________________
(૫૦)
**********************************************
કુહાડો છે. તે કુહાડા આગળ (કે જ્યાં મોટાં મોટાં વૃક્ષો ઊખડી જાય ત્યાં) મમતારૂપી વેલ (લતા)નો ફેલાવો કેવી રીતે કહી શકે ? ૧૦
હહા! મોહકી વાસના, બુધકુ ભી પ્રતીકૂલ;
યા કેવલ શ્રુતઅંધતા, અહંકારકો મૂલ. ૧૧ ખેદની વાત છે, કે મોહની વાસના પંડિતજનને પણ પ્રતિકૂળ માર્ગે લઈ જાય છે. મોહના યોગે જ્ઞાન પણ તેમને અંધ કરે છે અને અહંકાર વધારનારું થાય છે. ૧૧
મોહ તિમિર મનમેં જગિ (ગે), યાકે ઉદય અછે;
અંધકાર પરિનામ હૈ, શ્રુતકે નામે તેહ. ૧૨ જેનો ઉદય થતાં મનમાં મોહરૂપી અંધકાર જાગે તે શ્રત નથી પણ શ્રુતના નામે અંધકારના પરિણામ છે. ૧ર*
કરે મૂઢમતિ પુરુષકું, શ્રત ભી મદ ભય રોષ.
જ્યુ રોગીકું ખીર ધૃત, સંનિપાતકો પોષ. ૧૩ જેમ રોગી માણસને ખીર અને ઘી સંનિપાત વધારવા માટે થાય છે, તેમ મૂઢ બુદ્ધિવાળા પુરુષને શ્રુત (જ્ઞાન) પણ મદ, ભય અને રોષની વૃદ્ધિ કરનારું થાય છે. ૧૩
ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતા પંક;
લહરી ભાવ વિરાગકી, તાકો ભજો નિસંક. ૧૪ વિરાગ ભાવ (રૂપી જલ)ની લહેર (ક્રોધ રૂપી) દાહને ટાળે છે, (વિષયરૂપી) તૃષાને દૂર કરે છે અને મમતારૂપી કાદવને સાફ કરે છે. તેથી શંકારહિતપણે તેનું સેવન કરો. ૧૪
* સરખાવો : तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥
જે ઉદય પામતાં રાગનો સમૂહ ખીલી ઊઠે તે જ્ઞાન જ હોઈ શકતું નથી. સૂર્યનાં કિરણો પ્રકાશી ઊઠે અને અંધકાર રહે અ બની શકે ખરું?