयः । कालुष्यं येन हित्वाऽऽत्मा स्वस्वरूपेऽवतिष्ठते ॥ ३९ ॥ મનની શુદ્ધિ કરવા માટે રાગદ્વેષનો જય કરવો જોઈએ. રાગદ્વેષ જીતવાથી આત્મા મલિનતા દૂર કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે. (૩૯) आत्मायत्तमपि स्वान्तं कुर्वतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य परायत्तं विधीयते ॥ ४० ॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ (૭૭) આત્મામાં લીન કરવા પ્રયત્ન કરતા યોગીઓના મનને પણ રાગદ્વેષાદિ ચડી આવીને પરાધીન બનાવે છે. (૪૦) रक्ष्यमाणमपि स्वान्तं समादाय मनाग् मिषम् । पिशाचा इव रागाद्याश्छलयन्ति मुहुर्मुहुः ॥४१॥ ગમે તેટલું રક્ષણ કરવામાં આવે છતાં પિશાચના જેવા રાગાદિ થોડું પણ પ્રમાદરૂપ બહાનું મળતાં મનને વારંવાર છેતરે છે. (૪૧) रागादितिमिरध्वस्तज्ञानेन मनसा जनः । अन्धेनान्ध इवाकृष्टः पात्यते नरकावटे ॥४२॥ જેમ આંધળો માણસ આંધળા માણસને ખાડામાં નાંખે છે, તેમ રાગાદિ અંધકારથી નાશ પામેલ વિવેકજ્ઞાનવાળું મન મનુષ્યને ખેંચીને નરકરૂપ ખાડામાં નાખે છે. (૪૨) अस्ततन्द्रैरतः पुंभिर्निर्वाणपदकाङ्क्षिभिः । विधातव्यः समत्वेन रागद्वेषद्विषज्जयः ॥ ४३॥ માટે નિર્વાણ પદની ઇચ્છાવાળા પુરુષોએ પ્રમાદનો ત્યાગ કરી સમભાવ વડે એટલે રાગદ્વેષના હેતુઓમાં મધ્યસ્થ પરિણામ વડે રાગદ્વેષરૂપી શત્રુને જીતવો જોઈએ. (૪૩) अमन्दानन्दजनने साम्यवारिणि मज्जताम् । जायते सहसा पुंसां रागद्वेषमलक्षयः ॥४४॥ અતિ આનંદજનક સમતારૂપી પાણીમાં ડૂબકી મારનારા પુરુષોનો રાગદ્વેષરૂપી મેલ તત્કાળ નાશ પામે છે. (૪૪) प्रणिहन्ति क्षणार्धेन साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्रतपसा जन्मकोटिभिः ॥४५॥ મનુષ્ય જે કર્મને કોટી જન્મની કઠિન તપશ્ચર્યાથી પણ નાશ ન કરી શકે તે કર્મને તે સમભાવનો આશ્રય લઈને એક અર્ધી ક્ષણમાં નાશ કરે છે. (૪૫) Page #79 -------------------------------------------------------------------------- ________________ (૭૮). ****** ************************************* कर्म जीवं संश्लिष्टं परीज्ञातात्मनिश्चयः । विभिन्नीकुरुते साधुः सामायिकशलाकया ॥४६॥ જેને આત્મસ્વરૂપનો નિશ્ચય થયો છે એવા સાધુ સામાયિકરૂપી સળી વડે પરસ્પર મળેલા જીવ અને કર્મને જુદાં કરે છે. (આત્મજ્ઞાનનો અભ્યાસ કરતાં તથાવિધ આવરણો દૂર થવાથી પુનઃ પુનઃ સ્વસંવેદનથી આત્માનો દઢ નિશ્ચય થાય છે, અને તેથી આત્મસ્વરૂપનું આવરણ કરનારા અને આત્મસ્વરૂપથી ભિન્ન એવાં કર્મોને પરમ સામાયિકના બળથી નિર્જરે છે.) (૪૬) रागादिध्वान्तविध्वंसे कृते सामायिकांशुना । स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥४७॥ સામાયિકરૂપી સૂર્યથી રાગાદિ અંધકારનો નાશ થતાં યોગીઓ પોતાનામાં પરમાત્માનું સ્વરૂપ દેખે છે. (બધા આત્માઓ તત્ત્વદેષ્ટિથી પરમાત્મા જ છે, કેવળ રાગદ્વેષાદિથી મલિન થયેલા હોવાથી પરમાત્મા સ્વરૂપની અભિવ્યક્તિ થતી નથી પરંતુ સમભાવરૂપ સૂર્યના પ્રકાશથી રાગાદિ અંધકારનો નાશ થતાં આત્માને વિશે જ પરમાત્માસ્વરૂપ પ્રગટ થાય છે.) (૪૭) स्निह्यन्ति जन्तवो नित्यं वैरिणोऽपि परस्परम् । अपि स्वार्थकृते साम्यभाजः साधोः प्रभावतः ॥४८॥ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે સમત્વનું સેવન કરનાર સાધુના પ્રભાવથી નિત્ય વેરવૃત્તિવાળાં પ્રાણીઓ પણ પરસ્પર પ્રેમ કરે છે. (૪૮) પ્રિય અને અપ્રિય એવા ચેતન અને અચેતન પદાર્થમાં જેનું મન મોહ પામતું નથી તે સમભાવને પ્રાપ્ત થયેલો છે. કોઈ પોતાના હાથ વડે ગોશીર્ષ ચંદનનું વિલેપન કરે કે વાંસલાથી કાપે તો પણ બન્નેમાં સમાન વૃત્તિ હોય ત્યારે સર્વોત્તમ સમભાવ હોય છે. કોઈ પ્રસન્ન થઈને સ્તુતિ કરે કે ગુસ્સે થઈને ગાળો દે તો પણ જેનું ચિત્ત તે બન્નેમાં સરખું છે તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી કરેલા અને કલેશજનક રાગાદિની ઉપાસના શા માટે Page #80 -------------------------------------------------------------------------- ________________ (૭૯) *********************************************** કરવી ? પરંતુ વગર પ્રયત્ન મળી શકે એવા સુખ આપનારા મનોહર સમભાવનો આશ્રય કરવો યોગ્ય છે. ખાવા યોગ્ય, ચાટવા યોગ્ય, ચૂસવા યોગ્ય અને પીવા યોગ્ય પદાર્થોથી વિમુખ ચિત્તવાળા યોગીઓ પણ સમભાવરૂપ અમૃત વારંવાર પીવે છે. આમાં કંઈ ગુપ્ત નથી, તેમ કોઈ ગુરુનું રહસ્ય નથી, પરંતુ અન્ન અને બુદ્ધિમાનોને માટે એક જ ભવવ્યાધિને શમન કરનારું સમભાવરૂપ ઔષધ છે, જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વત પદ પામે છે. તે આ સમભાવનો પરમ પ્રભાવ છે. જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે તે મહાપ્રભાવયુક્ત સમભાવને નમસ્કાર કરું છું. હું સર્વ શાસ્ત્રના રહસ્યને જાણી પોકાર કરીને કહું છું કે આ લોક અને પરલોકમાં સમભાવથી બીજી કોઈ સુખની ખાણ નથી. જ્યારે ઊપસર્ગો આવી પડે છે અને મૃત્યુ સામે ઉભું હોય છે ત્યારે તે કાળને ઉચિત સમભાવથી બીજું કંઈ પણ ઉપયોગી નથી. રાગદ્વેષાદિ શત્રુઓનો નાશ કરનાર સમભાવરૂપ સામ્રાજયની લક્ષ્મી ભોગવીને પ્રાણીઓ, શુભ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી જો આ મનુષ્યજન્મ સફળ કરવો હોય તો અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવા જરા પણ પ્રમાદ ન કરવો. साम्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं मेवमेकत्वमन्यताम् ॥४९॥ अशौचमाश्रवविधि संवरं कर्मनिर्जराम् । धर्मस्वाख्याततां लोकं द्वादशी बोधिभावनाम् ॥५०॥ સમભાવની પ્રાપ્તિ નિર્મમત્વ પ્રાપ્ત થવાથી જ થાય છે અને નિર્મમત્વ પ્રાપ્ત થવા માટે અનિત્યાદિ બાર ભાવનાઓનું અવલંબન કરવું આવશ્યક છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિત્વ ભાવના, આસ્રવ ભાવના, સંવર - ભાવના, નિર્જરા ભાવના, ધર્મસ્વાખ્યાત ભાવના, લોકભાવના અને બોધિદુર્લભ ભાવના, એ બાર ભાવના છે. (૪૯-૫૦) Page #81 -------------------------------------------------------------------------- ________________ (૮૦) ****** ************************************** ૧. અનિત્ય ભાવના यत्प्रातस्तन्न मध्याह्ने यन्मध्याहन न तनिशि । निरीक्ष्यते भवेऽस्मिन् ही ! पदार्थानामनित्यता ॥५१॥ અરે ! આ જગતમાં જે સવારમાં હોય છે તે બપોરે નથી દેખાતું, અને જે બપોરે હોય છે તે રાત્રે નથી દેખાતું. આ પ્રમાણે પદાર્થની અનિત્યતા સર્વત્ર દેખાય છે. (૫૧) शरीरं देहीनां सर्वपुरुषार्थनिबन्धनम् । प्रचण्डपवनोद्भूतघनाघनविनश्वरम् ॥५२॥ બધા પુરુષાર્થોને કારણભૂત પ્રાણીઓનાં શરીર પ્રચંડ પવનથી વિખરાઈ ગયેલાં વાદળાં જેવાં વિનાશશીલ છે. (પર) कल्लोलचपला लक्ष्मीः संगमाः स्वप्नसंनिभाः ।। वात्याव्यतिकरोत्क्षिप्ततूलतुल्यं च यौवनम् ॥५३॥ લક્ષ્મી મોજાંની જેવી ચંચળ છે, ધન, કુટુંબાદિના સંયોગો સ્વપ્ન જેવા છે અને યૌવન વંટોળિયાના સંબંધથી ઊડેલા રૂ જેવું છે. (૫૩) इत्यनित्यं जगवृत्तं स्थिरचित्तः प्रतिक्षणम् । तृष्णाकृष्णाहिमन्त्राय निर्ममत्वाय चिन्तयेत् ॥५४॥ આ પ્રમાણે તૃષ્ણારૂપી કાળી નાગણીને વશ કરનાર મંત્ર સમાન નિર્મમત્વની પ્રાપ્તિ માટે જગતના અનિત્ય સ્વરૂપનો સ્થિરચિત્તે પ્રતિક્ષણ વિચાર કરવો જોઈએ. (૫૪) ૨. અશરણ ભાવના इन्द्रोपेन्द्रादयोऽप्येते यन्मृत्योर्यान्ति गोचरम् । अहो ! तदन्तकातङ्के कः शरण्यः शरीरिणाम् ॥५५॥ અરે ! ઇન્દ્રો, ઉપેન્દ્રો વગેરે પણ જે મૃત્યુને આધીન થયા, તે મરણના ભયથી પ્રાણીને કોણ શરણ આપી શકે એમ છે ? (૫૫) पितुर्मातुःस्वसुर्धातुस्तनयानां च पश्यताम् । - अत्राणो नीयते जन्तुः कर्मभिर्यमसद्मनि ॥५६॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ (૮૧) ********************************************** પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્રો જોઈ રહે છે અને અસહાય જીવને કર્મો યમને ઘેર લઈ જાય છે. (પ) शोचन्ति स्वजनानन्तं नीयमानान् स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति नात्मानं मूढबुद्धयः ॥५७॥ મૂઢ બુદ્ધિવાળા લોકો પોતાનાં કર્મોથી મૃત્યુ પામતા સ્વજનોનો શોક કરે છે, પણ સ્વકર્મ વડે મૃત્યુ પામનાર પોતાના આત્માનો શોક કરતા નથી. પોતાની નજીક રહેલા મૃત્યુનો શોક નહિ કરતાં દૂર સ્વજનાદિના મૃત્યુનો શોક કરવો તે બુદ્ધિની મૂઢતા જ છે.) (૫૭). संसारे दुःखदावाग्निज्वलज्ज्वालाकरालिते । वने मृगार्भकस्येव शरणं नास्ति देहिनः ॥५८॥ દાવાગ્નિની ભભકતી જવાલાથી વિકરાળ દેખાતા વનમાં જેમ મૃગના બચ્ચાનું કોઈ શરણ નથી, તેમ દુઃખરૂપી દાવાગ્નિની બળતી જવાળાથી ભયંકર આ સંસારમાં પ્રાણીનું કોઈ શરણ નથી. (૫૮) * ૩. સંસાર ભાવના શ્રોત્રિય પર્વ: સ્વામી પતિ શુભ : | સંસારનાઢ્ય નરવત્ સંસારી ન ! વેષ્ટ III આ સંસારરૂપી રંગભૂમિ ઉપર પ્રાણી નટની જેમ કોઈ વાર વેદજ્ઞ બ્રાહ્મણ થાય છે તો કોઈ વાર ચંડાળ થાય છે, કોઈ વાર શેઠ થાય છે (તો કોઈ વાર નોકર થાય છે.) કોઈ વાર પ્રજાપતિ બ્રહ્મા થાય તો કોઈ વાર કીડો થાય છે, એમ વિવિધ પ્રકારે સંસારી જીવ ચેષ્ટા કરે છે: એ આશ્ચર્ય છે. (૫૯) न याति कतमां योनि कतमा वा न मुञ्चति । - संसारी कर्मसम्बन्धादवकयकुटीमिव ॥६०॥ સંસારી જીવ કર્મના સંબંધથી ભાડાની કોટડીની જેમ કોઈ યોનિમાં જતો નથી અને કોઈ યોનિમાંથી નીકળતો નથી ? (૬૦). समस्तलोकाकाशेऽपि नानारूपैः स्वकर्मतः । बालाग्रमपि तन्नास्ति यन्न स्पृष्ट शरीरिभिः ॥६१॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ (૮૨) ***** *** સમસ્ત લોકાકાશમાં વાળના અગ્રભાગ જેટલું પણ કોઈ સ્થાન નથી કે જ્યાં જીવ પોતાના કર્મથી એકેન્દ્રિયાદિ વિવિધ રૂપો ધારણ કરવા રૂપે ઉત્પન્ન ન થયો હોય ! (૬૧) ૪. એકત્વ ભાવના एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । . कर्माण्यनुभवत्येकः प्रचितानि भवान्तरे ॥ ६२ ॥ જીવ એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મરણ પામે છે, તથા ભવાન્તરમાં કરેલાં કર્મો એકલો જ ભોગવે છે. (૬) अन्यैस्तेनार्जितं वित्तं भूयः संभूय भुज्यते । सत्वेको नरककोडे क्लिश्यन्ते निजकर्मभिः ॥६३॥ તેણે ભેગું કરેલું દ્રવ્ય બીજા લોકો ભેગા મળીને ભોગવે છે; પરંતુ ત એક્લો નરકગતિમાં પોતાનાં કર્મોથી (ફળ ભોગવવા વડે) ક્લેશ પામે છે. (૬૩) પ્રાણી એકલો જ શુભાશુભ કર્મ કરીને સંસારમાં ભમે છે અને તેને યોગ્ય શુભાશુભ ફળ પણ એકલો જ ભોગવે છે. તથા સર્વ સંબંધોનો ત્યાગ કરી એકલો જ મોક્ષ લક્ષ્મીનો ઉપભોગ કરે છે. ત્યાં બીજા કોઈનો સંભવ નથી. ૫. અન્યત્વ ભાવના यत्रान्यत्वं शरीरस्य वैसदृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां तत्रान्यत्वं न दुर्वचनम् ॥६४॥ જ્યાં આત્માથી શરીરની વિલક્ષણતા હોવાથી અન્યપણું છે, ત્યાં ધન, બંધુ અને સહાયકોનું આત્માથી અન્યત્વ હોય એ કહેવું મુશ્કેલ નથી. (૬૪) यो देहधनबन्धभ्यो भिन्नमात्मानमीक्षते । क्व शोकशङ्कुना तस्य हन्तातङ्कः प्रतन्यते ॥ ६५ ॥ જે માણસ શ૨ી૨, ધન અને બંધુઓથી પોતાના આત્માને ભિન્ન જુએ છે તે માણસને શોકરૂપ શલ્ય ક્યાંથી દુ:ખ આપે ? (૬૫) Page #84 -------------------------------------------------------------------------- ________________ (૮૩) ************************ ******************* આત્માથી દેહાદિ પદાર્થોનો અન્યત્વરૂપ ભેદ સ્પષ્ટ પ્રતીત થાય છે. દેહાદિ પદાર્થો ઇન્દ્રિય ગ્રાહ્ય છે અને આત્મા અનુભવગોચર છે. જો આત્મા અને દેહાદિ પદાર્થોનું અન્યપણું છે તો શરીરને પ્રારાદિ થતાં દુઃખ કેમ થાય છે એ શંકા કરવા યોગ્ય નથી, કારણ કે જેઓને શરીરાદિમાં ભેદબુદ્ધિ નથી, તેઓના દેહને પ્રહારાદિ થતાં આત્માને પીડા થાય છે, પરંતુ જેઓને દેહ અને આત્માનું ભેદજ્ઞાન થયું છે તેઓના દેહને પ્રહારાદિ થતાં આત્માને પીડા થતી નથી. નમિરાજર્ષિને આત્મા અને ધનનું ભેદજ્ઞાન થયું હતું, તેથી મિથિલા નગરી બળતી સાંભળીને તેને થયું કે મારું કાંઈ બળતું નથી. જે માણસને ભેદજ્ઞાન થયું છે તેને માતાપિતાના વિયોગનું દુઃખ આવી પડતાં દુઃખ થતું નથી અને જેને આત્મીયપણાનું અભિમાન છે તે દાસના દુઃખથી પણ મૂછ પામે છે. ૬. અશુચિ ભાવના रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुकान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कृतः ? ॥