________________
(૩૪)
***********
*********************************
0: ૧
૦SI.) ૩૭
હે મન – “કારણને અનુરૂપ કાર્ય હોય છે એ વાતનો તું નિશ્ચય રાખ. તેથી આ અનાયાસ-કષ્ટ વિનાની ક્ષમા કુલેશ વગરના સુખને ઉત્પન્ન કરે છે. (એમ જાણ.) ૩૭
अखर्वगर्वशैलान-श्रृङ्गादुद्धरकन्धरः ।
पश्यन्नहंयुराश्चर्य, गुरूनपि न पश्यति ॥३८॥ મોટા ગર્વ-અહંકારરૂપી પર્વતના ઊંચા શિખર પરથી ઊંચી ડોક કરીને જોતો અહંકારી પુરુષ, આશ્ચર્યની વાત છે કે – ગુરુજનોને પણ તે જોઈ શકતો નથી. ૩૮
उच्चैस्तरमहङ्कार-नगोत्सङ्गमसौ श्रितः ।
युक्तमेव गुरून्मानी, मन्यते यल्लधीयसः ॥३९॥ અતિશય ઊંચા અહંકારરૂપી પર્વતના ખોળામાં રહેલો અભિમાની પુરુષ, ગુરુઓને પણ જે લઘુ-તુચ્છ માને છે; તે યુક્ત જ છે * ૩૯.
तिरयन्नुज्ज्वलालोक-मभ्युन्नतशिराः पुरः ।
निरूणद्धि सुखाधानं, मानो विषमपर्वतः ॥४०॥ માન એ સન્મુખ રહેલા ઉજજવલ પ્રકાશને ઢાંકતો, અતિશય ઊંચા શિખરવાળો વિકટ પર્વત છે, કે જે સુખના આગમનને રોકે છે. ૪૦
मृदुत्वभिदुराोद्योगा-देनं मानमहीधरम् ।
भित्वा विधेहि हे स्वान्त ! प्रगुणां सुखवर्तिनीम् ॥४१॥ હે ચિત્ત ! તું આ માનરૂપી પર્વતને નમ્રતારૂપી વજના ઉપયોગથી ભેદીને સુખનો માર્ગ સરળ બનાવ. ૪૧.
* કારણ કે માની (અભિમાની) પુરુષ પર્વતના શિખર ઉપર ચઢેલો છે જયારે ગુરુજનો તે પર્વતની નીચે રહેલા છે એટલે પર્વત ઉપર રહેલાને નીચે રહેલા માણસો લઘુ સ્વરૂપમાં દેખાય તે વાસ્તવિક જ છે.