________________
(૪૯)
ઉદાસીનતા પરિનયન ગ્યાં(ગ્યા)ન ધ્યાં(ધ્યા)ન રંગરોલ; અષ્ટ અંગ મુનિ ! યોગકો, વચનોને હું વર્ષાવું છું. પ હે મુનિ ! ઉદાસીનભાવની આત્મામાં પરિણતિ અને જ્ઞાનધ્યાનમાં એકતાનતા આ બે વસ્તુ અષ્ટ અંગવાળા યોગનો અમૃતરૂપ નિચોડ છે. પ અનાસંગમતિ વિષયમેં, રાગદ્વેષકો છેદ; સહજભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ૬
વિષયોમાં અનાસક્તબુદ્ધિ, રાગદ્વેષને છેદવાનો ઉદ્યમ, સહજ સ્વભાવમાં લયલીનપણું - આ બધા ઉદાસીનતાના જ ભેદ છે. તાકો કારન અમમતા, તામે મન વિસરામ
કરે સાધુ આનંદઘન, હોવત આતમરામ. ૭
તે ઉદાસીનતા લાવવામાં કારણભૂત નિર્મમપણું છે. તેમાં, આનંદઘન (આનંદમાં મસ્ત) મુનિ પોતાના મનની વિશ્રાન્તિ કરે છે અને આત્મામાં રમણ કરતો થાય છે. ৩
•
મમતા થિર સુખ શાકિની, નિરમમતા સુખ મૂલ; મમતા શિવ પ્રતિકૂલ હૈ, નિરમમતા અનુકૂલ. ૮
મમતા એ સ્થિર સુખનો નાશ કરવા માટે શાકિની (વ્યંતરનો પ્રકાર) તુલ્ય છે જ્યારે નિર્મમતા એ (સ્થિર) સુખનું મૂળ છે. મમતા એ મોક્ષમાર્ગથી પ્રતિકૂલ છે, જ્યારે નિર્મમતા એ અનુકૂળ છે. ૮ મમતા વિષે મૂર્છિત ભયે, અંતરંગ ગુન વૃંદ; જાગે ભાવિ વિરાગતા, લગન અમૃતકે બુંદ. ૯
મમતારૂપી વિષ (ઝેર)થી મૂર્છિત થયેલા આન્તરિક ગુણોના સમૂહો, વિરાગભાવ (વૈરાગ્ય) રૂપી અમૃતના બિન્દુઓ તેના પર પડતાં જ જાગૃત થઈ જાય છે. ૯
પર(રિ)નતિ વિષય વિરાગતા, ભવતરુ મૂલકુઠા; તા આગે કર્યું કર રહે, મમતા બેલિ પ્રચાર. ૧૦ વિષયોના વિરાગની આત્મામાં પરિણતી તે સંસારરૂપી વૃક્ષના મૂલમાં