६६॥ રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજા, વીર્ય, આંતરડા, વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુઓના સ્થાનરૂપ આ શરીર છે. તેથી તેની પવિત્રતા ક્યાંથી હોય ? (૬૬) नवस्रोतःस्रवद्विस्ररसनिःस्यन्दपिच्छिले । देहेऽपि शौचसङ्कल्पो महन्मोहविजृम्भितम् ॥६७॥ . ( આંખ, કાન, નાક, મુખ અધોલાર અને જનનેન્દ્રિય રૂપી નવ દ્વારમાંથી વહેતા દુર્ગધી ચીકણા રસના સતત આવવાથી મલિન રહેતા શરીરમાં પવિત્રપણાનું અભિમાન કરવું એ મહામોહ કહેવાય છે. (૬૭) ૭. આસ્રવ ભાવના मनोवाक्कायकर्माणि योगाः कर्म शुभाशुभम् । यदाश्रवन्ति जन्तूनामाश्रवास्तेन कीर्तिताः ॥६८॥ મનુષ્યોના મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ મનોયોગ વચનયોગ Page #85 -------------------------------------------------------------------------- ________________ (૮૪) **************************************** * વો* અને કાયયોગથી શુભાશુભ કર્મ આત્મામાં આસ્રવે છે–પ્રવેશ કરે છે, તેથી તે યોગોને આશ્રવ કહે છે. (૬૮). मैत्र्यादिवासितं चेतः कर्म सूते शुभात्मकम् । कषायविषयाक्रान्तं वितनोत्यशुभं पुनः ॥६९॥ મૈત્રી, મુદિતા (પ્રમોદ), કરુણા અને ઉપેક્ષા (માધ્યસ્થ) રૂપી ભાવથી વાસિત કરેલું ચિત્ત શુભકર્મને ઉત્પન્ન કરે છે અને ક્રોધાદિ કષાયો તથા વિષયોથી વ્યાપ્ત થયેલું ચિત્ત અશુભ કર્મને ફેલાવે છે. (૬૯) शुभार्जनाय निर्मिथ्यं श्रुतज्ञानाश्रितं वचः । . विपरीतं पुनर्जेयमशुभार्जनहेतवे ॥७०॥ સત્ય અને શ્રુતજ્ઞાનાનુસારી વચન શુભકર્મના બંધનું કારણ થાય છે અને તેથી વિપરીત વચન અશુભ કર્મના બંધનું કારણ છે, અમે જાણ.. शरीरेण सुगुप्तेन शरीरी चिनुते शुभम् । .. सततारम्भिणा जन्तुघातकेनाशुभं पुनः ॥७१॥ વળી, સત્ પ્રવૃત્તિથી જીવ શુભ કર્મ સંચિત કરે છે અને સતત મહારંભી અને હિંસક પ્રવૃત્તિવાળા શરીર વડે અશુભ કર્મ બાંધે છે. (૭૧) कषाया विषया योगाः प्रमादाविरती तथा । मिथ्यात्वमातरौद्रे चेत्यशुभं प्रति हेतवः ॥७२॥ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો, સ્પર્શાદિ વિષયો, મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ યોગો, અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મનો અનાદર અને યોગદુપ્રણિધાનરૂપ આઠ પ્રકારનો પ્રમાદ, અવિરતિ-નિયમનો અભાવ, મિથ્યાત્વ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બધાં અશુભ કર્મના હેતુઓ છે. (૭૨) ૮. સંવર ભાવના सर्वेषामाश्रवाणां तु निरोधः संवरः स्मृतः । स पुनर्भिद्यते द्वेधा द्रव्यभावविभेदतः ॥७३॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ (૮૫) ********************************************** ઉપર કહેલા બધા આગ્નવોનો નિરોધ કરવાનો ઉપાય સંવર કહેવાય છે. તેના દ્રવ્યસંવર અને ભાવસંવર એમ બે ભેદો છે. (૭૩) यः कर्मपुद्गलादानच्छेदः स द्रव्यसंवरः । भवहेतुकियात्यागः स पुनर्भावसंवरः ॥७४॥ વળી કર્મપુદ્ગલના આસ્રવ દ્વારા થતા પ્રવેશને રોકવો તે દ્રવ્યસંવર અને સંસારના કારણભૂત ક્રિયાનો ત્યાગ તે ભાવસંવર. (૭૪) येन येन ह्युपायेन रुध्यते यो य आश्रवः । . तस्य तस्य निरोधाय न स योज्यो मनीषिभिः ॥५॥ જે જે ઉપાયથી જે જે આસ્રવ રોકી શકાય, તે તે આમ્રવના નિરોધ માટે બુદ્ધિમાન પુરુષોએ તે તે ઉપાય યોજવો. (૭૫) क्षमया मृदुभावेन रूजुत्वेनाप्यनीहया । कोधं मानं तथा मायां लोभं रुन्ध्याद्यथाकमम् ॥६॥ જેમ કે ક્ષમાથી ક્રોધને રોકવો, નમ્રતાથી માનને રોકવું, સરળતાથી માયાને રોકવી અને સંતોષથી લોભને રોકવો. (૭૬) असंयमकृतोत्सेकान् विषयान् विषसंनिभान् । निराकुर्यादखण्डेन संयमेन महामतिः ॥७७॥ બુદ્ધિમાન પુરુષે ઇન્દ્રિયોના અસંયમ–ઉન્માદથી પ્રબળ બનેલા વિષ જેવા વિષયોને ઇન્દ્રિયોના અખંડ સંયમથી નષ્ટ કરવા જોઈએ. (૭૭) 'तिसृभिर्गुप्तिभिर्योगान् प्रमादं चाप्रमादतः । सावद्ययोगहानेनाविरतिं चापि साधयेत् ॥