________________
(૧૮)
********************************************** *
(બ્રાહ્મણ) બન્યો છે. સ્વામી અને સેવક બન્યો છે, પૂજ્ય અને દુર્જન બન્યો છે, નિર્ધન અને ધનવાન થયો છે. સંસારની રખડપટ્ટીમાં એવો કોઈ જ નિયમ નથી, કેમકે પોતે કરેલાં કર્મોના અનુસાર ચેષ્ટા કરતો જીવ નટની જેમ ભિન્ન ભિન્ન રૂપ અને વેષ ધારણ કરીને પરિવર્તન પામે છે. પ૭-૫૮-૫૯-૬૦.
नरएसु वेयणाओ, अणोवमाओ असायबहुलाओ। .. रे जीव ! तए पत्ता अणंतखुत्तो बहुविहाओ ॥६१॥ देवत्ते मणुअत्ते, पराभिओगत्तणं उवगणं । भीसणदुहं बहुविहं, अणंतखुत्तो समणुभअं ॥६२॥ . तिरियगई अणुपत्तो, भीममहावेयणा अणेगविहा ।
जम्मणमरणरहट्टे, अणंतखुत्तो परिब्भमिओ ॥६३॥ રે જીવ ! તેં સાતે નરકનાં દુઃખથી ભરપૂર અને જેને કોઈ ઉપમા ન આપી શકાય તેવી અનેક પ્રકારની વેદનાઓ અનંતીવાર પ્રાપ્ત કરી છે. દેવભવમાં અને માનવભવમાં પરાધીનતાને પામીને અનેક પ્રકારનાં ભીષણ દુઃખો તે અનંતીવાર અનુભવ્યાં છે. તિર્યંચગતિમાં પણ અનેક પ્રકારની મહાભયંકર વેદનાઓ પામીને ત્યાં જન્મ-મરણના રહેટમાં અનંતીવાર તું ભમ્યો છે. ૬૧-૬૨-૬૩.
जावंति के वि दुक्खा, सारीरा माणसा व संसारे । पत्तो अणंतखुत्तो, जीवो संसारकंतारे ॥६४॥
હે જીવ! સંસારમાં જે કોઈ શારીરિક કે માનસિક દુઃખો છે તે સઘળાં દુઃખો ભવાટવીમાં ભમતાં તે અનંતીવાર પ્રાપ્ત કર્યા છે. ૬૪
तण्हा अणंतकखुत्तो, संसारे तारिसी तुमं आसी । जं पसमेउं सव्वो-दहीणमुदयं न तीरज्जा ॥६५॥
સંસારમાં અનંતીવાર એવી તરસ તને લાગી કે જે સર્વસમુદ્રનાં પાણીથી પણ ન છીપાય ! ૬૫