________________
(૬૦)
*************************************ઝ******
હે સંતો ! વિષયોરૂપી ગામના સીમાડામાં ઈચ્છાનુસારે ફરતા મનરૂપી હાથીને શ્રી જિનની આજ્ઞારૂપી અંકુશથી વશ કરો. ૬૪
એક ભાવ મન પનકો, જુઠ કહે ગ્રંથકાર, યાતે પવનહિતે અધિક, હોત ચિત્તકો ચાર. ૬૫ મન અને પવનનું એકત્વ છે એવું જે ગ્રંથકારો કહે છે તે જૂઠું કહે છે કારણ કે ચિત્તનો (ચાર) તેની ગતિ-પવનથી પણ અધિક છે. ૬પ .
જામેં રાચે તાહિમેં, બિરચે (તે) કરિ ચિત ચાર,
ઈષ્ટ અનિષ્ટ ન વિષયકો, યું નિહર્ચે નિરધાર. ૬૬ જેમાં મન રાચે છે તેમાં જ મન વિરક્ત થાય છે. તેથી વિષયો ઈષ્ટ કે અનિષ્ટ નથી પરંતુ ચિત્તની ભાવના ઈષ્ટ અનિષ્ટ છે. એ તું નિશ્ચયપૂર્વક માન. ૬૬
કેવલ તામ્ કરમકો, રાગ દ્વેષ તે બંધ, પરમેં નિજ અભિમાન ધરિ, કાહિ ફિરતુ હૈ અંધ ૬૭ માત્ર તે વિષયોમાં રાગ અને દ્વેષ તે કર્મબંધનાં કારણ છે. માટે છે અંધ ! પર વસ્તુઓમાં આ પોતાની છે એવું અભિમાન ધારણ કરી શા માટે ફરે છે? ૬૭
જઈસે લલના લલિતમેં ભાવ ધરતુ (ત) હૈ સાર, તરસે મૈત્રી પ્રમુખમેં, ચિત ધરિ કરિ સુવિચાર. ૬૮
જેમ તું સ્ત્રીઓના વિલાસમાં સુંદર ભાવને ધરે છે; તેમ સારી રીતે વિચાર કરી મૈત્રી વગેરે ભાવનાઓમાં ચિત્તને ધારણ કર. ૬૮
બાહિર બહરિ કહા ફિરે, આપહિમેં હિત દેખિ, મૃગતૃષ્ણાસમ વિષયકો, સુખ સબ જાનિ ઉવેખિ. ૨૯ હે બાવરા ! બહાર શું કરે છે ? આત્મામાં જ તારું હિત છે, તે જો. વિષયોનાં સઘળાં સુખો મૃગતૃષ્ણા સમાન છે, એમ જાણી તેની ઉપેક્ષા કર. ૬૯