७८॥ सद्दर्शनेन मिथ्यात्वं शुभस्थैर्येण चेतसः । . विजयेतार्तौदे च संवरार्थं कतोद्यमः ॥७९॥ સંવર માટે પ્રયત્ન કરતા યોગીએ ત્રણ ગુતિ(યોગનિગ્રહ)થી મનવચન-કાયાના વ્યાપારોને સાધવા જોઈએ, અપ્રમાદથી પ્રમાદને રોકવો, બધી સદોષ પ્રવૃત્તિના ત્યાગથી અવિરતિને રોકવી, સમ્યગદર્શન વડે Page #87 -------------------------------------------------------------------------- ________________ (૮૬) *** **************************************** મિથ્યાત્વને રોકવું તથા શુભધ્યાનરૂપ ચિત્તની સ્થિરતા વડે આર્ત તથા રૌદ્ર ધ્યાન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. (૭૮-૭૯) રાજમાર્ગમાં રહેલા અનેક દ્વારવાળા ઘરનાં બારણાં ઉઘાડાં હોય તો તેમાં રજ દાખલ થાય છે અને દાખલ થઈને ચીકાશના યોગે ત્યાં ચોંટી જાય છે. પરંતુ બારી-બારણાં બંધ કર્યા હોય તો રજ પ્રવેશ થવા પામતી નથી અને ત્યાં ચોંટી પણ જતી નથી. કોઈ સરોવરમાં પાણી આવવાના બધા માર્ગો ઉઘાડા હોય તો તે દ્વારા પાણી આવે છે, પરંતુ તે બધા માર્ગો બંધ કર્યા હોય તો થોડું પણ પાણી સરોવરમાં દાખલ થઈ શકતું નથી કોઈ વહાણની અંદર છિદ્રો હોય તો તે દ્વારા તેમાં પાણી દાખલ થાય છે, પરંતુ તે છિદ્રો બંધ કર્યા હોય તો થોડું પણ પાણી વહાણની અંદર પ્રવેશ કરતું નથી તેમ મિથ્યાત્વાદિ આન્નવદ્વારો ઉઘાડાં હોય તો જીવમાં કર્મ દાખલ થાય છે અને તે દ્વારા બંધ થાય તો સંવરયુક્ત જીવમાં કર્મનો પ્રવેશ થતો નથી. સંવરથી આશ્રવનાં દ્વાર બંધ થાય છે. તે સંવર ક્ષમા વગેરે ભેદોથી અનેક પ્રકારનો છે. મિથ્યાત્વના ઉદયને રોકવાથી અવિરતિ સમ્યગુષ્ટિ ગુણસ્થાને મિથ્યાત્વનો સંવર હોય છે, દેશવિરતિ ગુણસ્થાને અવિરતિનો સંવર હોય છે. અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે પ્રમાદનો સંવર હોય છે, ઉપશાન્તમોહ અને ક્ષીણ મોહ ગુણસ્થાનકે કષાયનો સંવર હોય છે અને અયોગી કેવળી ગુણસ્થાને સંપૂર્ણ યોગસંવર હોય છે. ૯. નિર્જરા ભાવના संसारबीजभूतानां कर्मणां जरणादिह ।। निर्जरा सा स्मृता द्वैधा सकामा कामवर्जिता ॥८०॥ સંસારના કારણભૂત કર્મને ખેરવી નાંખવાં તેને નિર્જરા કહે છે. તે સકામ નિર્જરા અને અકામ નિર્જરા એમ બે પ્રકારની છે. (૮૦) ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् । कर्मणां फलवत्पाको यदुपायात् स्वतोऽपि हि ॥८१॥ સંયમી પુરુષોને ઇરાદાપૂર્વક તપ વગેરે ઉપાય દ્વારા કર્મનો ક્ષય કરવા Page #88 -------------------------------------------------------------------------- ________________ ********************************************** રૂપ સકામ નિર્જરા જાણવી અને અસંયમીને તે સિવાય વિપાકથી (કર્મને ભોગવીને ક્ષય કરવારૂપ) અકામ નિર્જરા જાણવી. કારણ કે કર્મોનો પાકનિર્જરા ફળના પાકની પેઠે ઉપાયોથી અને સ્વાભાવિક રીતે થાય છે. (૮૧) सदोषमपि दीप्तेन सुवर्ण वह्निना यथा । तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥८२॥ જેમ અશુદ્ધ સોનું પ્રજવલિત થયેલા અગ્નિ વડે શુદ્ધ થાય છે, તેમ તપરૂપી અગ્નિ દ્વારા તપાવવામાં આવતો જીવ વિશુદ્ધ થાય છે. (૮૨) अनशनमौनोदर्यं वृत्तेः संक्षेपणं तथा । रसत्यागस्तनुक्लेशो लीनतेति बहिस्तपः ॥८३॥ (૧) અનશન - જીવન પર્યત કે અમુક કાલ પર્યત આહારનો ત્યાગ કરવો. (૨) ઔનોદર્ય (ઉણોદરી) - સ્વાભાવિક આહારથી અલ્પ આહાર લેવો. (૩) વૃત્તિસંક્ષેપ - પોતાને ખાવા પીવા વગેરે ઉપયોગમાં આવતી વસ્તુઓનો વૃત્તિથી સંક્ષેપ કરવો. (૪) રસપરિત્યાગ – દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન વગેરે વિકારવર્ધક પદાર્થોનો ત્યાગ કરવો. (૫) કાયક્લેશ - ટાઢ, તડકામાં કે આસનો વગેરેથી શરીરને કસવું. (૬) લીનતા - બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, અથવા મન, - વચન, કાયા, કષાય અને ઇન્દ્રિયોનો સંકોચ કરવો એ છ પ્રકારનું બાહ્ય તપ છે. (૮૩) प्रायश्चित्तं वैयावृत्त्यं स्वाध्यायो विनयोऽपि च ।। . व्युत्सर्गोऽथ शुभं ध्यानं षोढेत्याभ्यन्तरं तपः ॥८४॥ (૧) પ્રાયશ્ચિત-વ્રતાદિમાં લાગેલા દોષની શુદ્ધિ માટે જે અનુષ્ઠાન કરવામાં આવે છે. (૨) વૈયાવૃત્ય-સેવા, શુક્રૂષા. (૩) સ્વાધ્યાય. (૪) Page #89 -------------------------------------------------------------------------- ________________ (૮૮) . ****************************************** *** વિનય. (૫) વ્યુત્સર્ગ-સદોષ અને જજુ સહિત અન્નપાનાદિ અને કષાયોનો ત્યાગ કરવો. (૬) ધ્યાન. એમ છ પ્રકારનું આભ્યન્તર તપ છે. (૮૪). दीप्यमाने तपोव्हनौ वाह्ये चाभ्यन्तरेऽपि च ।। यमी जरति कर्माणि दुर्जराण्यपि तत्क्षणात् ॥८५॥ સંયમી પુરુષ બાળ અને અત્યંતરમ તારૂપી પ્રજવલિત અગ્નિમાં કષ્ટથી ક્ષય થાય એવાં તીવ્ર કર્મોનો પણ તે ક્ષણે જ નાશ કરી નાખે છે. (૫) ૧૦. ધર્મસ્વાખ્યાત ભાવના स्वाख्यातः खलु धर्मोऽयं भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि न मज्जेद् भवसागरे ॥८६॥ .. ફેવળજ્ઞાની ભગવંત જિનેશ્વરોએ આ ધર્મ ઉત્તમ રીતે કહેલો છે. જેનું આલંબન લેનાર પ્રાણી ભવસાગરમાં ડૂબતો નથી (એમ વિચારવું) તે ધર્મસ્વાખ્યાત ભાવના છે. (૮૬) संयमः सूनृतं शौचं ब्रह्माकिञ्चनता तपः । क्षान्तिर्दिवमृजुता मुक्तिश्च दशधा स तु ॥८७॥ સંયમ (અહિંસા), સત્ય, શૌચ (ચૌર્ય ત્યાગ), બ્રહ્મચર્ય, અકિંચનતા (અપરિગ્રહ), તપ, ક્ષમા, મૃદુતા–નમ્રતા, ઋજુતા–સરળતા અને મુક્તિનિર્લોભતા એમ (યતિ) ધર્મ દશ પ્રકારનો છે. (૮૭) अपारे व्यसनाभ्मोधौ पतन्तं पाति देहिनम् । सदा सविधव] कबन्धुर्धर्मोऽतिवत्सलः ॥८८॥ સદા સમીપવર્તી અદ્વિતીય બંધુ સમાન અતિવત્સલ ધર્મ જ અપાર દુ:ખ સમુદ્રમાં પડતાં પ્રાણીને બચાવે છે. (૮૮). अबन्धूनामसौ बन्धुरसखीनामसौ सखा । अनाथानामसौ नाथो धर्मो विश्चैकवत्सलः ॥८९॥ બંધરહિતનો બંધુ, મિત્રરહિતનો મિત્ર, અનાથોનો નાથ અને જગત ઉપર વત્સલતા રાખનાર ધર્મ જ છે. (૮૯) Page #90 -------------------------------------------------------------------------- ________________ ******************************************** ૧૧. લોક ભાવના कटिस्थकरवैशाखस्थानकस्थनराकृतिम् । द्रव्यैः पूर्ण स्मरेल्लोकं स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥१०॥ કેડે હાથ મૂકીને પહોળા પગ રાખી ઊભેલા પુરુષ જેવી આકૃતિવાળા તથા સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશસ્વરૂપવાળા દ્રવ્યોથી પરિપૂર્ણ લોકના સ્વરૂપનું ચિંતન કરવું. (૯૦) ૧૨. બોધિદુર્લભ ભાવના अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते । स्थावरत्वात्रासत्वं वा तिर्यक्त्वं वा कथंचन ॥११॥ मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र कथञ्चित्कर्मलाघवात् ॥१२॥ प्राप्तेषु पुण्यतः श्रद्धा कथकश्रवणेष्वपि । तत्त्वनिश्चयख्यं तद् बोधिरत्नं सुदुर्लभम् ॥१३॥ યથાપ્રવૃત્તિકરણથી મોક્ષની અભિલાષા સિવાય કર્મનો ક્ષય થતાં સ્થાવર યોનિમાંથી નીકળી ત્રસયોનિ કે પશુપણું પામે છે. તેમાં પણ અશુભકર્મનો ક્ષય થવાથી પુણ્યના યોગે મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમજાતિ, પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેમાં પણ પુણ્યથી ધર્મની અભિલાષા, ધર્મોપદેશક ગુરુ અને તેમના વચનનું શ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્ન પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. - રાજ્ય, ચક્રવર્તીપણું કે ઇંદ્રપણું પ્રાપ્ત થવું દુર્લભ નથી, પણ બોધિની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે એમ જિન પ્રવચનમાં કહ્યું છે. સર્વ જીવોએ બધા ભાવો પૂર્વે અનંતવાર પ્રાપ્ત કર્યા છે, પરંતુ તેને કદાપિ બોધિની પ્રાપ્તિ થઈ નથી, તેથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વે જીવોને અનંત પુદ્ગલ પરાવર્ત વ્યતીત થયા, પરંતુ જયારે કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ - પરાવર્ત બાકી રહેતાં આયુ સિવાયનાં બધાં કર્મની સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમની બાકી રહે ત્યારે કોઈક