________________
**********************************************
मनःक्षपाचरो भ्राम्यन्नपशङ्क निरङ्कुशः ।
प्रपातयति संसारावर्तगर्ते जगत्त्रयीम् ॥२९॥ ગમે તે વિષયમાં નિર્ભયપણે ભ્રમણ કરતો નિરંકુશ મનરૂપી રાક્ષસ ત્રણ જગતને સંસારરૂપી ચકરાવામાં પાડે છે. (ર૯).
तप्यमानांस्तपो मुक्तौ गन्तुकामान् शरीरिणः ।
वात्येव तरलं चेतः क्षिपत्यन्यत्र कुत्रचित् ॥३०॥ મુક્તિ પામવાની ઇચ્છાથી તપ તપતા મનુષ્યોને ચંચળ ચિત્ત વિંટોળિયાની જેમ જયાં જ્યાં ફેંકી દે છે. (૩૦)
अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः ।
पद्भ्यां जिगमिषुर्गामं स पङ्गुरिव हस्यते ॥३१॥ મનનો નિરોધ કર્યા વિના જે મનુષ્ય યોગમાં શ્રદ્ધા ધારણ કરે છે. તે પગે ચાલીને બીજે ગામ જવા ઇચ્છતા પાંગળા મનુષ્યની જેમ હાસ્યપાત્ર બને છે. (૩૧).
मनोरोधे निस्ध्यन्ते कर्माण्यपि समन्ततः ।
अनिरुद्धमनस्कस्य प्रसरन्ति हि तान्यपि ॥३२॥ મનનો નિરોધ થતાં જ જ્ઞાનાવરણીયાદિ અતિ પ્રબળ કર્મોનો પણ સર્વથા નિરોધ થઈ જાય છે. જેનું મન નિરોધ પામ્યું નથી તેનાં કર્મો વધારે ફેલાય છે. (૩૨)
मनःकपिरयं विश्वपरिभ्रमणलम्पटः ।
नियन्त्रणीयो यत्नेन मुक्तिमिच्छुभिरात्मनः ॥३३॥ આ માટે મુક્તિને ઇચ્છનારાઓએ સર્વ જગતમાં ભટકતા આ મનરૂપી વાંદરાને પ્રયત્નપૂર્વક વશ કરવો જોઈએ. (૩૩)
दीपिका खल्वनिर्वाणा निर्वाणपथदर्शिनी ।
एकैव मनसः शुद्धिः समाम्नाता मनीषिमिः ॥३४॥ * પૂર્વાચાર્યોએ એકલી મનની શુદ્ધિને જ મોક્ષમાર્ગ બતાવનારી, કદી - ન ઓલવાય એવી દીવી કહી છે. (૩૪)
મનના