________________
(૬૯)
*****************
***************************
જીતાયેલો આ આત્મા જ સંસાર છે અને તે કષાયો અને ઇન્દ્રિયોને જીતનારો આત્મા જ મોક્ષ છે એમ બુદ્ધિમાન પુરુષો કહે છે. (સ્વરૂપના લાભ સિવાય બીજો મોક્ષ નથી. આત્મા આનન્દસ્વરૂપ છે તે પણ સ્વરૂપની પ્રાપ્તિ જ છે, માટે આત્મજ્ઞાનનો જ આશ્રય કરવો.) (૫)
स्युः कषायाः क्रोधमानमायालोभाः शरीरिणाम् ।
चतुर्विधास्ते प्रत्येकं भेदैः संज्वलनादिमिः ॥६॥ શરીરધારી આત્માને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો હોય છે અને તે પ્રત્યેકના સંજવલનાદિ ભેદો વડે ચાર પ્રકાર છે. (૬)
पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् ।
अप्रत्याख्यानको वर्षं जन्मानन्तानुबन्धकः ॥७॥ તૃણના અગ્નિની માફક સળગી ઊઠે અને તત્કાળ શાંત થાય તેવો સંજવલન કષાય છે, તે એક પખવાડિયા સુધી રહે છે; તે સંપૂર્ણ વિરતિને રોકતો નથી, પણ તેને અમુક અંશે મલિન કરે છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે, તે સંપૂર્ણ વિરતિને રોકે છે. પણ અમુક અંશે વિરતિ થવા દે છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિ એક વર્ષ સુધી હોય છે અને તે દેશ વિરતિનો પણ પ્રતિબંધ કરે છે. અનંતાનુબંધી કષાય જીવન પર્યન્ત રહે છે અને આત્માને અનંત ભવભ્રમણ કરાવે છે. (૭)
. वीतरागयतिश्राद्धसम्यग्दृष्टित्वघातकाः ।
.. ते देवत्वमनुष्यत्वतिर्यक्त्वनरकप्रदाः ॥८॥ - તે સંજવલનાદિ કષાયો અનુક્રમે વીતરાગપણું, સાધુપણું, શ્રાવકપણું
અને સમ્યગૃષ્ટિપણે રોકે છે, તથા દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને - નરકગતિને પ્રાપ્ત કરાવે છે. (૮)
સંજ્વલન કષાયના ઉદયે યતિપણું સંભવે છે, પણ વીતરાગપણું હોતું નથી અને તેનાથી દેવગતિ પ્રાપ્ત થાય છે પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે શ્રાવકપણું (દેશ વિરતિ) હોય છે, પણ યતિપણું (સંપૂર્ણ વિરતિ) હોતું નથી અને તેનાથી મનુષ્યગતિ પ્રાપ્ત થાય