________________
(૩૫)
**********************************************
चित्रमम्भोजिनी (दल)-कोमलं किल मार्दवम् ।
वज्रसारमहङ्कार-पर्वतं सर्वतः स्यति ॥४२॥ કમલિની (ના પત્ર) જેવી કોમલ મૃદુતા-નમ્રતા વિજ જેવા અહંકારરૂપી પર્વતને ચારે તરફથી તોડી નાખે છે, આ ખરેખર આશ્ચર્ય છે ! ૪૨
अस्मिन् संसारकान्तारे, स्मेरमायालतागृहे ।
શ્રાન્ત શરતે ઇન્ત !, પુમાંતો હતત. ૪રૂા. જેમનું ચિત્ત હણાઈ ગયું છે એવાં પ્રાણીઓ, આ સંસારરૂપી જંગલમાં (રહેલી) વિકસિત એવી માયારૂપી લતાના ઘરમાં નિરાંતે સૂઈ રહે છે, તે ખેદની વાત છે. ૪૩
मायावल्लीवितानोऽयं, रूद्धब्रह्माण्डमण्डपः । विधत्ते कामपिच्छायां, पुंसां सन्तापदीपम् ॥४४॥ જેણે બ્રહ્માંડરૂપી મંડપને ઢાંકી દીધો છે એવો આ માયારૂપી વલ્લિ (લતા)નો ચંદરવો, કોઈ એવા પ્રકારની છાયા કરે છે, કે જે પ્રાણીઓના - સંતાપને ઉત્તેજિત કરે છે. ૪૪
सूत्रयन्ती गतिं जिह्मां, मार्दवं बिभ्रती बहिः ।
अजस्त्रं सर्पिणीवेयं, माया दन्दश्यते जगत् ॥४५॥ વક્રગતિને ધારણ કરતી અને બહારથી કોમલતાને દર્શાવતી સાપણની માફક આ માયા નિરંતર જગતને ડસ્યા કરે છે. ૪૫
प्रणिधाय ततश्चेत-स्तन्निरोधविधित्सया ।
ઋજુતાં નાનીમેતાં, શીતાંશુમાં રત્ I૪દ્દા , તેથી તેનો નિરોધ કરવાની-તેને રોકવાની ઇચ્છાથી ચિત્તને સ્થિર રાખીને, ચન્દ્રસમાન કાન્તિવાળી આ સરળતારૂપી જાંગુલી વિદ્યા (સર્પનું ઝેર ઉતારવાની મંત્ર વિદ્યા)નું સ્મરણ કરવું જોઈએ. ૪૬
लोभद्ममवष्टभ्य, तृष्णावल्लिरुदित्वरी । आयासकुसुमस्फीता, दुःखैरेषा फलेग्रहिः ॥४७॥