________________
(૭૪)
***
*****************************************
અનિયંત્રિત, ચંચળ અને ઉન્માર્ગગામી ઇન્દ્રિયરૂપી અશ્વો પ્રાણીને . ખેંચીને નરક રૂપી અરણ્યમાં એકાએક લઈ જાય છે. (રપ) -
इन्द्रियै विजितो जन्तुः कषायैरभिभूयते ।
વરિટ છેટા: પૂર્વ વ: : વેર્ન રવજીયતે રદ્દા જે પ્રાણી ઇન્દ્રિયોથી જીતાયેલો છે, તે કષાયોથી જલદી પરાભવ પામે છે. બળવાન પુરુષોએ પહેલાં જેની એક ઈંટ ખેંચી કાઢી છે તેવા કિલ્લાને પાછળથી કોણ તોડી પાડતું નથી ? (ર૬).
कलघाताय पाताय बन्धाय च वधाय च ।
अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ॥२७॥ ન જીતાયેલી ઇન્દ્રિયો દેહધારીઓના કુળનો નાશ, અધઃપાત, બંધ અને વધના કારણરૂપ થાય છે. (૨૭)
ઇન્દ્રિયોની સર્વથા અપ્રવૃત્તિ તે ઇન્દ્રિયોનો જય નથી, પણ વિષયોમાં રાગદ્વેષ વિના પ્રવૃત્તિ કરવી તે ઇન્દ્રિયોનો જય છે. સમીપમાં રહેલા વિષયનો ઇન્દ્રિયોની સાથે સંબંધ જ ન થાય એમ બનવું અશક્ય છે. પરંતુ વિષયોમાં થતા રાગદ્વેષને તો જરૂર નિવારી શકાય છે. સંયમી પુરુષોની ઇન્દ્રિયો હણાયેલી અને ન હણાયેલી છે. હિતકારી વિષયોમાં તેઓની ઇન્દ્રિયો હણાયેલી નથી, પણ અહિતકારી વિષયોમાં હણાયેલી છે. વિષયોમાં પ્રિયપણું કે અપ્રિયપણું વાસ્તવિક રીતે નથી, પરંતુ એક જ વિષય અમુક હેતુથી પ્રિય થાય છે, અને અમુક હેતુથી અપ્રિય થાય છે. માટે વિષયોનું પ્રિયપણું અને અપ્રિયપણું ઔપાધિક સમજી રાગદ્વેષ દૂર કરવા.
तदिन्द्रियजयं कृर्याद् मनःशुद्धया महामतिः ।
यां विना यमनियमैः कायक्लेशो वृथा नृणाम् ॥२८॥ માટે બુદ્ધિમાન પુરુષે મનની વિશુદ્ધિ વડે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો. કારણ કે મનની શુદ્ધિ વિના મનુષ્યોને યમ, નિયમો વડે નકામો કાયક્લેશ થાય છે. (૨૮)