________________
(૭૦)
**
******************************************
છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સમ્યગુદૃષ્ટિપણું સંભવે છે, પણ શ્રાવકપણું હોતું નથી તથા તેનાથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. . અનંતાનુબંધીના ઉદય સમ્યગ્દષ્ટિપણું હોતું નથી અને તેનાથી નરકગતિ પ્રાપ્ત થાય છે. જો કે અનંતાનુબંધી કષાયના ઉદયે ચારે ગતિ પ્રાપ્ત થાય છે. તેથી અહીં કષાયોનો ગતિની સાથેનો સંબંધ સ્થલ વ્યવહારનયની દૃષ્ટિથી સમજવો. (આમ બને એમ ન માની લેવું)
तत्रोपतापकः क्रोधः क्रोधो वैस्य कारणम् । ... दुर्गतेर्वर्तनी क्रोधः क्रोधः शमसुखार्गला ॥९॥ उत्पद्यमानः प्रथमं दहत्येव स्वमाश्रयम् ।
થઃ શાનવત્યાચં વહતિ વી નવી ૨૦ ક્રોધ શરીર અને મનને સંતાપ કરનાર છે, વૈરનું કારણ છે, દુર્ગતિનો માર્ગ છે તથા શમરૂપ સુખને રોકનાર આગળો (બારણા પાછળનું લાકડું) છે. વળી અગ્નિની પેઠે ઉત્પન્ન થતાં જ પ્રથમ તો તે પોતાના આશ્રયને જ બાળે છે અને પછી તે બીજાને બાળે છે અથવા નથી પણ બાળતો. (૯-૧૦)
क्रोधवह्नस्तदहाय शमनाय शुभात्मभिः ।
श्रयणीया क्षमकैव संयमारामसारणिः ॥११॥ તેથી ક્રોધરૂપી અગ્નિને ત્વરાથી શાંત કરવા માટે સંયમરૂપી બગીચાને પલ્લવિત કરનાર પાણીની નીક સમાન ક્ષમાનો આશ્રય કરવો જોઈએ. (૧૧)
મનુષ્યો સત્ત્વગુણને લીધે અથવા ભાવનાના બળથી ક્રોધને રોકી શકે છે. તેની ભાવના આ પ્રમાણે કરવી. જે મનુષ્ય પાપનો બંધ કરીને મને નુકસાન કરવા ઇચ્છે છે તે ખરેખર પોતાના કર્મથી જ હણાયેલો છે, તો તેના ઉપર કયો વિવેકી મનુષ્ય કોપ કરે? વળી જો તું તારા અપકાર કરનારા ઉપર ગુસ્સે થાય છે તો વધારે દુઃખના કારણભૂત તારા કર્મ ઉપર કેમ ગુસ્સે થતો નથી ? જે ક્રૂર કર્મની પ્રેરણાથી બીજો તારા ઉપર કોપ