________________
(૪૦)
***********
*****************
****************
તેમાં સુખ માને છે), તમ પ્રાણી પોતાની વાસનાના રસથી વાસનાના કારણે) વસ્તુઓ વડે ખુશ થાય છે. ૬૮
विधाय कायसंस्कार-मुदारधुसृणादिभिः ।
માત્માનાત્મનૈવાદો !, વેશ્વયને નડીશી: ૬૨ આશ્ચર્યની વાત છે કે જડબુદ્ધિવાળા પુરુષો, ઉત્તમ એવાં કેસર આદિ દ્રવ્યોથી પોતાની કાયાનો સંસ્કાર કરીને, પોતાની જાતે જ પોતાને ઠગે છે. ૬૯
स्वान्तं विजित्य दुर्दान्त-मिन्द्रियाणि सुखं जयेत् ।
तत्तु तत्त्वविचारेण, जेतव्यमिति मे मतिः ॥७०॥ દુઃખે કરીને જીતી શકાય તેવા મનને (પ્રથમ) જીતવાથી જ ઇન્દ્રિયો સુખેથી જીતી શકાય છે અને તે મનને તત્ત્વના વિચારથી જીતવું જોઈએ, એમ મારું માનવું છે. ૭૦ . सञ्चरिष्णुरसौ स्वैरं, विषयग्रामसीमसु,।
स्वान्तदन्ती वशं याति, वीतकर्मानुशासनात् ॥७१॥ વિષયરૂપી ગામના સીમાડાઓમાં ઇચ્છાનુસાર ફરવાના સ્વભાવવાળો આ મનુરૂપી હાથી, જેમનાં કર્મો ચાલ્યાં ગયાં છે એવા વીતરાગ ભગવંતના અનુશાસનથી વશ થાય છે. ૭૧ - मनःपवनयोरैक्यं, मिथ्या योगविदो विदुः ।
વશ્વનીતિ યતિ વૈર-મતીત્ય પવને મન: Iછરા યોગના જાણકારો મન અને પવન એક છે એવું જે કહે તે ખોટું છે; કારણ કે મન, પવનનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસાર પરિભ્રમણ કરે છે. ૭ર
चक्षुष्यद्वेष्यतां भावे-ष्विंन्द्रियैः स्वार्थतः कृताम् ।
आत्मन् ! स्वस्याभिमन्वानः कथं नु मतिमान् भवान् ? ॥७३॥ હે આત્મન્ ! જગતના સર્વ પદાર્થોમાં ઇન્દ્રિયોએ સ્વાર્થથી કરેલી રમ્યતા-રાગબુદ્ધિ અને દ્વેષબુદ્ધિને પોતાની માનતો તું કેવી રીતે બુદ્ધિમાન ગણાય ? ૭૩