________________
(૭૧)
******************************************
કરે છે, તે કર્મની ઉપેક્ષા કરી બીજા ઉપર ક્રોધ કરતાં હું શા માટે શ્વાનવૃત્તિનો આશ્રય કરું? શ્રી ભગવાન મહાવીરસ્વામી પરિષદો અને ઉપસર્ગો સહન કરવા માટે પ્લેચ્છ દેશોમાં વિચર્યા, તો વગર યને પ્રાપ્ત થયેલી ક્ષમાને ધારણ કરવા તું કેમ ઇચ્છતો નથી ? ત્રણ લોકનો પ્રલય અને રક્ષણ કરવા સમર્થ એવા મહાપુરુષોએ જો ક્ષમાનો આશ્રય કર્યો તો કેળના ગર્ભ જેવા તુચ્છ સત્ત્વવાળા તારે ક્ષમા ધારણ કરવી શું ઉચિત નથી ? તે એવું પુણ્ય કેમ ન કર્યું કે જેથી કોઈ પીડા જ ન કરી શકે. તો અત્યારે તારી ભૂલનો પશ્ચાત્તાપ કરતાં ક્ષમા સ્વીકારવી જ આવશ્યક છે. કોઈ તને મર્મવેધી વચનોથી પીડા કરે તો તારે વિચારવું કે જો એ સાચું છે તો મારે ગુસ્સે થવાની શી જરૂર છે, જો એ ખોટું હોય તો તે ઉન્મત્તનું વચન સમજી તેની ઉપેક્ષા કરવી યોગ્ય છે, જો કોઈ તારો વધ કરવા તૈયાર થાય તો તારે વિસ્મય પામી હસવું કે મારો વધ તો મારા કર્મોથી જ થવાનો છે, તો આ બાપડો નકામો અભિમાનથી કર્મ બાંધે છે. સર્વ પુરુષાર્થનો ઘાત કરનાર ક્રોધ ઉપર તને ગુસ્સો થતો નથી તો સ્વલ્પ અપરાધ કરનાર ઉપર ક્રોધ કરવો તે ધિક્કારવા યોગ્ય છે. સર્વ ઇન્દ્રિયોને થાક પમાડનારા અને ઉગ્ર દોડતા સર્પના જેવા ક્રોધ ઉપર વિજય મેળવવા માટે બુદ્ધિમાન પુરુષે જાંગુલિમંત્ર સમાન નિરવધિ ક્ષમાનો નિરંતર આશરો લેવો જોઈએ.
विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः ।
विवेकलोचनं लुम्पन् मानोऽन्धङ्करणो नृणाम् ॥१२॥ માન એ વિનય, વિદ્યા અને શીલ તેમ જ ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોનો ઘાતક છે, વળી તે વિવેકરૂપ ચક્ષુને ફોડી નાંખે છે, તેથી લોકોને આંધળા કરનારો છે. (૧૨)
जातिलाभकुलैश्वर्यबलरूपतपः श्रुतैः ।
कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥१३॥ જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય–પ્રભુત્વ, બળ, રૂપ, તપ અને વિદ્યા એ આઠ પ્રકારના મદ કરનાર મનુષ્ય, એ આઠેય હીન પ્રકારનાં પ્રાપ્ત કરે છે. (૧૩)