________________
(૨૯)
*
***************************
*************
*
આ પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં રાગ અને દ્વેષનો ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવી તે ઔદાસીન્ય કહેવાય છે અને ઔદાસીન્ય, અમૃતમોક્ષ માટે રસાંજનરૂપ ઔષધિ છે. ૯
तस्यानघमहो बीजं, निर्ममत्वं स्मरन्ति यत् ।
तद्योगी विदधीताशु, तत्रादरपरं मनः ॥१०॥ અહો ! તે ઔદાસીજનું અવંધ્યબીજ નિર્મમતા છે, તેથી યોગીએ શીધ્ર તેમાં જ આદરવાળું ચિત્ત રાખવું જોઈએ. ૧૦
विहाय विषयग्राम-मात्माराममना भवन् ।
निर्ममत्वसुरवास्वा-दान्मोदते योगिपुङ्गवः ॥११॥ | વિષયોના સમૂહને છોડીને આત્મામાં રમણ કરતું છે મન જેનું એવો યોગીપુંગવ મમતાના અભાવરૂપી સુખના આસ્વાદથી આનંદ અનુભવે છે. ૧૧
येऽनिशं समतामुद्रां, विषयेषु नियुञ्जते ।
करणैश्चर्यधुर्यास्ते, योगिनो हि नियोगिनः ॥१२॥ જેઓ હમેશાં વિષયોમાં સમભાવરૂપી મુદ્રાને યોજે છે, તે ઈન્દ્રિયોનું સ્વામીપણું કરવામાં આગેવાન યોગીઓ જ ખરેખરા અધિકારીઓ છે. ૧૨
ममत्ववासना नित्य-सुखनिर्वासनानकः ।
નિયત્વે તુ વન્ય-રના પ્રતિકૂઃ પરમ્ રૂા. મમતાની વાસના તે નિત્યસુખને દેશવટો દેનારો-રવાના કરનારો-પડહ છે. પરંતુ મમતાનો ત્યાગ તો કેવલદર્શનનો સાક્ષી છે. ૧૩
भुव्यभिष्वंग एवायं, तुष्णाज्वरभरावहः ।
નિમત્વીપચં તત્ર, વિનિયુત યોવિન્ ૨૪ દુનિયામાં આ ગાઢ રાગ (મમતા) જ તૃષ્ણારૂપી જવરના સમૂહને લાવનાર છે અને તેથી યોગીપુરુષે તેને વિષે નિર્મમતારૂપી ઔષધનો પ્રયોગ કરવો જોઈએ. ૧૪.
पर्यवस्यति सर्वस्य, तारतम्यमहो ! क्वचित् । निर्ममत्वमतः साधु, कैवल्योपरि निष्ठितम् ॥१५॥