________________
આત્મપ્રસંશા કરનારા લોકો પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિ તે માધ્યસ્થ્ય ભાવના કહેવાય છે. (૧૮૫)
आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संधत्ते विशुद्ध ध्यानसंततिम् ॥१०६॥
આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરતો બુદ્ધિમાન પુરુષ તૂટેલ વિશુદ્ધ ધ્યાનના પ્રવાહને પણ સાંધી શકે છે.
तीर्थं वा स्वस्थताहेतु यत्तद्वा ध्यानसिद्धये । कृतासनजयो योगी विविक्तं स्थानमाश्रयेत् ॥१०७॥
(૯૩)
****
ધ્યાનની સિદ્ધિ માટે જેણે આસનોનો અભ્યાસ કર્યો છે; તેઓએ તીર્થંકરોનાં જન્મસ્થાન, દીક્ષાસ્થાન, જ્ઞાનસ્થાન કે નિર્વાણસ્થાનમાંનું કોઈ તીર્થસ્થાન અથવા ચિત્તની સ્વસ્થતાનું કારણ પર્વતની ગુફા વગેરે કોઈ એકાંત સ્થાનનો આશ્રય કરવો જોઈએ.
जायते येन येनेह विहितेन स्थिरं मनः ।
तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥१०८॥
જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે આસનને જ ધ્યાનનું સાધન ગણી તે આસન સાથે ધ્યાન કરવું. (૧૦૮)
सुखासनसमासीनः सुश्लिष्टाधरपल्लवः । नासाग्रन्यस्तदृग्द्वन्द्वो दन्तैर्दन्तानसंस्पृशन् ॥ १०९ ॥
प्रसन्नवदनः पूर्वाभिमुखो वाप्युदङ्मुखः । अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥ ११० ॥
સુખકર આસન કરી બેઠેલો, હોઠ બીડી, નાસિકાના અગ્રભાગ પર બન્ને આંખો સ્થિર કરી, દાંતોને દાંતો સાથે અડકવા નહિ દેતો, પ્રસન્ન મુખવાળો પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢું રાખી સારી રીતે ટટ્ટાર બેસનાર અપ્રમાદી ધ્યાની એ ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૧૦૯-૧૧૦)