જીવ ગ્રંથિભેદથી ઉત્તમ બોધિરત્ન Page #91 -------------------------------------------------------------------------- ________________ (૯૦) ********************************************** પામે છે અને બીજા જીવો યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિની મર્યાદામાં આવેલા છતાં પાછા પડે છે અને પુનઃ સંસારમાં ભમે છે. કુશાસ્ત્રાશ્રવણ, મિથ્યાષ્ટિનો સંગ, કુવાસના અને પ્રમાદશીલતા એ બધા બોધિના વિરોધી છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે, તો પણ બોધિ પ્રાપ્ત થયે ચારિત્રની સફળતા છે, અન્યથા નિષ્ફળતા છે. અભવ્યો પણ ચારિત્ર પ્રાપ્ત કરીને રૈવેયકાદિ સ્વર્ગમાં જાય છે, પણ બોધિ સિવાય નિર્વાણ પ્રાપ્ત કરી શકતા નથી. જેને બોધિરત્ન પ્રાપ્ત થયું નથી, તે ચક્રવર્તી હોવા છતાં પણ રંક જેવો છે, પરંતુ જેણે બોધિરત્ન પ્રાપ્ત કર્યું છે તે રંક પણ ચક્રવર્તી કરતાં અધિક છે. જેમને બોધિ પ્રાપ્ત થયેલ છે તે જીવો સંસારમાં ક્યાંય આસક્ત થતા નથી, પરંતુ મમત્વરહિત થઈને એકમાત્ર મુક્તિ માર્ગની ઉપાસના કરે છે. જેઓ પરમ પદ પામ્યા છે, પામશે અને પામે છે તે બધા બોધિ પામીને જ તેમ કરી શકે છે માટે બોધિની જ ઉપાસના કરો. (૯૧-૯૨-૯૩). भावनाभिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वभावेषु सम्यक्त्वमवलम्बते ॥१४॥ આમ આ બાર ભાવનાઓ વડે નિરંતર મનને સુવાસિત કરતો, મમત્વરહિત થઈને બધા પદાર્થોમાં સમ્યકત્વ-સમત્વને પામે છે. (૯૪) विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । उपशाम्येत् कषायाग्निर्बोधिदीपः समुन्मिषेत् ॥१५॥ વિષયોથી વિરક્ત થયેલા, સમભાવથી સુવાસિત ચિત્તવાળા પુરુષોનો કષાયરૂપી અગ્નિ શાંત થાય છે અને બોધિરૂપી દિપક પ્રગટે છે. (૫) समत्वमवलम्ब्याथ ध्यानं योगी समाश्रयेत । विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडम्ब्यते ॥१६॥ સમત્વનું અવલંબન કરીને યોગી (ધ્યાન કરી શકે છે.) સમત્વ ધ્યાનાશ્રિત થાય છે. પ્રાપ્ત કર્યા વિના જો ધ્યાનનો પ્રારંભ કરે તો તે પોતાના આત્માનમી વિડંબના કરે છે. (૯૬) Page #92 -------------------------------------------------------------------------- ________________ (૯૧) ********************************************** ઇન્દ્રિયો વશ કરી નથી, મન શુદ્ધ કર્યું નથી, રાગદ્વેષ જીત્યા નથી, નિર્મમત્વ કર્યું નથી, સમતાની સાધના કરી નથી, પરંતુ ગતાનુગતિકપણે ઉભય લોકના માર્ગથી ભ્રષ્ટ થઈ મૂઢ પુરુષો ધ્યાનનો આરંભ કરે છે તે પોતાના આત્માને છેતરે છે. मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद्ध्यानं हितमात्मनः ॥१७॥ મોક્ષ કર્મોના ક્ષયથી જ પ્રાપ્ત થાય છે; કર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે, અને આત્મજ્ઞાન ધ્યાનથી સધાય છે; તેથી ધ્યાન આત્માનું હિતકારી છે. (૯૭) ધ્યાન અને સમભાવમાં કોણ વધારે મહત્ત્વનું છે તેવી શંકાનો ઉત્તર આચાર્ય નીચેના શ્લોકમાં આપે છે. न साम्येन विना ध्यानं न ध्यानं विना च तत् । निष्कम्पं जायते तस्माद् द्वयमन्योन्यकारणम् ॥१८॥ સમભાવ વિના ધ્યાન સંભવતું નથી અને ધ્યાન વિના નિષ્કપ સમભાવ પ્રાપ્ત થતો નથી, તેથી બન્ને એકબીજાનાં કારણરૂપ છે. (૯૮) મુહૂર્તનશૈર્ય ધ્યાને છાયોગિનામ્ | - धन॑ शुक्लं च तद् द्वेधा योगरोधस्त्वयोगिनाम् ॥१९॥ એક આલંબનમાં અંતર્મુહૂર્ત પર્યત ચિત્તની સ્થિરતા તે ધ્યાન. તેના બે ભેદ છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તે બન્ને પ્રકારના ધ્યાન કેવળજ્ઞાન રહિત સયોગીને હોય છે અને અયોગીને યોગના નિરોધરૂપ ધ્યાન હોય છે: સયોગી કેવળીને માત્ર યોગ નિરોધ કરવાના સમયે એક શુક્લ ધ્યાન : હોય છે. (૯૯) मुहूर्तात् परतश्चिन्ता यद्वा ध्यानान्तरं भवेत् । बह्वर्थसंक्रमे तु स्याद् दीर्घाऽपि ध्यानसंततिः ॥१०॥ ધ્યાન એક આલંબનમાં મુહૂર્ત સુધી સંભવે છે, ત્યારબાદ ચિન્તા હોય Page #93 -------------------------------------------------------------------------- ________________ (૯૨) ******************************************* મોબાઇ અથવા બીજું આલંબન લેવામાં આવે તો બીજું ધ્યાન હોય. એમ જુદા જુદા વિષયના આલંબનથી ધ્યાનનો પ્રવાહ લંબાવી શકાય. (૧૦૦) मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्म्यध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥१०१॥ ધર્મધ્યાનનો પ્રવાહ ચાલુ રાખવા માટે તૂટતા ધ્યાનને ધ્યાનાન્તરની સાથે અનુસંધાન કરવા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને આત્મામાં જોડવી, કારણ કે મૈત્રી આદિ ભાવના તૂટતા ધ્યાન માટે રસાયન રૂપ છે. (૧૦૧). माकार्षीत् कोऽपि पापानि मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥१०२॥ કોઈ પ્રાણી પાપ ન કરો, કોઈ દુઃખી ન થાઓ, જગત પણ મુક્ત થાઓ આવી બુદ્ધિ તે મૈત્રી ભાવના કહેવાય છે. (૧૦૦) अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥१०३॥ - જેમના દોષો દૂર થઈ ગયા છે, અને જેઓ વસ્તુસ્વરૂપનું અવલોકન કરનારા છે, તેવા મુનિઓના ગુણોમાં પક્ષપાત તે પ્રમોદ ભાવના કહેવાય છે. (૧૦૩) दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम् । પ્રતી યુદ્ધિ થમમિથી તે મારા દીન, પીડિત, ભીત (ભયથી આક્રાંત) અને જીવિત યાચતાં પ્રાણીઓની દીનતા વગેરે દૂર કરવાની બુદ્ધિ તે કરુણાભાવના કહેવાય છે. (૧૦) ककर्मसु निःशङ्कं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥१०५॥ નિઃશંકપણે ક્રૂર કર્મો કરનારા, દેવગુરુની નિંદા કરનારા તથા Page #94 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રસંશા કરનારા લોકો પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિ તે માધ્યસ્થ્ય ભાવના કહેવાય છે. (૧૮૫) आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संधत्ते विशुद्ध ध्यानसंततिम् ॥१०६॥ આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરતો બુદ્ધિમાન પુરુષ તૂટેલ વિશુદ્ધ ધ્યાનના પ્રવાહને પણ સાંધી શકે છે. तीर्थं वा स्वस्थताहेतु यत्तद्वा ध्यानसिद्धये । कृतासनजयो योगी विविक्तं स्थानमाश्रयेत् ॥१०७॥ (૯૩) **** ધ્યાનની સિદ્ધિ માટે જેણે આસનોનો અભ્યાસ કર્યો છે; તેઓએ તીર્થંકરોનાં જન્મસ્થાન, દીક્ષાસ્થાન, જ્ઞાનસ્થાન કે નિર્વાણસ્થાનમાંનું કોઈ તીર્થસ્થાન અથવા ચિત્તની સ્વસ્થતાનું કારણ પર્વતની ગુફા વગેરે કોઈ એકાંત સ્થાનનો આશ્રય કરવો જોઈએ. जायते येन येनेह विहितेन स्थिरं मनः । तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥१०८॥ જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે આસનને જ ધ્યાનનું સાધન ગણી તે આસન સાથે ધ્યાન કરવું. (૧૦૮) सुखासनसमासीनः सुश्लिष्टाधरपल्लवः । नासाग्रन्यस्तदृग्द्वन्द्वो दन्तैर्दन्तानसंस्पृशन् ॥ १०९ ॥ प्रसन्नवदनः पूर्वाभिमुखो वाप्युदङ्मुखः । अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥ ११० ॥ સુખકર આસન કરી બેઠેલો, હોઠ બીડી, નાસિકાના અગ્રભાગ પર બન્ને આંખો સ્થિર કરી, દાંતોને દાંતો સાથે અડકવા નહિ દેતો, પ્રસન્ન મુખવાળો પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢું રાખી સારી રીતે ટટ્ટાર બેસનાર અપ્રમાદી ધ્યાની એ ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૧૦૯-૧૧૦) Page #95 -------------------------------------------------------------------------- ________________ ( : નોંધ :) ********************************************** * (2) Page #96 -------------------------------------------------------------------------- ________________ ( : નોંધ ) ********************************************** (૯૫) Page #97 -------------------------------------------------------------------------- ________________ (૯૬) ********************************************* (નોંધ : ) Page #98 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક : નૈષધ પ્રિન્ટર્સ, અમદાવાદ. ફોન : 274916 27