________________
(૭૯)
***********************************************
કરવી ? પરંતુ વગર પ્રયત્ન મળી શકે એવા સુખ આપનારા મનોહર સમભાવનો આશ્રય કરવો યોગ્ય છે. ખાવા યોગ્ય, ચાટવા યોગ્ય, ચૂસવા યોગ્ય અને પીવા યોગ્ય પદાર્થોથી વિમુખ ચિત્તવાળા યોગીઓ પણ સમભાવરૂપ અમૃત વારંવાર પીવે છે. આમાં કંઈ ગુપ્ત નથી, તેમ કોઈ ગુરુનું રહસ્ય નથી, પરંતુ અન્ન અને બુદ્ધિમાનોને માટે એક જ ભવવ્યાધિને શમન કરનારું સમભાવરૂપ ઔષધ છે, જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વત પદ પામે છે. તે આ સમભાવનો પરમ પ્રભાવ છે. જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે તે મહાપ્રભાવયુક્ત સમભાવને નમસ્કાર કરું છું. હું સર્વ શાસ્ત્રના રહસ્યને જાણી પોકાર કરીને કહું છું કે આ લોક અને પરલોકમાં સમભાવથી બીજી કોઈ સુખની ખાણ નથી. જ્યારે ઊપસર્ગો આવી પડે છે અને મૃત્યુ સામે ઉભું હોય છે ત્યારે તે કાળને ઉચિત સમભાવથી બીજું કંઈ પણ ઉપયોગી નથી. રાગદ્વેષાદિ શત્રુઓનો નાશ કરનાર સમભાવરૂપ સામ્રાજયની લક્ષ્મી ભોગવીને પ્રાણીઓ, શુભ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી જો આ મનુષ્યજન્મ સફળ કરવો હોય તો અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવા જરા પણ પ્રમાદ ન કરવો.
साम्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं मेवमेकत्वमन्यताम् ॥४९॥ अशौचमाश्रवविधि संवरं कर्मनिर्जराम् ।
धर्मस्वाख्याततां लोकं द्वादशी बोधिभावनाम् ॥५०॥ સમભાવની પ્રાપ્તિ નિર્મમત્વ પ્રાપ્ત થવાથી જ થાય છે અને નિર્મમત્વ પ્રાપ્ત થવા માટે અનિત્યાદિ બાર ભાવનાઓનું અવલંબન કરવું આવશ્યક છે.
અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિત્વ ભાવના, આસ્રવ ભાવના, સંવર - ભાવના, નિર્જરા ભાવના, ધર્મસ્વાખ્યાત ભાવના, લોકભાવના અને બોધિદુર્લભ ભાવના, એ બાર ભાવના છે. (૪૯-૫૦)