________________
(૬૧)
**********
**************************
******
પ્રિય અપ્રિય વ્યવહાર નિજ, રુચિ રસ સાચો નાહિ,
અંગ જ વલ્લભ સુત ભયો, યૂકાદિક નહિ કાંહિ. ૭૦ અમુક વસ્તુ પ્રિય હોવી કે અપ્રિય લેવી એ પોતાની રુચિનો રસ છે, વાસ્તવિક રીતે સાચો નથી. નહીંતર અંગથી પેદા થયેલો પુત્ર વહાલો લાગે છે પણ જૂ વગેરે કેમ પ્રિય નથી લાગતા ? ૭૦
હોવત સુખ નૃપ રંક, નોબત સુનત સમાન,
ઇક ભોગે ઇક નાહિ સો, બઢ્યો ચિત અભિમાન. ૭૧ રાજા અને રંકને નોબત સાંભળતાં સરખું જ સુખ થાય છે. પરંતુ એક તે સુખને ભોગવે છે એટલે કે પોતાને તેનો ભોક્તા માને છે, જયારે બીજો તેમ નથી માનતો. બન્નેને સુખ થતું હોવા છતાં એકના ચિત્તમાં અભિમાન વધે છે બીજામાં નહિ. ૭૧
ભવકો સુખ સંકલ્પભવ, કૃત્રિમ જિસ્યો (જિસો) કપૂર, રંજત હૈ જન મુગધયું, વરજિત ગ્યાંન અંકુર. ૭ર સંસારના સુખો મનની માન્યતાથી જ પેદા થાય છે. તે વાસ્તવિક સુખ નથી. જેમ બનાવટી કપૂરથી ભોળા માણસો રાજી થાય છે, તેમ આવાં સંસારના સુખોથી, જેમના મનમાં જ્ઞાનના અંકુરા પ્રગટ્યા નથી તેવા મનુષ્યો રાજી થાય છે. ૭ર
ગુન મમકારન બસ્તકો, સો વાસના નિમિત્ત, . માંને સુતમે સુત અધિક, દોરત હૈ હિત ચિત્ત. ૭૩
વસ્તુમાં મમત્વરૂપી ગુણ જે છે, તે કેવળ વાસનાના નિમિત્તે જ છે, પિતા પોતાના સર્વ પુત્રોમાં સવાયો પુત્ર તેને જ માને છે, કે જે પોતાનું હિત કરનારી પ્રવૃત્તિમાં ચિત્તને દોરે છે. ૭૩
મન કૃત મમતા જૂઠ છે, નહીં વસ્તુ પરજાય,
નહિ તો બહુ બિકાઈથે, ક્યું મમતા મિટિ જાય? ૭૪ મમતા કેવળ મનની માની લીધેલી છે અને તે ખોટી છે. તે વસ્તુના