________________
(૪૧)
********
**************************************
अवधत्से यथा मूढ !, ललनाललिते मनः । __ मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ॥७४॥
હે મૂઢ આત્મન્ ! જેવી રીતે તે સ્ત્રીઓના વિલાસમાં મનને એકાગ્ર કરે છે, તેવી રીતે મૈત્રી આદિ ભાવનાઓમાં તેને સ્થાપન કર અને પોતાનું હિત કર. ૭૪
आत्मन्येव हि नेदिष्ठे, निरायासे सुखे सति ।
किं ताम्यसि बहिर्मूढ, सतृष्णायामिवैणकः ॥७५॥ હે મૂઢ આત્મન્ ! આયાસ વિનાનું સુખ, આત્મામાં જ નજીક હોવા છતાં જેમ હરણ મૃગતૃષ્ણા પાછળ દુઃખી થાય, તેમ તું શા માટે બહાર (તેને મેળવવા) દુઃખી થાય છે? ૭૫
प्रियाप्रियव्यवहति-वस्तुनो वासनावशात् ।
अङ्गजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसम्मतम् ॥७६॥ કોઈપણ વસ્તુ પ્રત્યે પ્રિય કે અપ્રિયનો વ્યવહાર (તે કેવળ આપણા) મનની વાસનાના કારણે છે. શરીરથી ઉત્પન્ન થયેલ પુત્ર પ્રિય લાગે છે, જયારે તે જ શરીરથી ઉત્પન્ન થયેલ જૂ, લીખ વગેરે અપ્રિય લાગે છે. ૭૬
इदं कृत्रिमकर्पूर-कल्पं सङ्कल्पजं सुखम् । रञ्जयत्यजसा मुग्धा-नान्तरज्ञानदुःस्थितान् ॥७७॥ આ સંકલ્પથી ઉત્પન્ન થયેલું સુખ, કૃત્રિમ કપૂરના જેવું છે કે જે, આન્તરિક જ્ઞાન વિના દુઃખી બનેલા ભોળા લોકોને તત્કાળ રાજી કરે છે. ૭૭
ममत्वं माम ! भावेषु, वासनातो न वस्तुतः ।
औरसादपरत्रापि, पुत्रवात्सल्यमीक्ष्यते ॥७८॥ વત્સ જગતના પદાર્થોમાં મમત્વ તે કેવળ વાસનાથી જ છે પણ આ વસ્તુતઃ નથી. પોતાના (ઔરસ પુત્ર) સગા પુત્રથી અન્ય સ્થળોમાં (પણ
કાર્યવશાતુ) પુત્રવાત્સલ્ય દેખાય છે. ૭૮