________________
(૪૮)
********
**********
********
********* *
[ Bક સમતાશાવક કે છે
સમતા ગંગા મગનતા, ઉદાસીનતા જાત;
ચિદાનંદ જયવંત હો, કેવલભાનું પ્રભાત. ૧ સમતારૂપી ગંગામાં મગ્ન રહેવાપણારૂપી ઉદાસીનતાથી ઉત્પન્ન થયેલ આત્મિક આનંદ, કે જે કેવળજ્ઞાનરૂપી સૂર્યના ઉદય પૂર્વેના પ્રભાત જેવો છે; તે જયવંત વર્તો. ૧
સકલ કલામ સાર લય, રહો દૂર સ્થિતિ એહ;
અકલ યોગમેં સકલ લય દેર બ્રહ્મ વિદેહ. ૨ સઘળીય કલાઓમાં જો કોઈ સાર હોય તો તે લય છે. એ વાત તો બાજુએ રાખો પણ અકલ નિષ્કલ) યોગમાં પણ તે સંપૂર્ણ લય બ્રહ્મજ્ઞાન આપે છે, કે જે આત્માને વિદેહ-દેહમુક્ત કરનાર છે. ૨
- સકલ અને નિષ્કલ યોગોની સમજૂતિ આ પ્રમાણે છે : -
જે યોગ - પ્રક્રિયામાં શબ્દ ઉચ્ચારણ વડે સમાપત્તિ સધાય તે સકલયોગ કહેવાય, અને જે પ્રક્રિયા કેવળ ભાવનાને આશ્રિત હોય અને તેના વડે જો સમાપત્તિ સધાય તો તે નિષ્કલયોગ કહેવાય છે.
ચિદાનંદ વિધુકી કલા, અમૃતબીજ અપાય;
જાને કેવલ અનુભવી, કિનહી કહી ન જાય. ૩ આત્મિક આનંદરૂપી ચન્દ્રમાની કલા એ અમૃતનું (મોક્ષનું) બીજ છે, તે કલા કદી નાશ પામતી નથી અને તે કલાનો જે આનંદ છે તે તો કેવલ અનુભવી જ જાણે છે, તે કોઈનો આગળ કહી બતાવતો નથી. ૩
તો ભી આશ્રવ તાપકે, ઉપશમ કરન નિદાન;
બરષતહું તાકે વચન, અમૃતબિંદુ અનુમાન. ૪ તો પણ આશ્રવના તાપનું ઉપશમન કરવામાં કારણભૂત અમૃતનાં છાંટણાં સમાન (અનુભવનાં) વચનોને હું વર્ષાવું છું. ૪